ભારતમાં સોનાની માંગમાં 6%નો ઘટાડો:એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 131.4 ટન વપરાશ રહ્યો, કસ્ટમ ડ્યુટી વધવા અને PM મોદીની અપીલની અસર
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ એટલે કે WGC અનુસાર એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતમાં સોનાની માગ વાર્ષિક ધોરણે 6% ઘટીને 131.4 ટન રહી છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં આ માગ 139.7 ટન હતી. માગમાં આ ઘટાડા પાછળ કસ્ટમ ડ્યુટીમાં વધારો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોનાની ખરીદી ઘટાડવાની અપીલને મુખ્ય કારણ માનવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે આ જ વર્ષે મે મહિનામાં સોના અને ચાંદીની આયાત પર લાગતી ડ્યુટી 6% થી વધારીને 15% કરી દીધી હતી. જેના કારણે તેમની કિંમત વધી ગઈ હતી. મૂલ્યના હિસાબે 50% વધુ કિંમતનું સોનું ખરીદાયું WGC ઇન્ડિયાના રિજનલ CEO સચિન જૈને જણાવ્યું કે ભલે જથ્થામાં માગ ઘટી હોય, પરંતુ મૂલ્યની દ્રષ્ટિએ આ એક રેકોર્ડ છે. આ ક્વાર્ટરમાં સોનાનો વપરાશ 1,98,100 કરોડ રૂપિયા રહ્યો, જે 2025ના બીજા ક્વાર્ટરના 1,32,500 કરોડ રૂપિયાની સરખામણીમાં 50% વધુ છે. આ દર્શાવે છે કે ઊંચી કિંમતો હોવા છતાં ગ્રાહકો સોનાને પ્રાધાન્ય આપી રહ્યા છે. જ્વેલરીની માગમાં 15%નો ઘટાડો એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન ભારતમાં જ્વેલરીની માગ 15% ઘટીને 75.1 ટન રહી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 88.8 ટન હતી. વડાપ્રધાન મોદીએ મે મહિનામાં લોકોને બિનજરૂરી સોનાની ખરીદી ઘટાડવા અને વિદેશી મુદ્રા ભંડાર બચાવવા અપીલ કરી હતી, જેની અસર બજાર પર જોવા મળી છે. કિંમતો અને ભવિષ્યનો અંદાજ બીજા ક્વાર્ટરમાં સોનાની સરેરાશ આંતરરાષ્ટ્રીય કિંમત 4,506.3 ડોલર પ્રતિ ઔંસ રહી, જે 2025માં 3,280.4 ડોલર હતી. ભારતમાં સરેરાશ ત્રિમાસિક કિંમત (આયાત શુલ્ક અને GST વિના) 1,50,744.8 રૂપિયા રહી, જ્યારે ગયા વર્ષે તે 94,875.9 રૂપિયા હતી. WGC એ આ વર્ષે કુલ માગ 650 થી 750 ટન વચ્ચે રહેવાનો અંદાજ મૂક્યો છે. જૈન અનુસાર, તહેવારો અને લગ્નની સિઝનમાં માગ વધવાની અપેક્ષા છે. ગ્લોબલ ડિમાન્ડ પર અસર નહીં રિપોર્ટ અનુસાર એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વૈશ્વિક સ્તરે સોનાની માગ 1,269 ટન પર જળવાઈ રહી. તેમાં ગયા વર્ષની સરખામણીમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. 2025ના આ જ ક્વાર્ટર દરમિયાન સોનાની કુલ માગ 1,268.6 ટન રહી હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

