રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમ મજબૂત સ્થિતિમાં:કેપ્ટન જયદેવ ઉનડકટે 4 વિકેટ ઝડપી; કર્ણાટક માટે રાહુલ અને પ્રસિદ્ધ રમવા ઉતર્યા

Last Updated: January 29, 2026By

રણજી ટ્રોફીમાં સાતમા રાઉન્ડના મુકાબલા ગુરુવારથી શરૂ થયા. મોહમ્મદ સિરાજે હૈદરાબાદ માટે 4 વિકેટ લીધી અને છત્તીસગઢને બેકફૂટ પર ધકેલી દીધું. કરો યા મરો મેચમાં મધ્ય પ્રદેશે પોતાના જ હોમગ્રાઉન્ડ પર મહારાષ્ટ્ર સામે 6 વિકેટ ગુમાવી દીધી. જ્યારે ટીમ ઈન્ડિયાના કેએલ રાહુલ અને પ્રસિદ્ધ ક્રિષ્ના કર્ણાટક માટે છેલ્લી મેચ રમવા ઉતર્યા. ગ્રુપ-A: નાગાલેન્ડના ચેતન બિષ્ટની સદી
આંધ્ર પ્રદેશ સામે રમતા નાગાલેન્ડે 59 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી. ટીમ ઓલઆઉટ થવાની હતી, ત્યારે જ ચેતન બિષ્ટે સદી ફટકારી દીધી. તેઓ 160 રન બનાવીને નોટઆઉટ પાછા ફર્યા અને ટીમનો સ્કોર 6 વિકેટે 322 સુધી પહોંચાડી દીધો. વિદર્ભના કેપ્ટન હર્ષ દુબેએ 37 રનમાં 6 વિકેટ લઈને ઉત્તર પ્રદેશને 237 રનમાં ઓલઆઉટ કરી દીધું. વિદર્ભે પછી વિકેટ ગુમાવ્યા વગર 33 રન પણ બનાવી લીધા. જ્યારે ઝારખંડ સામે ઓડિશાએ 6 વિકેટ ગુમાવીને 242 રન બનાવી લીધા. સ્વસ્તિક સમલ અને ગોવિંદા પોડ્ડરે ફિફ્ટી ફટકારી દીધી. ગ્રુપ-B: મધ્ય પ્રદેશ 187 રન પર ઓલઆઉટ
ટેબલ ટોપર મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં મુકાબલો રમાઈ રહ્યો છે. પહેલા બેટિંગ કરતા MPની ટીમ 187 રન જ બનાવી શકી. મહારાષ્ટ્ર તરફથી રાજવર્ધન હંગરગેકરે 5 વિકેટ લીધી. મહારાષ્ટ્રે પછી 2 વિકેટના નુકસાન પર 52 રન પણ બનાવી લીધા. કર્ણાટક સામે મોહાલીમાં હોમ ટીમે પંજાબે 9 વિકેટ ગુમાવીને 303 રન બનાવ્યા. ઇમાનજોત ચહલ 77 રન બનાવીને નોટઆઉટ પાછો ફર્યો. કર્ણાટક તરફથી શ્રેયસ ગોપાલ અને વિદ્યાધર પાટીલે 3-3 વિકેટ લીધી. સૌરાષ્ટ્રની આગેવાની કરતા જયદેવ ઉનડકટે 4 વિકેટ લીધી અને ચંદીગઢને 145 રન પર ઓલઆઉટ કરી દીધું. સૌરાષ્ટ્રએ પછી એક વિકેટ ગુમાવીને 151 રન પણ બનાવી લીધા. જો સૌરાષ્ટ્ર જીતશે તો કર્ણાટકનું નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશવું મુશ્કેલ થઈ જશે. ગ્રુપ-C: કુણાલ ચંદેલાએ સદી ફટકારી
નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશી ચૂકેલા બંગાળે હરિયાણા સામે 157 રન પર 5 વિકેટ ગુમાવી દીધી. સુદીપ ચેટર્જી 77 રન બનાવીને નોટઆઉટ રહ્યો. હરિયાણાને આગલા રાઉન્ડમાં પહોંચવા માટે જીત જોઈએ. બીજી તરફ આસામ સામે ઉત્તરાખંડે 3 વિકેટ ગુમાવીને 279 રન બનાવી લીધા. કુણાલ ચંદેલા 128 રન બનાવીને નોટઆઉટ રહ્યો. ગ્રુપ-D: નોકઆઉટ રાઉન્ડની નજીક જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીરે હિમાચલ પ્રદેશને પહેલા જ દિવસે 168 રનમાં ઓલઆઉટ કરી દીધું. લેફ્ટ આર્મ પેસર સુનીલ કુમારે 5 વિકેટ લીધી. જમ્મુએ પછી વિકેટ ગુમાવ્યા વિના 20 રન પણ બનાવી લીધા. બીજી તરફ, નોકઆઉટમાં પહોંચેલી મુંબઈએ દિલ્હીને 221 રનમાં ઓલઆઉટ કરી દીધું. ટીમે પછી 13 રનમાં 1 વિકેટ પણ ગુમાવી દીધી. મોહમ્મદ સિરાજની 4 વિકેટની મદદથી હૈદરાબાદે છત્તીસગઢને 283 રનમાં ઓલઆઉટ કરી દીધું. વિકલ્પ તિવારીએ 94 અને પ્રતીક યાદવે 106 રન બનાવ્યા. હૈદરાબાદે પછી વિકેટ ગુમાવ્યા વિના 56 રન પણ બનાવી લીધા.