વર્લ્ડ કપ બહિષ્કારથી બાંગ્લાદેશને કરોડોનું નુકસાન થશે:શું ICC પ્રતિબંધ પણ લગાવી શકે છે, ભારતને કેટલું નુકસાન?

Last Updated: January 23, 2026By

BCCIને ક્યારેક મોટા ભાઈ સમાન માનનાર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે હવે ભારતમાં જ રમવાની ના પાડી દીધી છે. જ્યારે પાકિસ્તાન પણ કહી રહ્યું છે કે અમે બાંગ્લાદેશનો સાથ આપીશું. ભારત-શ્રીલંકાની યજમાનીમાં યોજાનાર T20 વર્લ્ડ કપ શરૂ થવામાં માત્ર 2 અઠવાડિયા બાકી છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશના બહિષ્કારથી તેમને શું નુકસાન થશે, શું પાકિસ્તાન પણ મેચ નહીં રમે અને ભારત પર શું અસર પડશે; જાણીશું ભાસ્કર એક્સપ્લેનરમાં… સવાલ-1: બાંગ્લાદેશે વર્લ્ડ કપનો બહિષ્કાર શા માટે કર્યો?
જવાબ: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ એટલે કે BCBએ સુરક્ષાનો હવાલો આપતા ભારતમાં ન રમવાનો નિર્ણય કર્યો છે. BCB ઇચ્છતું હતું કે તેમની T20 વર્લ્ડ કપ મેચ શ્રીલંકામાં થાય, પરંતુ ICCએ તેનો ઇનકાર કરી દીધો. બાંગ્લાદેશના સ્પોર્ટ્સ એડવાઈઝર આસિફ નઝરુલે કહ્યું, ‘અમે વર્લ્ડ કપ રમવા માંગીએ છીએ, પરંતુ ભારતમાં અમારા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની સુરક્ષાને લઈને ચિંતા છે.’ સુરક્ષા સંબંધિત આ કારણ ઉપરાંત, બાંગ્લાદેશી ટીમ ભારતમાં ન આવવાના 2 છુપાયેલા કારણો પણ છે… 1. મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી બહાર કરવો IPL ટીમ KKRએ બાંગ્લાદેશી પેસર મુસ્તફિઝુર રહેમાનને 9.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો, પરંતુ ભારતમાં તેનો વિરોધ થવા લાગ્યો. BCCIએ KKRને તેને રિલીઝ કરવા કહ્યું. 3 જાન્યુઆરીએ KKRએ તેમ કર્યું. BCBએ તેને અપમાન માન્યું અને IPLના ટેલિકાસ્ટ પર પ્રતિબંધ મૂક્યો. અહીંથી જ આ વિવાદ શરૂ થયો. 2. ભારત-બાંગ્લાદેશમાં બગડતી પરિસ્થિતિ અને સંબંધો છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારત અને બાંગ્લાદેશના રાજદ્વારી સંબંધો ખૂબ જ ખરાબ થયા છે. બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા અને હત્યા થયા બાદ ભારતમાં બાંગ્લાદેશી ખેલાડીઓ અને કલાકારોના વિરોધની વાત થવા લાગી. બગડતા માહોલનો હવાલો આપતા બાંગ્લાદેશ સરકારે ટીમ મોકલવાની ના પાડી દીધી. જોકે, BCBના પ્રમુખ અમીનુલ ઇસ્લામ બુલબુલે કહ્યું કે અમે ICC સાથે ફરી એકવાર વાત કરીશું અને કહીશું કે તેઓ અમારી ચિંતાઓ પર ધ્યાન આપે. બાંગ્લાદેશ આ મુદ્દે પોતાની લડાઈ ચાલુ રાખશે. બાંગ્લાદેશના બહિષ્કારના નિર્ણય પછી હવે તેની જગ્યાએ સ્કોટલેન્ડની ટીમ T20 વર્લ્ડ કપમાં રમી શકે છે. સવાલ-2: વર્લ્ડ કપ ન રમવાથી બાંગ્લાદેશને શું-શું નુકસાન થશે?
