વૈભવ સૂર્યવંશીએ એક જ ઇનિંગથી અધધધ…રેકોર્ડ્સ તોડ્યા:અંગ્રેજોની ધોલાઈ કરીને પાકિસ્તાની બેટરને પાછળ છોડ્યો; સૌથી વધુ છગ્ગાના મામલે 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

Last Updated: February 6, 2026By

14 વર્ષના વૈભવ સૂર્યવંશીનું નામ હવે ઘર-ઘરમાં જાણીતું છે. દરેક મેચ…દરેક ટુર્નામેન્ટમાં કંઈક ને કંઈક રીતે તે કમાલ કરી દેખાડે છે. U-19 વર્લ્ડ કપની ફાઈનલમાં તેણે અંગ્રેજોને જે રીતના લાચાર કર્યા છે એ દરેક બાળક, દરેક યુવા, દરેક વૃદ્ધ યાદ રાખશે. ઇંગ્લેન્ડ સામે વૈભવની તોફાની ઇનિંગ અત્યારસુધીની સૌથી બેસ્ટ ઇનિંગ રહી છે. તેણે 80 બોલમાં 175 રન ફટકાર્યા. તેની આ વિસ્ફોટક બેટિંગમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગા સામેલ હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 218.75 રહ્યો હતો. આ ફાઈનલમાં તેણે રેકોર્ડ્સ તોડવાની વણજાર સર્જી દીધી હતી. સૌથી પહેલા ગ્રાફિકમાં વૈભવની ઇનિંગ જુઓ… ચાલો હવે એક પછી એક તેના રેકોર્ડ્સ વિશે જાણીએ… 1. ફાઈનલમાં સદી ફટકારનારો ત્રીજો ભારતીય વૈભવ સૂર્યવંશી U-19 વર્લ્ડ કપ ફાઈનલમાં સેન્ચુરી ફટકારનારો ત્રીજો ભારતીય બન્યો છે. તેની પહેલાં 2012માં કેપ્ટન ઉન્મુકત ચંદે ઓસ્ટ્રેલિયા સામે 111* રન બનાવ્યા હતા. જ્યારે મનજોત કાલરાએ 101* રનની ઇનિંગ 2018માં ઓસ્ટ્રેલિયા સામે જ રમી હતી. આ બન્ને સેન્ચુરી રનચેઝમાં આવી હતી. 2. વૈભવે અંડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા વૈભવ સૂર્યવંશી હવે અંડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર બની ગયો છે. આ ટુર્નામેન્ટમાં વૈભવે કુલ 30 છગ્ગા ફટકારીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. વૈભવે સાઉથ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસ અને ન્યૂઝીલેન્ડના ફિન એલનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બ્રેવિસે 2022ની એડિશનમાં 18 છગ્ગા માર્યા હતા, જ્યારે ફિન એલને 2016 અને 2018ની એડિશન મળીને કુલ 18 છગ્ગા ફટકાર્યા હતા. વૈભવની આ સિદ્ધિ ખરેખર અવિશ્વસનીય છે, કારણ કે તેણે માત્ર એક જ ટુર્નામેન્ટમાં આ બંને મોટા પ્લેયર્સને ઘણા મોટા અંતરથી પાછળ છોડી દીધા છે. 3. વૈભવની વર્લ્ડ કપમાં બીજી ફાસ્ટેસ્ટ સેન્ચુરી વૈભવ સૂર્યવંશીએ U19 વર્લ્ડ કપમાં બીજી ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી છે. તેણે ઇંગ્લેન્ડ સામે ફાઈનલમાં 55 બોલમાં પોતાની સદી પૂરી કરી. તેણે પાકિસ્તાનના કાસિમ અકરમને પાછળ છોડ્યા છે. આ લિસ્ટમાં પહેલા નંબરે ઓસ્ટ્રેલિયાનો વિલ મલાઝચુક છે. તેણે આ ટુર્નામેન્ટમાં ગ્રુપ સ્ટેજમાં જાપાન સામે 51 બોલમાં સદી પૂરી કરી હતી. 4. એક જ ઇનિંગમાં સૌથી વધુ સિક્સ ફટકારી 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ એક જ ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો પણ રેકોર્ડ તોડ્યો છે. તેણે ઇંગ્લેન્ડ સામે ફાઈનલમાં ટોટલ 15 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તેણે ઓસ્ટ્રેલિયાના માઇકલ હિલનો રેકોર્ડ તોડ્યો છે. તેમણે 2008માં નામિબિયા સામે 12 સિક્સ ફટકારી હતી.