ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ:ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા બ્લુ ટી-શર્ટમાં ફેન્સનો જમાવડો; બોલિવૂડ સેલિબ્રિટી, ઉદ્યોગપતિઓ મેચ જોવા પહોંચ્યા
8 માર્ચ, 2026એ દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ICC T20 વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ રહી છે, ત્યારે આ ફાઈનલ મેચ જોવા દેશ-વિદેશના ખૂણેખૂણેથી ક્રિકેટ ફેન્સ, સેલિબ્રિટી, દિગ્ગજ ક્રિકેટરો અને ઉદ્યોગપતિઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. મોદી સ્ટેડિયમ બહાર ટીમ ઇન્ડિયાના ફેન્સની ભારે જમાવડો જોવા મળ્યો હતો. સ્ટેડિયમ બહાર બ્લુ ટી-શર્ટમાં જ ક્રિકેટરસિકો ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા પહોંચી ગયા હતા. તો બીજી તરફ મેટ્રો ટ્રેનથી સ્ટેડિયમ પહોંચતા ક્રિકેટરસિકોથી મેટ્રો ખીચોખીચ ભરેલી જોવા મળી હતી. ઈન્ટરનેશનલ પૉપ સુપરસ્ટાર રિકી માર્ટિન, પંજાબી પૉપ સિંગર સુખવીર અને ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક T20 વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કર્યું હતું. મહેન્દ્રસિંહ ધોની મોડીરાતે તો કથાકાર જયા કિશોરી સવારે અમદાવાદ આવી પહોંચ્યાં હતા. બીજી તરફ ઓનલાઇન બુક માય શોમાં પર 12 વાગ્યે મેચની ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 30 મિનિટમાં જ ટિકિટ સોલ્ડઆઉટ થઈ ગઈ હતી. આજેની મેચમાં મોદી સ્ટેડિયમ હાઉસફૂલ થઈ ગયું હતું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

