ભારતે ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવ્યું:3-0થી T20 સિરીઝ જીતીને વ્હાઇટવોશ કર્યો, વૈભવ સૂર્યવંશીએ 81 રન બનાવ્યા; મયંક યાદવને 3 વિકેટ
ભારતે ઝિમ્બાબ્વેને ત્રીજી T20માં 35 રનથી હરાવીને સિરીઝ 3-0થી પોતાના નામે કરી લીધી. હરારેમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 192 રન બનાવ્યા. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 7 વિકેટે 157 રન જ બનાવી શકી. ભારતની જીતનો હીરો વૈભવ સૂર્યવંશી રહ્યો. તેણે 49 બોલમાં 81 રનની ઇનિંગ રમી. બોલિંગમાં મયંક યાદવે 3 વિકેટ લીધી. યશ ઠાકુરને 2 વિકેટ મળી. ભારતની શરૂઆત સારી રહી નહોતી અને અભિષેક શર્મા 2 રન બનાવીને આઉટ થયો. ત્યારપછી વૈભવ અને ઈશાને બીજી વિકેટ માટે 75 રન જોડીને ઇનિંગ્સ સંભાળી. ઈશાનના આઉટ થયા પછી વૈભવે કેપ્ટન શ્રેયસ અય્યર સાથે 50 રન જોડ્યા અને 31 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. ઝિમ્બાબ્વે તરફથી બ્રેડ ઇવાન્સને 2, તો બ્લેસિંગ મુઝરબાની, સિકંદર રઝા અને વેસ્લી મધેવેરેને 1-1 વિકેટ મળી. 193 રનને ચેઝ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેએ પહેલા જ બોલ પર વિકેટ ગુમાવી દીધી. મયંક યાદવે બ્રાયન બેનેટને પેવેલિયન ભેગો કરી દીધો. ટીમ માટે રયાન બર્લે સૌથી વધુ અણનમ 54 રન બનાવ્યા. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, સૂર્યાંશ શેડગે, રવિ બિશ્નોઈ, અશોક શર્મા, મયંક યાદવ અને યશ ઠાકુર. ઝિમ્બાબ્વે (ZIM): બ્રાયન બેનેટ, બેન કરન, ડીયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), રાયન બર્લ, વેસ્લી માધવેરે, તાદીવાનાશે મારુમાની (વિકેટકીપર), બ્રેડ ઇવાન્સ, ન્યુમેન ન્યામહુરી, વેલિંગ્ટન મસાકાડઝા અને બ્લેસિંગ મુઝારાબાની
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

