'બોર્ડર 2'એ ₹250 કરોડથી વધુની કમાણી કરી:ચાર જ દિવસમાં સની દેઓલની ફિલ્મે સલમાન ખાન અને અજય દેવગનની ફિલ્મોના રેકોર્ડ્સ તોડ્યા
સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી સ્ટારર વોર ડ્રામા ફિલ્મ ‘બોર્ડર 2’ બોક્સ ઓફિસ પર સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. રિલીઝના માત્ર ચાર દિવસમાં જ ફિલ્મે વિશ્વભરમાં 250 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. ગણતંત્ર દિવસના અવસરે ફિલ્મને જબરદસ્ત ફાયદો મળ્યો અને કલેક્શનમાં મોટો ઉછાળો જોવા મળ્યો. ‘બોર્ડર 2’એ વિશ્વભરમાં 251 કરોડની કમાણી કરી સેકનિલ્ક (બોક્સ ઓફિસના આંકડા રજૂ કરતી વેબસાઇટ) અનુસાર, 26 જાન્યુઆરીએ એટલે કે રિલીઝના ચોથા દિવસે ‘બોર્ડર 2’એ ઘરેલુ બોક્સ ઓફિસ પર એકલા 59 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. આ દિવસે હિન્દીમાં ફિલ્મનો ઓક્યુપન્સી રેટ 64.27% રહ્યો. આ સાથે જ ફિલ્મે ભારતમાં એક્સટેન્ડેડ ઓપનિંગ વીકએન્ડ દરમિયાન કુલ 180 કરોડ રૂપિયા નેટ એટલે કે 212.5 કરોડ રૂપિયા ગ્રોસની કમાણી કરી લીધી છે. વળી, ઇન્ટરનેશનલ બોક્સ ઓફિસ પર પણ ફિલ્મનો દબદબો યથાવત છે. વિદેશી બજારોમાં ફિલ્મે અત્યાર સુધીમાં લગભગ 4.3 મિલિયન ડોલરનો કારોબાર કરી લીધો છે. આ સાથે જ ચાર દિવસમાં ફિલ્મનું વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ કલેક્શન 251 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે, ફિલ્મ વિવેચક તરણ આદર્શ અનુસાર, ફિલ્મે ચોથા દિવસે ઘરેલુ બોક્સ ઓફિસ પર 63.59 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે, જેની સાથે જ ઓફિશિયલ નેટ બોક્સ ઓફિસનો આંકડો 193.48 કરોડ રૂપિયા થઈ ગયો છે. સલમાન-અજયની ફિલ્મના લાઇફ ટાઇમ કલેક્શનને ચાર દિવસમાં જ પાછળ છોડ્યા અનુરાગ સિંહના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મે પહેલા દિવસે 30 કરોડ રૂપિયા નેટની દમદાર ઓપનિંગ કરી હતી, જોકે, ઘણી જગ્યાએ મોર્નિંગ શો રદ થવા છતાં ફિલ્મની કમાણી પર તેની ખાસ અસર થઈ ન હતી. ત્યારબાદના ત્રણ દિવસમાં ફિલ્મની કમાણીમાં સતત વધારો નોંધાયો હતો. એટલું જ નહીં, ‘બોર્ડર 2’ એ સલમાન ખાનની ‘સિકંદર’ અને અજય દેવગનની ‘રેડ 2’ જેવી મોટી ફિલ્મોના લાઇફ ટાઇમ કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે. આ ફિલ્મ હવે 300 કરોડ ક્લબમાં એન્ટ્રીની ખૂબ નજીક છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, આ આંકડો બુધવાર સુધીમાં પાર થઈ જશે. ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા દ્વારા નિર્મિત ‘બોર્ડર 2’ને વર્ષ 2026ની બોલિવૂડની પ્રથમ મોટી ટેન્ટ પોલ રિલીઝ માનવામાં આવી રહી છે. સરળ ભાષામાં કહીએ તો, તે વર્ષની અત્યાર સુધીની સૌથી ચર્ચિત અને મોટી ફિલ્મ તરીકે ઉભરી આવી છે. આ ફિલ્મ જેપી દત્તાની 1997ની આઇકોનિક બ્લોકબસ્ટર ફિલ્મ ‘બોર્ડર’ ની સિક્વલ છે, જેણે તેના સમયમાં બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

