વર્લ્ડકપ પહેલાં ઓસ્ટ્રેલિયન ટીમ પાકિસ્તાન પહોંચી:3 T20 મેચની સિરીઝ રમશે; કમિન્સ, મેક્સવેલ અને હેઝલવુડ રમી રહ્યા નથી
મિચેલ માર્શની આગેવાની હેઠળ ઓસ્ટ્રેલિયન ટીમ બુધવારે લાહોર પહોંચી ગઈ. જ્યાં તે પાકિસ્તાન સામે 3 T20 મેચની સિરીઝ રમશે. આ સિરીઝ એવા સમયે રમાઈ રહી છે. જ્યારે 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનના રમવા પર શંકા છે. કાંગારૂઓ માટે આ સિરીઝ વર્લ્ડ કપની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. તેને પાકિસ્તાનની તૈયારીઓના અંતિમ તબક્કા તરીકે જોવામાં આવી રહી છે. સિરીઝની પહેલી મેચ 29 જાન્યુઆરીએ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે. પાકિસ્તાની ટીમને સરકારની મંજૂરીની રાહ?
પાકિસ્તાની ટીમને ભારત અને શ્રીલંકામાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં રમવા માટે સરકારની મંજૂરીની રાહ છે. જોવાનું એ રહેશે કે શું પાકિસ્તાની સરકાર પોતાની ટીમને વર્લ્ડ કપ રમવાની મંજૂરી આપે છે કે નહીં? પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પ્રમુખ મોહસિન નકવીએ વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથેની બેઠક બાદ કહ્યું હતું કે તમામ વિકલ્પો ખુલ્લા છે અને નિર્ણય શુક્રવાર અથવા આવતા સોમવાર સુધીમાં લેવામાં આવશે. ICCએ બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી હટાવ્યું
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને ત્યાંની વચગાળાની સરકારે સુરક્ષા ચિંતાઓને ટાંકીને ભારતમાં T20 વર્લ્ડ કપની મેચ રમવાનો ઇનકાર કર્યો હતો. આ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બાંગ્લાદેશના સ્થાને સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કર્યું હતું. પાકિસ્તાન તેનો વિરોધ કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના ઘણા સિનિયર ખેલાડીઓ રમી રહ્યા નથી
ઓસ્ટ્રેલિયાની ટીમ પેટ કમિન્સ સહિત તેના કેટલાક અનુભવી ખેલાડીઓ વિના લાહોર પહોંચી છે. વર્લ્ડ કપ પહેલા ઈજાઓમાંથી સાજા થવા માટે કમિન્સ, જોશ હેઝલવુડ, ગ્લેન મેક્સવેલ, ટિમ ડેવિડ અને નાથન એલિસને પાકિસ્તાન પ્રવાસમાંથી બહાર રાખવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 2022 પછી પહેલીવાર પાકિસ્તાનનો પ્રવાસ કરી રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ: મિચેલ માર્શ (કેપ્ટન), શોન એબોટ, ઝેવિયર બાર્ટલેટ, મહલી બિયર્ડમેન, કૂપર કોનોલી, બેન ડ્વાર્શિયસ, જેક એડવર્ડ્સ, કેમરન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), મેથ્યુ કુહનેમેન, મિચેલ ઓવેન, જોશ ફિલિપ (વિકેટકીપર), મેથ્યુ રેનશો, મેટ શોર્ટ, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝમ્પા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

