બજેટના દિવસે સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ:ચાંદી એક જ ઝટકામાં ₹27,000 સસ્તી થઈ, સોનામાં પણ ₹9,000નો ઘટાડો; જાણો આજના ભાવ

Last Updated: January 31, 2026By

ગયા અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો, બંનેની કિંમતો એક જ ઝટકામાં ગગડી ગઈ હતી. ચાંદીમાં એક જ દિવસમાં 30%થી વધુનો ઘટાડો થયો, જ્યારે સોનામાં પણ લગભગ 17%નો ઘટાડો થયો. રવિવારે, બજેટના દિવસે, શેરબજાર તેમજ કોમોડિટી માર્કેટ, MCX પર સોના અને ચાંદીનો વેપાર થઈ રહ્યો હતો. ખુલતા જ સોના અને ચાંદી ફરી તૂટી પડ્યા. ઓપનિંગ સાથે 1 કિલો ચાંદીનો ભાવ અચાનક ₹27,000 ઘટી ગયો. જ્યારે સોનાના ભાવમાં પણ ચાંદીની જેમ જ ઘટાડો થયો અને તેની કિંમતમાં 9000 રૂપિયાથી વધુનો ઘટાડો થયો. ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સોના અને ચાંદીમાં ભારે ઘટાડો થયો હતો. નોંધપાત્ર વાત એ છે કે, એક દિવસ પહેલા, ગુરુવારે, ચાંદીએ પહેલીવાર 400,000 ના આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો હતો.અને 5 માર્ચે એક્સપાયર થયેલી ચાંદીનો ભાવ 4,20,048રૂપિયાના નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો, પરંતુ બીજા જ દિવસે તે 1.28લાખ રૂપિયા ઘટીને 2,91,922 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો અને રવિવારે, બજેટના દિવસે, તે 9% અથવા રૂ. 27,500થી વધુ ઘટીને રૂ. 2,65,652 પ્રતિ કિલો થઈ ગયો. સોનાની સ્થિતિ ચાંદી જેવી જ હતી અને MCX પર 2 એપ્રિલના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ગયા ગુરુવારે 1,93,096 રૂપિયાના ઐતિહાસિક સ્તરને સ્પર્શ્યા પછી તૂટી ગયો હતો અને 10 ગ્રામ દીઠ 42,247 રૂપિયા સસ્તું થઈને 1,50,849 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો હતો. રવિવારે, MCX પર ટ્રેડિંગ શરૂ થતાં જ, તેમાં 6%થી વધુનો ઘટાડો થયો. સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹9,000 ઘટીને ₹1,43,205 પર પહોંચી ગયા. સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો: હંમેશાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નો હોલમાર્ક લાગેલો સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યૂમેરિક એટલે કે કંઈક આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે એેની કિંમત ઘણા સોર્સિસ (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ)થી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ-અલગ હોય છે.

Leave A Comment