ભારતે નેપાળ માટે 8મી વખત રાહત સામગ્રીનો જથ્થો મોકલ્યો:35 ટન રાહત સામગ્રી કાઠમંડુ પહોંચી, પૂરમાં અત્યાર સુધીમાં 1367 મૃતદેહો મળ્યા
નેપાળમાં ભયાનક પૂર પછી ભારતે 35 ટન રાહત અને બચાવ સામગ્રીની 8મી ખેપ મોકલી. ભારતીય વાયુસેનાનું વિમાન બુધવારે કાઠમંડુ પહોંચ્યું. આ સાથે ભારત અત્યાર સુધીમાં 130 ટનથી વધુ રાહત સામગ્રી મોકલી ચૂક્યું છે. તેમાં તંબુ, ધાબળા, હાઈજીન કીટ, સોલર લેમ્પ, દવાઓ અને બચાવ ઉપકરણોનો સમાવેશ થાય છે. ભારતે 26 ઓગસ્ટે રાહત અભિયાન શરૂ કર્યું હતું. નેપાળ પોલીસનાં જણાવ્યા અનુસાર, પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 1367 મૃતદેહો મળી આવ્યા છે. 102 મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે. ઓળખ માટે DNA સેમ્પલ એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને ભારત સહિત ઘણા દેશોના ફોરેન્સિક નિષ્ણાતો મદદ કરી રહ્યા છે. નેપાળ દુર્ઘટના સંબંધિત તસવીરો… સમાચાર સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


