'બેટલ ઓફ ગલવાન'નું 'માતૃભૂમિ' ગીત રિલીઝ:સલમાન ખાન દેશભક્તિના રંગે રંગાયેલો દેખાયો, ચિત્રાંગદા સિંહ સાથે શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી

Last Updated: January 24, 2026By

‘બેટલ ઓફ ગલવાન’ના પ્રોડ્યુસરે ટીઝર પછી હવે ફિલ્મનું પહેલું ગીત ‘માતૃભૂમિ’ રિલીઝ કર્યું છે. આ ગીત ફિલ્મના સંગીતમય યાત્રાની પહેલી ઝલક આપે છે, જેમાં દેશભક્તિ અને ભાવનાઓ બંને સ્પષ્ટપણે અનુભવાય છે. સરળ છતાં અસરકારક આ ગીત ફિલ્મની વાર્તાનો મૂડ સેટ કરે છે અને રિલીઝ પહેલા દર્શકોના ઉત્ત્સાહને વધુ વધારી દે છે. ‘માતૃભૂમિ’ ગીત ફરજ અને સંઘર્ષની ક્ષણોને જોડે છે આ ગીતમાં સલમાન ખાન એક ભારતીય સેના અધિકારી તરીકે જોવા મળે છે, જ્યારે તેની સાથે ચિત્રાંગદા સિંહ દેખાય છે. બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ જ સ્વાભાવિક અને આકર્ષક લાગે છે. બંનેને બે નાના બાળકો સાથે એક પરિવાર તરીકે દર્શાવવામાં આવ્યા છે, જ્યાં ઘરની શાંતિપૂર્ણ ક્ષણો અને ગલવાન યુદ્ધના કઠોર દ્રશ્યો સાથે-સાથે ચાલે છે. ‘માતૃભૂમિ’ ગીત ગાતા પરિવારના આ દ્રશ્યો ફરજ અને સંઘર્ષની ક્ષણો સાથે જોડાય છે, જે પ્રેમ, બલિદાન અને દેશ સેવાના ભાવને વધુ ઊંડાણપૂર્વક રજૂ કરે છે. હિમેશ રેશમિયાએ ગીત કમ્પોઝ કર્યું છે ‘માતૃભૂમિ’ ગીત ‘બેટલ ઓફ ગલવાન’નો ભાવનાત્મક અને દેશભક્તિથી ભરપૂર અનુભવ છે. આ ગીતને હિમેશ રેશમિયાએ કમ્પોઝ કર્યું છે, જે ફરી એકવાર દિલને સ્પર્શી જાય તેવી અને અસરકારક ધૂન સાથે પોતાની ખાસ ઓળખ છોડે છે. હિમેશે જણાવ્યું કે, બેટલ ઓફ ગલવાન માટે માતૃભૂમિ બનાવવું તેના માટે ખૂબ જ ભાવનાત્મક રહ્યું. તેણે કહ્યું કે, ગીતની ફીલ સેનાની બીટ્સ અને તેમની એનર્જીમાંથી આવી છે. અરિજીત સિંહ અને શ્રેયા ઘોષાલ સાથે કામ કરવું ખાસ હતું, અને સલમાન ખાન સાથે ફરીથી જોડાણ, તેમજ સલમાન ખાન ફિલ્મ્સ મ્યુઝિક લેબલથી ગીતનું રિલીઝ થવું, આ આખી સફરને વધુ ખાસ બનાવે છે. અરિજીત સિંહ અને શ્રેયા ઘોષાલે અવાજ આપ્યો છે ‘માતૃભૂમિ’ના શબ્દો સમીર અંજાને લખ્યા છે, જ્યારે તેને અરિજીત સિંહ અને શ્રેયા ઘોષાલે પોતાનો અવાજ આપ્યો છે, જે ઇન્ડિયન મ્યુઝિકના સૌથી પસંદીદા અવાજોમાંથી એક છે. ‘બેટલ ઓફ ગલવાન’ને સલમા ખાને સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ પ્રોડ્યુસ કરી છે, જ્યારે ફિલ્મના ડિરેક્ટર અપૂર્વ લાખિયા છે. તેનું મ્યુઝિક સલમાન ખાન ફિલ્મ્સ મ્યુઝિક લેબલથી રિલીઝ થયું છે અને સોની મ્યુઝિક ઇન્ડિયા તેની ઓફિશિયલ મ્યુઝિક ડિસ્ટ્રિબ્યુશન પાર્ટનર છે. ફિલ્મ બહાદુરી, બલિદાન અને જુસ્સાની વાર્તા બતાવવાનું વચન આપે છે, જેમાં ચિત્રાંગદા સિંહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.