વિજય થલાપતિની 'જન નાયકન'ને મોટો ઝટકો:મદ્રાસ હાઇકોર્ટે સિંગલ જજના આદેશને રદ કર્યો, એક્ટરની છેલ્લી ફિલ્મની રિલીઝ અટકી પડી
સાઉથ સિનેમાના સુપરસ્ટાર વિજય થલપતિની મોસ્ટ-અવેટેડ ફિલ્મ ‘જન નાયકન’ની રિલીઝ પર હવે ફરી સસ્પેન્સ યથાવત છે. મદ્રાસ હાઈકોર્ટે મંગળવારે સિંગલ જજના તે આદેશને રદ કર્યો, જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને ફિલ્મને U/A સર્ટિફિકેટ આપવાનો સીધો આદેશ આપવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ મનિન્દ્ર મોહન શ્રીવાસ્તવ અને જસ્ટિસ જી અરુલ મુરુગનની ડિવિઝન બેન્ચે કેસને પાછો સિંગલ જજ પાસે મોકલી આપ્યો. કોર્ટનું કહેવું છે કે, ‘સેન્સર બોર્ડને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરી તક મળવી જોઈતી હતી.’ સેન્સર બોર્ડે થલાપતિ વિજયની ફિલ્મ પર છેલ્લી ઘડીએ બ્રેક લગાવી દીધી ડિરેક્ટર એચ. વિનોદની આ ફિલ્મ મૂળ રૂપે 9 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ CBFCએ છેલ્લી ઘડીએ બ્રેક લગાવી દીધી. સિંગલ જસ્ટિસ પીટી આશાએ 9 જાન્યુઆરીએ પ્રોડ્યુસર KVN પ્રોડક્શન્સની અરજી પર CBFCને સર્ટિફિકેટ જારી કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તે જ દિવસે ડિવિઝન બેન્ચે સ્ટે લગાવી દીધો. હવે નવી સુનાવણી થશે, જેનાથી રાજકારણમાં એન્ટ્રી પહેલા વિજયની આ છેલ્લી ફિલ્મ વધુ મોડી પડશે. CBFC વિના કોઈ ફિલ્મ થિયેટરોમાં ચાલી શકતી નથી. ફિલ્મમાં સેના વિરોધ અને ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડતા દ્રશ્યો હોવાનો આરોપ કેસ ત્યારે જટિલ બન્યો, જ્યારે તપાસ સમિતિના જ એક સભ્યએ ફરિયાદ કરી. દાવો છે કે ફિલ્મમાં કેટલાક દ્રશ્યો ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને સેનાની છબી ખરાબ કરે છે. અગાઉ સમિતિએ કેટલાક કટ પછી UA પ્રમાણપત્રની ભલામણ કરી હતી, પરંતુ અધ્યક્ષે તેને સમીક્ષા સમિતિ પાસે મોકલી દીધું. 20 જાન્યુઆરીએ કોર્ટે સુનાવણી પછી આદેશ અનામત રાખ્યો હતો. હાલમાં ‘જન નાયકન’ રિલીઝ માટે રાહ જોઈ રહી છે. વિજય TVK પાર્ટી સાથે ફુલ-ટાઇમ રાજકારણમાં ઝંપલાવવાના છે, આવા સંજોગોમાં આ વિલંબ તેના ચાહકો તેમજ કારકિર્દી પર પણ ભારે પડી શકે છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, ‘સર્ટિફિકેશન પ્રક્રિયામાં ઉતાવળ નહીં, સેન્સર બોર્ડને પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળવી જોઈએ.’ હવે આ મામલે સિંગલ બેન્ચ ફરીથી સુનાવણી કરશે અને નિર્ણય આપશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