જવાબ: વર્લ્ડ કપ ન રમવાથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડથી લઈને બાંગ્લાદેશમાં બિઝનેસને મોટું નુકસાન થઈ શકે છે… પાર્ટનરશીપ ફી નહીં મળે, બોર્ડને નુકસાન મેચ જીતવા પર પણ ફી મળે છે, તેનું નુકસાન સ્પોન્સર અને કોમર્શિયલ લોસ રેન્કિંગ પર અસર ભાસ્કર ડિજિટલના સ્પોર્ટ્સ જર્નલિસ્ટ બિક્રમ પ્રતાપ સિંહના મતે બાંગ્લાદેશે પાકિસ્તાનથી પ્રભાવિત થઈને નિર્ણય તો લઈ લીધો કે તે વર્લ્ડ કપનો બહિષ્કાર કરશે પરંતુ ICCમાં પાકિસ્તાનનો હજુ પણ દબદબો છે. ભારત-પાકિસ્તાન મેચથી આખા વર્લ્ડ કપની 25% સુધીની આવક આવે છે પરંતુ બાંગ્લાદેશ સાથે આવું નથી. તેમણે વર્લ્ડ કપનો બહિષ્કાર કરીને પોતાનું જ નુકસાન કર્યું છે. જોકે, BCBની ફાઇનાન્સ કમિટીના પ્રમુખ અને વચગાળાની સરકારના સ્પોર્ટ્સ એડવાઇઝર નઝમુલ હુસૈને તાજેતરમાં કહ્યું હતું કે બાંગ્લાદેશના વર્લ્ડ કપ ન રમવાથી બોર્ડને કોઈ નુકસાન થશે નહીં. જે નુકસાન થશે તે ખેલાડીઓને થશે. સવાલ-3: વર્લ્ડ કપ ન રમવાથી બાંગ્લાદેશના ખેલાડીઓને શું નુકસાન થશે
જવાબ: વર્લ્ડ કપ ન રમવાથી બાંગ્લાદેશી ખેલાડીઓની કારકિર્દી અને ફાઇનાન્સને નુકસાન થશે… દરેક ખેલાડીને સાડા સાત લાખનું નુકસાન રેન્કિંગ પર અસર સ્પોન્સર્સનું પાછળ હટવું સવાલ-4: શું ICC બાંગ્લાદેશ ટીમ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી શકે છે?
જવાબ: ICC પાસે કાર્યવાહી કરવાનો અધિકાર છે. ICCના નિયમો અનુસાર વર્લ્ડ કપનો બહિષ્કાર, મેમ્બર્સ પાર્ટિસિપેશન એગ્રીમેન્ટ વિરુદ્ધ છે. આવા કિસ્સાઓમાં ICC આર્થિક દંડથી લઈને સભ્યપદ રદ કરવા સુધીનો નિર્ણય લઈ શકે છે. આ પહેલાં પણ ICC કડક પગલાં લઈ ચૂકી છે. 2019માં ઝિમ્બાબ્વે ક્રિકેટને રાજકીય દખલગીરીને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું, જેના કારણે તે 2020માં કોઈ ICC ટુર્નામેન્ટ રમી શક્યું ન હતું. જો ICCને લાગશે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે રાજકારણીઓના દબાણમાં નિર્ણય લીધો છે, તો ICCના સભ્ય તરીકે તેના સસ્પેન્શન પર વિચાર કરી શકાય છે. જો બાંગ્લાદેશની ટીમ ટુર્નામેન્ટમાંથી હટી જાય છે, તો ICC તેને ગ્રૂપ સ્ટેજમાં ભાગીદારી માટે મળતા લગભગ 3 લાખ ડોલર પણ નહીં આપે. આ ઉપરાંત, બોર્ડને ICC તરફથી મળતો 30–40 મિલિયન ડોલરનો વાર્ષિક હિસ્સો પણ રોકી શકાય છે. આ ઉપરાંત, ICC ભવિષ્યમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પાસેથી મોટી ટુર્નામેન્ટ્સની યજમાનીનો અધિકાર પણ છીનવી શકે છે. આનાથી ઈન્ટરનેશનલ સ્પોન્સરશિપ પર અસર પડશે. સવાલ-5: શું પાકિસ્તાન પણ વર્લ્ડ કપનો બહિષ્કાર કરી શકે છે?
