શ્રીલંકાના વર્લ્ડ કપ સ્ક્વોડમાં કામિન્દુ મેન્ડિસની વાપસી:ઈજાગ્રસ્ત ઈશાન મલિંગા પણ સામેલ, ધનંજય ડી સિલ્વાને સ્થાન નહીં; દાસુન શનાકા કેપ્ટન
શ્રીલંકાએ T20 વર્લ્ડ કપ માટે ફાઇનલ સ્ક્વોડ જાહેર કરી દીધો છે. ઇંગ્લેન્ડ સામે T20 રમનાર ધનંજય ડી સિલ્વાને બહાર કરીને કામિન્દુ મેન્ડિસની વાપસી થઈ છે. ઇજાગ્રસ્ત પેસર ઇશાન મલિંગા પણ ટીમનો હિસ્સો છે. ઓલરાઉન્ડર દાસુન શનાકા ટીમની કેપ્ટનશીપ કરશે. ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં રમાશે. કામિન્દુ ફોર્મમાં નથી
કામિન્દુ મેન્ડિસ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન સામેની છેલ્લી T20 સિરીઝનો ભાગ નહોતો. તે 2025માં 19.87ની સરેરાશથી માત્ર 159 રન જ બનાવી શક્યો. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ પણ 130.32નો જ રહ્યો. તે 12 મેચોમાં માત્ર 6 ઓવર જ બોલિંગ કરી શક્યો. કામિન્દુની ખાસિયત એ છે કે તે બંને હાથથી સ્પિન બોલિંગ કરી શકે છે. પ્લેઇંગ-11માં આવી શકે છે વેલ્લાલાગે
ધનંજય ડી સિલ્વાને બહાર કર્યા પછી ટીમ હવે 23 વર્ષીય લેફ્ટ આર્મ સ્પિન ઓલરાઉન્ડર દુનિથ વેલ્લાલાગેને પણ પ્લેઇંગ-11માં સામેલ કરી શકે છે. જોકે, તે શ્રીલંકા માટે માત્ર 6 T20 મેચ જ રમી શક્યો છે. તે વન-ડે ટીમમાં નિયમિત રહે છે, પરંતુ T20માં પોતાની જગ્યા નિશ્ચિત કરી શક્યો નથી. વેલ્લાલાગેને ફ્રેન્ચાઇઝી લીગમાં T20 રમવાનો અનુભવ ચોક્કસ છે. તેણે ઇમર્જિંગ એશિયા કપમાં શ્રીલંકા-Aની કેપ્ટનશીપ પણ કરી હતી. પવન રત્નાયકેને પણ સ્થાન
ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝમાં સદી ફટકારનાર બેટર પવન રત્નાયકેને પણ વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળ્યું છે. તે 4 T20માં માત્ર 45 રન જ બનાવી શક્યો છે. જોકે, તેનો સ્ટ્રાઈક રેટ 145થી વધુ રહ્યો હતો. જ્યારે ફાસ્ટ બોલર પ્રમોદ મદુષનને બહાર કરી દેવામાં આવ્યો. શ્રીલંકા 8 ફેબ્રુઆરીએ પ્રથમ મેચ રમશે
શ્રીલંકા ગ્રુપ-Bમાં ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, ઓમાન અને ઝિમ્બાબ્વે સાથે છે. ટીમ ગ્રુપ સ્ટેજમાં તેની તમામ મેચ હોમ ગ્રાઉન્ડ પર જ રમશે. શ્રીલંકા 8 ફેબ્રુઆરીએ આયર્લેન્ડ સામે પ્રથમ મેચ રમશે. ટીમ 12 ફેબ્રુઆરીએ ઓમાન, 16 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા અને 19 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામે ટકરાશે. 2 મેચ કોલંબો અને 2 પલ્લેકેલેમાં રમાશે. શ્રીલંકાની સ્ક્વોડ
દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાંકા, કામિલ મિશારા, કુસલ મેન્ડિસ, કુસલ પરેરા, ચરિથ અસલંકા, કામિન્દુ મેન્ડિસ, જનિથ લિયાનાગે, પવન રત્નાયકે, દુનિથ વેલ્લાલાગે, વાનિન્દુ હસરંગા, મહીશ થિક્સાના, દુષ્મંથા ચમીરા, મથીશ પથિરાના અને ઈશાન મલિંગા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

