બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થશે 'રામાયણ'નું ટ્રેલર:આવતીકાલે સવારે 4:15 વાગ્યે રામના દર્શન થશે; 4000 કરોડના બજેટમાં બની રહી છે દેશની સૌથી મોંઘી ફિલ્મ

Last Updated: July 29, 2026By

નિતીશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ’ના મેકર્સે તેના ટ્રેલર રિલીઝના સમયની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ફિલ્મનું ટ્રેલર 30 જુલાઈએ ભારતીય સમય અનુસાર વહેલી સવારે 4:15 વાગ્યે દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવશે. મેકર્સે આ ખાસ સમયને હિંદુ પરંપરા અનુસાર પવિત્ર મનાતા બ્રહ્મ મુહૂર્ત સાથે જોડીને પસંદ કર્યો છે. મેકર્સે એક નવું પોસ્ટર જાહેર કરીને લખ્યું કે અમે શુભ બ્રહ્મ મુહૂર્તમાં અમારા ટ્રેલર સાથે રામાયણની નવી સવારનું સ્વાગત કરીએ છીએ. બ્રહ્મ મુહૂર્તના ખાસ સમયે થશે ગ્લોબલ રિલીઝ ફિલ્મના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરીને આ જાહેરાત કરી. હિંદુ ધર્મમાં સવારે 4 થી 5 વાગ્યાની વચ્ચેના સમયને બ્રહ્મ મુહૂર્ત માનવામાં આવે છે, જેને કોઈપણ નવા કાર્યની શરૂઆત માટે અત્યંત શુભ કહેવામાં આવ્યું છે. મેકર્સનું માનવું છે કે ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા મહાકાવ્ય પર આધારિત આ ફિલ્મના ટ્રેલરની શરૂઆત માટે આનાથી સારો સમય હોઈ શકે નહીં. ફિલ્મના આ ટ્રેલરને એકસાથે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ સહિત અનેક ભાષાઓમાં ડિજિટલ પ્લેટફોર્મ્સ પર રિલીઝ કરવામાં આવશે. રણબીર કપૂર બન્યો છે ભગવાન રામ, યશ રાવણના રોલમાં ફિલ્મ ‘રામાયણ’માં બોલિવૂડ અને સાઉથ સિનેમાના મોટા કલાકારો એકસાથે જોવા મળવાના છે. રણબીર કપૂર ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકામાં છે, જ્યારે સાઈ પલ્લવી માતા સીતાનું પાત્ર ભજવી રહી છે. સાઉથ સુપરસ્ટાર યશ આ ફિલ્મમાં રાવણના રોલમાં જોવા મળશે. આ ઉપરાંત સની દેઓલ હનુમાનની ભૂમિકામાં છે, જ્યારે રવિ દુબે લક્ષ્મણના પાત્રમાં જોવા મળશે. ફિલ્મમાં અરુણ ગોવિલ, લારા દત્તા, રકુલ પ્રીત સિંહ, વિવેક ઓબેરોય અને કુણાલ કપૂર પણ મહત્વની ભૂમિકાઓમાં સામેલ છે. ઓસ્કર વિજેતાઓ એઆર રહેમાન અને હેન્સ ઝિમર સંગીત આપી રહ્યા છે ફિલ્મના સંગીતને લઈને પણ લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં બે દિગ્ગજ સંગીતકારો એઆર રહેમાન અને ઓસ્કર વિજેતા હેન્સ ઝિમર પ્રથમ વખત એકસાથે મળીને બેકગ્રાઉન્ડ સ્કોર અને સંગીત તૈયાર કરી રહ્યા છે. ફિલ્મનું નિર્માણ નમિત મલ્હોત્રાના પ્રાઇમ ફોકસ સ્ટુડિયોઝ અને અભિનેતા યશના મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય પ્રોજેક્ટને બે ભાગમાં બનાવવામાં આવી રહ્યો છે, જેનો પહેલો ભાગ નવેમ્બર 2026માં દિવાળીના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. 4000 કરોડના બજેટમાં બની રહી છે દેશની સૌથી મોંઘી ફિલ્મ ‘દંગલ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવી ચૂકેલા ડિરેક્ટર નિતેશ તિવારી છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બે ભાગમાં બનનારી આ ફિલ્મનું કુલ બજેટ 4000 કરોડ રૂપિયાની આસપાસ છે, જે તેને ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોંઘી ફિલ્મ બનાવે છે. ફિલ્મના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX)ની જવાબદારી ઓસ્કર વિનિંગ કંપની DNEG સંભાળી રહી છે. ફિલ્મના પહેલા ભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં તેના પોસ્ટ-પ્રોડક્શનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ફિલ્મ ‘રામાયણ’ સાથે જોડાયેલી મહત્વની વાતો-

Leave A Comment