જવાબ: પાકિસ્તાન દ્વારા વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની શક્યતા ઓછી છે. કારણ કે તેમની મેચ ભારતમાં ન થવાનું પહેલેથી જ નક્કી છે. પાકિસ્તાનની તમામ મેચ શ્રીલંકામાં શેડ્યૂલ છે. મીડિયા રિપોર્ટ્સ પણ છે કે પાકિસ્તાન ભલે બાંગ્લાદેશનો સાથ આપશે, પરંતુ વર્લ્ડ કપનો બહિષ્કાર નહીં કરે. ટેલિકોમ એશિયા સ્પોર્ટ્સ દ્વારા PCB સૂત્રોને ટાંકીને લખવામાં આવ્યું છે કે પાકિસ્તાન વર્લ્ડ કપ ન રમવા જેવા પગલાં નહીં ભરે. 20 જાન્યુઆરીએ પણ આવા સમાચાર PCB ચેરમેન મોહસિન નકવીને ટાંકીને લખવામાં આવ્યા હતા. જોકે, 22 જાન્યુઆરીએ પાકિસ્તાની ન્યૂઝ આઉટલેટ જિયો ન્યૂઝમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, PCB સૂત્રોનું કહેવું છે કે જો બાંગ્લાદેશ ભારત જવાની ના પાડે છે તો પાકિસ્તાન પણ બહિષ્કાર કરશે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે PCBને બહિષ્કાર કરવાની સલાહ પણ આપી હતી. સવાલ-6: બાંગ્લાદેશના બહિષ્કાર કરવાથી શું ભારતને પણ કોઈ નુકસાન થઈ શકે છે?
જવાબ: બાંગ્લાદેશના વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાથી ભારત કરતાં બાંગ્લાદેશને જ વધુ નુકસાન થશે. આનાથી ભવિષ્યમાં હવે ભારત પણ બાંગ્લાદેશ સાથે બાઇલેટરલ સિરીઝ રમવાનો ઇનકાર કરી શકે છે. જ્યારે ભારત-બાંગ્લાદેશની મેચ થાય છે ત્યારે બાંગ્લાદેશના બ્રોડકાસ્ટર અને સ્પોન્સર સૌથી વધુ કમાણી કરે છે. IPLથી પણ તેઓ કમાણી કરે છે. ભારત સાથે સંબંધો બગાડીને BCB પોતાનું જ નુકસાન કરી રહ્યું છે. જોકે, મેચ ટિકિટ અને ટુરિઝમથી થતી કમાણીનું નુકસાન ભારતને ભોગવવું પડશે… ******************** બાંગ્લાદેશ ક્રિકેટ વિવાદ સંબંધિત આ સમાચાર પણ વાંચો… બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાની અણી પર: બોર્ડ બોલ્યું- ભારતમાં નહીં રમીએ; ICCએ ગઈકાલે કહ્યું હતું- ઈન્ડિયામાં જ રમવું પડશે બાંગ્લાદેશે ગુરુવારે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કરી દીધો છે, જેના પછી ટીમનું ટુર્નામેન્ટમાંથી બહાર થવું નક્કી માનવામાં આવી રહ્યું છે. એક દિવસ પહેલા જ ICC એ સ્પષ્ટ કર્યું હતું કે બાંગ્લાદેશની તમામ ગ્રૂપ મેચ ભારતમાં જ રમાડવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો…