વર્લ્ડકપ છોડવાની ધમકી વચ્ચે પાકિસ્તાની ટીમની જાહેરાત:T20માં ધીમું રમતો બાબર આઝમ ટીમમાં પરત ફર્યો; ICCએ PCBને ચેતવણી આપી

Last Updated: January 25, 2026By

બાંગ્લાદેશના સમર્થનમાં T20 વર્લ્ડ કપ ન રમવાની ધમકી વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ રવિવારે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં PCBના હાઈ પરફોર્મન્સ ડાયરેક્ટર અને મેન્સ સિલેક્શન કમિટીના સભ્ય આકિબ જાવેદ, પાકિસ્તાનના T20 કેપ્ટન સલમાન અલી આગા અને વ્હાઈટ-બોલ હેડ કોચ માઈકલ જેમ્સ હેસને 15 સભ્યોની ટીમની જાહેરાત કરી. સલમાન અલી આગાને કેપ્ટન બનાવ્યો છે. જ્યારે બાબર આઝમ, ફખર ઝમાન અને શાહીન શાહ આફ્રિદી જેવા સિનિયર્સને પણ પસંદ કર્યા છે. પાકિસ્તાની ટીમ પહેલ મેચ 7 ફેબ્રુઆરીએ કોલંબોમાં નેધરલેન્ડ્સ સામે રમશે. પાકિસ્તાનની સ્ક્વોડ સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, બાબર આઝમ, ફહીમ અશરફ, ફખર ઝમાન, ખ્વાજા મોહમ્મદ નાફે (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ સલમાન મિર્ઝા, નસીમ શાહ, સાહિબઝાદા ફરહાન (વિકેટકીપર), સૈમ અયૂબ, શાહીન શાહ આફ્રિદી, શાદાબ ખાન, ઉસ્માન ખાન (વિકેટકીપર) અને ઉસ્માન તારિક. એક દિવસ પહેલા બાંગ્લાદેશને બહાર કર્યા પછી PCB ચીફ મોહસિન નકવીએ કહ્યું હતું કે જો પાકિસ્તાની સરકાર કહેશે, તો પાકિસ્તાની ટીમ પણ વર્લ્ડ કપ નહીં રમે. પછી ICCએ વર્લ્ડ કપમાંથી હટવા પર PSL માટે NOC ન આપવાની ચેતવણી પણ આપી. 6 ખેલાડીઓને પહેલીવાર વર્લ્ડ કપની તક
આ ટીમમાં 6 ખેલાડીઓ એવા છે, જેમને પહેલીવાર વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમાં ફહીમ અશરફ, ખ્વાજા મોહમ્મદ નફે, મોહમ્મદ સલમાન મિર્ઝા, સાહિબઝાદા ફરહાન અને ઉસ્માન તારિકનો સમાવેશ થાય છે. અબરાર અહેમદ, બાબર આઝમ, ફખર ઝમાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, સૈમ અયુબ, શાહીન શાહ આફ્રિદી, શાદાબ ખાન અને ઉસ્માન ખાન એક કે તેથી વધુ T20 વર્લ્ડ કપ રમી ચૂક્યા છે. પાકિસ્તાનને ગ્રુપ-Aમાં રાખવામાં આવ્યું
20 ટીમની આ ટુર્નામેન્ટમાં દરેક ટીમ ચાર ગ્રુપ મેચ રમશે. ત્યારબાદ સુપર-8 અને નોકઆઉટ સ્ટેજ રમાશે. પાકિસ્તાનને ગ્રુપ Aમાં ભારત સાથે રાખવામાં આવ્યું છે. વર્લ્ડકપ પહેલાં ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ રમશે
વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની T20I સિરીઝ રમશે. આ સિરીઝ ગદ્દાફી સ્ટેડિયમ, લાહોરમાં 29 અને 31 જાન્યુઆરી તથા 1 ફેબ્રુઆરીના રોજ રમાશે. ટીમનો તૈયારી કેમ્પ આજથી શરૂ થઈ રહ્યો છે. ICCએ PCBને ચેતવણી આપી, જો પાકિસ્તાને T20 વર્લ્ડકપ છોડ્યો તો PSLની NOC છિનવાઈ જશે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી બહાર થાય છે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો…