શિયાળાની ઠંડીમાં ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ વેજ સ્પ્રિંગ રોલ્સ, જાણો ક્રિસ્પી બનાવવાની સિક્રેટ રીત

Last Updated: January 28, 2026By

આજકાલ લોકોમાં ચાઈનીઝ ખાવાનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. સામાન્ય રીતે ભારતીય રસોડામાં નાસ્તામાં પરાઠા, પૌઆ કે બ્રેડ જેવી વાનગીઓ બનતી હોય છે, કારણ કે સમયના અભાવે લોકો ફટાફટ બની જતો નાસ્તો પસંદ કરે છે. પરંતુ જો તમે રૂટિન કરતા કંઈક અલગ અને ટેસ્ટી ખાવા ઈચ્છતા હોવ, તો વેજ સ્પ્રિંગ રોલ્સ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. ખાસ કરીને શિયાળાની આ ગુલાબી ઠંડીમાં ગરમા-ગરમ અને સ્પાઈસી ચાઈનીઝ નાસ્તો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.

શુદ્ધતા અને ક્રંચ માટે ‘તિરુપતિ તેલ’

ઘણીવાર લોકોને ચિંતા હોય છે કે તળેલો નાસ્તો સ્વાસ્થ્ય બગાડી શકે, પણ જો રસોઈમાં શુદ્ધ અને ગુણવત્તાયુક્ત તેલનો ઉપયોગ થાય તો આ ચિંતા દૂર થઈ જાય છે. વેજ સ્પ્રિંગ રોલ્સને સુપર ક્રિસ્પી બનાવવા માટે તિરુપતિ તેલ શ્રેષ્ઠ છે.

જરૂરી સામગ્રી

પડ બનાવવા માટે: 1 કપ મેંદો, 2 ચમચી તિરુપતિ તેલ, સ્વાદ પ્રમાણે મીઠું, જરૂર મુજબ પાણી
સ્ટફિંગ માટે: કોબીજ, ગાજર, કાંદા, કેપ્સીકમ, આદુ-લસણ-મરચાની પેસ્ટ, સોયા સોસ, ચીલી સોસ, સેઝવાન સોસ અને મરી પાવડર.
તળવા માટે: તિરુપતિ તેલ.

બનાવવાની રીત

સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો લો. તેમાં મીઠું અને ૨ ચમચી તિરૂપતિ તેલ નાખી મિક્સ કરો. હવે જરૂર મુજબ પાણી લોટ બાંધી લો. આ લોટને ૧૦ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપો.

લોટ સેટ થઈ જાય એટલે તેના નાના લુઆ બનાવો. હવે તેની પાતળી રોટલી વણી લો. આ રોટલીને ગરમ તવા પર કાચી-પાકી શેકી લો (વધારે ચડવા દેવી નહીં).

એક નોનસ્ટિક પેનમાં ૨ ચમચી તિરૂપતિ તેલ ગરમ કરો. તેમાં આદુ-લસણ-મરચાની પેસ્ટ નાખી ૧ મિનિટ સાંતળો. હવે તેમાં કાંદા, કેપ્સીકમ અને ગાજર ઉમેરો. ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી તેમાં સોયા સોસ, ચીલી સોસ, સેઝવાન સોસ, મરી પાવડર અને મીઠું ઉમેરી મિક્સ કરો. ત્યાર બાદ કોબીજ નાખી સાંતળો. શાકભાજીને વધારે ચડવા દેવા નહીં (ક્રંચી રાખવા).

ત્યારબાદ, રોલને પેક કરવા માટે એક નાની વાટકીમાં બે ચમચી મેંદો લો અને તેમાં થોડું પાણી ઉમેરી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટ રોલને તળતી વખતે ખૂલતા અટકાવશે.

હવે તૈયાર કરેલી એક કાચી-પાકી રોટલી લો. તેની એક સાઈડ પર તૈયાર કરેલું સ્ટફિંગ (પૂરણ) એક લાઈનમાં મૂકો. હવે રોટલીને બંને બાજુથી થોડી વાળી લો જેથી પૂરણ બહાર ન નીકળે, ત્યારબાદ તેને નળાકાર આકારમાં રોલ વાળવાનું શરૂ કરો. રોટલીના છેલ્લા છેડે તૈયાર કરેલી મેંદાની પેસ્ટ લગાવીને તેને બરાબર ચોંટાડી દો. આ રીતે બધા જ વેજ સ્પ્રિંગ રોલ તૈયાર કરી લો.

એક કઢાઈમાં તળવા માટે તિરૂપતિ તેલ ગરમ કરો. તેલ બરાબર ગરમ થાય એટલે મધ્યમ આંચ પર તૈયાર કરેલા રોલને ગોલ્ડન બ્રાઉન અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી વેજ સ્પ્રિંગ રોલ. તેને વચ્ચેથી કટ કરી ગરમાગરમ સૂપ અથવા તીખી સેઝવાન ચટણી સાથે સર્વ કરો. સ્પ્રિંગ રોલ્સને સુપર ક્રિસ્પી બનાવવાની સિક્રેટ ટિપ્સ એ છે કે તેને તિરુપતિ તેલમાં તળવા, જેથી તે ઓછું તેલ શોષે અને વધુ ક્રંચી બને.

બાળકોના લંચ બોક્સ કે સાંજની ભૂખ માટે આ એક બેસ્ટ નાસ્તો છે. રસોઈમાં શુદ્ધતા અને દરેક બાઈટમાં પરફેક્ટ ક્રંચ મેળવવા માટે તિરુપતિ તેલ છે શ્રેષ્ઠ પસંદ.

Disclaimer: આ એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે.

તિરુપતિ તેલ ખરીદવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://shop.tirupatioils.com/shop/