રોહિત-કોહલીનાં કદ ઘટ્યાં:BCCIના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં દિગ્ગજ પ્લેયર્સના ડિમોશન, જાણો કોનો દબદબો વધ્યો ને કોણ ફેંકાઈ ગયા બહાર
BCCIએ પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને A+ ગ્રેડમાંથી ડિમોટ કરીને બી ગ્રેડમાં મૂકી દીધા છે. બોર્ડે સોમવારે 2025-26 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ ખેલાડીઓની યાદી જાહેર કરી. એ પ્લસ ગ્રેડ સમાપ્ત કરી દેવામાં આવ્યો છે. રોહિત અને કોહલીની સાથે બુમરાહ અને જાડેજા પણ ગયા વર્ષે એ પ્લસ ગ્રેડમાં સામેલ હતા. તાજેતરની યાદીમાં આ બંનેને ગ્રેડ એમાં સામેલ રાખવામાં આવ્યા છે. જ્યારે, ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલને ગ્રેડ એમાં યથાવત રાખવામાં આવ્યા છે. ગ્રેડ બીમાં ટી-20ના કેપ્ટન સૂર્યકુમાર યાદવ ઉપરાંત 10 અન્ય ખેલાડીઓને રાખવામાં આવ્યા છે. ગ્રેડ સીમાં તિલક વર્મા અને રિંકુ સિંહ સહિત 17 ખેલાડીઓ છે. બોર્ડે રીટેન ખેલાડીઓને 3 ગ્રેડમાં વહેંચ્યા છે. જેમાં A, B અને Cનો સમાવેશ થાય છે. બોર્ડે હજુ સુધી નવા ગ્રેડ મોડેલના સેલરી સ્ટ્રક્ચર વિશે કંઈ કહ્યું નથી. થોડા દિવસો પહેલા તેને બદલવાની વાત કહેવામાં આવી રહી હતી. રીટેન્શનની સંપૂર્ણ યાદી જુઓ… રોહિત-કોહલીને ગ્રેડ-એમાંથી બહાર કેમ કર્યા? રોહિત અને કોહલી હવે ફક્ત વનડે રમી રહ્યા છે. આ કારણે બંનેને ગ્રેડ બીમાં મૂકવામાં આવ્યા છે. બંને દિગ્ગજોએ ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપ 2024 જીત્યા પછી ટી-20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી હતી. તે પછી મે 2024માં ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહી દીધું હતું. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની ખાસ વાતો મેન્સ કેટેગરીમાં 30 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. ગ્રેડ એમાં 3, ગ્રેડ બીમાં 11 અને ગ્રેડ સીમાં 17 ખેલાડીઓ રાખવામાં આવ્યા છે. જ્યારે, વિમેન્સ કેટેગરીમાં 21 નામ સામેલ છે. વુમન્સ કેટેગરીમાં ચાર ખેલાડીઓ ગ્રેડ Aમાં સામેલ વુમન્સ કેટેગરીમાં સિલેક્શન કમિટીએ 4-4 ખેલાડીઓને ગ્રેડ A અને ગ્રેડ Bમાં સ્થાન આપ્યું છે. ગ્રેડ Aમાં કેપ્ટન હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ અને દીપ્તિ શર્માનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રેડ Bમાં રેણુકા ઠાકુર, શેફાલી વર્મા, રિચા ઘોષ અને સ્નેહ રાણાના નામ છે. મહિલાઓના ગ્રેડ Cમાં ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને રાખવામાં આવ્યા છે. તેમાં ક્રાંતિ ગૌડ અને કાશ્વી ગૌતમ જેવા નામ છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

