વર્લ્ડકપ પહેલાં સાઉથ આફ્રિકામાં T20 રમશે ઈન્ડિયન વુમન્સ ટીમ:એપ્રિલમાં બંને વચ્ચે 5 મેચ, 12 જૂનથી ઇંગ્લેન્ડમાં ICC ટુર્નામેન્ટ

Last Updated: January 21, 2026By

વુમન્સ T20 વર્લ્ડ કપ 2026 પહેલા ટીમ ઈન્ડિયા હવે સાઉથ આફ્રિકામાં 5 T20ની સિરીઝ રમશે. 17 થી 27 એપ્રિલની વચ્ચે ડરબન, જોહાનિસબર્ગ અને બેનોનીમાં પાંચેય મેચ રમાશે. ICC ટુર્નામેન્ટ 12 જૂનથી ઇંગ્લેન્ડમાં રમાશે. ઓસ્ટ્રેલિયા સામે પણ રમશે ભારત
ટીમ ઈન્ડિયાએ નવેમ્બર 2025માં વન-ડે વર્લ્ડ કપ જીત્યા બાદ ડિસેમ્બરમાં શ્રીલંકા સામે T20 સિરીઝ રમી. ભારતને તેમાં 5-0થી જીત મળી. ટીમ હવે ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે વન-ડે અને T20ની સિરીઝ રમશે. પછી એપ્રિલમાં સાઉથ આફ્રિકા સામે રમ્યા બાદ ટીમ વર્લ્ડ કપ પહેલા જ ઇંગ્લેન્ડમાં હોમ ટીમ સામે પણ T20 સિરીઝ રમશે. સાઉથ આફ્રિકા પણ 2 ટીમ સામે ટકરાશે
સાઉથ આફ્રિકાને ફેબ્રુઆરી-માર્ચમાં પાકિસ્તાન સામે T20 અને વન-ડે સિરીઝ રમવાની છે. ટીમ માર્ચ-એપ્રિલમાં ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરશે, પછી ઘરે પરત ફરીને ભારત સામે 5 T20 રમશે. 17 અને 19 એપ્રિલે ડરબનમાં 2 મેચ રમાશે. 22 અને 25 એપ્રિલે જોહાનિસબર્ગમાં 2 મેચ રમાશે. જ્યારે 27 એપ્રિલે બેનોનીમાં છેલ્લી T20 રમાશે. એક જ ગ્રુપમાં સાઉથ આફ્રિકા અને ભારત
વિમેન્સ T20 વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં 12 જૂનથી રમાશે. સાઉથ આફ્રિકા અને ભારત બંને ગ્રુપ-1માં છે. આ ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ક્વોલિફાયર સ્ટેજમાંથી આવનારી 2 ટીમ પણ રહેશે. સાઉથ આફ્રિકા છેલ્લા 3 ICC વર્લ્ડ કપથી ફાઇનલ હારી રહ્યું છે. ટીમને T20 ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે હાર મળી, જ્યારે વન-ડેમાં તેમને ભારતે ખિતાબી મુકાબલામાં હરાવ્યા. બીજી તરફ, ઈન્ડિયા વુમન્સ 2020માં એક જ વાર T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ત્યાં તેમને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.