સંજુનો ડાઇવિંગ કેચ, અક્ષરની આંગળી લોહી લુહાણ:અભિષેકે ચોથી વાર 8+ સિક્સર ફટકારી, ન્યૂઝીલેન્ડ સામે ભારતનો હાઈએસ્ટ ટી-20 ટોટલ; રેકોર્ડ્સ-મોમેન્ટ્સ
ભારતે નાગપુરમાં રમાયેલી પ્રથમ T20 ઇન્ટરનેશનલમાં ન્યૂઝીલેન્ડને 48 રનથી હરાવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી. બુધવારે પ્રથમ બેટિંગ કરતા ભારતે 7 વિકેટે 238 રન બનાવ્યા, જે ન્યૂઝીલેન્ડ સામે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો T20 સ્કોર છે. ટાર્ગેટનો પીછો કરતા કીવી ટીમ 190 રન જ બનાવી શકી. આ જીતનો સૌથી મોટા હીરો અભિષેક શર્મા રહ્યો, જેણે 84 રનની ઇનિંગ રમી. આ દરમિયાન તેણે ચોથી વખત એક ઇનિંગમાં 8 કે તેથી વધુ છગ્ગા ફટકાર્યા. જ્યારે ન્યૂઝીલેન્ડની ઇનિંગની શરૂઆતમાં જ ભારતને મોટી સફળતા મળી, જ્યારે પ્રથમ ઓવરમાં સંજુ સેમસને ડેવોન કોનવેનો એક હાથે ડાઇવિંગ કેચ પકડી લીધો. વાંચો પ્રથમ T20ના ટોપ રેકોર્ડ્સ અને મોમેન્ટ્સ… 1. ન્યૂઝીલેન્ડ સામે ભારતનો સૌથી મોટો T20 સ્કોર નાગપુરમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે પોતાનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર 238/7 રન બનાવ્યો. આ પહેલા ભારતનો બેસ્ટ સ્કોર 234/4 રન હતો, જે અમદાવાદમાં 2023માં બન્યો હતો. ન્યૂઝીલેન્ડ સામે ભારતે 5 વખત 200+નો સ્કોર બનાવ્યો છે. 2. સૂર્યાએ 1774 દિવસમાં 100મી ટી-20 મેચ રમી સૂર્યકુમાર યાદવે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના ડેબ્યૂ પછી માત્ર 1774 દિવસમાં પોતાની 100મી ટી-20I મેચ રમી લીધી, જે પૂર્ણ સભ્ય દેશોના ખેલાડીઓમાં આ મુકામ સુધી પહોંચવાનો સૌથી ઝડપી રેકોર્ડ છે. આ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના બાબર આઝમના નામે હતો, જેને 100 ટી-20 રમવામાં 2410 દિવસ લાગ્યા હતા. 3. અભિષેકની ન્યૂઝીલેન્ડ સામે સૌથી ઝડપી T20 ફિફ્ટી અભિષેક શર્માએ T20માં ન્યૂઝીલેન્ડ સામે ભારત તરફથી સૌથી ઝડપી અડધી સદી ફટકારી. તેણે માત્ર 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ પહેલા આ રેકોર્ડ કેએલ રાહુલ (ઓકલેન્ડ, 2020) અને રોહિત શર્મા (હેમિલ્ટન, 2020)ના નામે હતો, જેણે 23-23 બોલમાં અડધી સદી ફટકારી હતી. અભિષેક 25 કે તેથી ઓછા બોલમાં સૌથી વધુ વખત અડધી સદી ફટકારનાર બેટ્સમેન પણ બન્યો. તેણે આ કારનામું 8 વખત કર્યું છે. અભિષેક પછી ફિલ સોલ્ટ, સૂર્યકુમાર યાદવ અને એવિન લુઈસ બીજા સ્થાને છે, જેણે 7-7 વખત 25 કે તેથી ઓછા બોલમાં ફિફ્ટી પૂરી કરી છે. 4. અભિષેકે ચોથી વાર પોતાની ઇનિંગ્સમાં 8+ સિક્સર ફટકારી ટી-20 ઇન્ટરનેશનલમાં ભારત માટે 8 કે તેથી વધુ સિક્સરવાળી ઇનિંગ્સની વાત કરીએ તો, અભિષેક શર્મા આ યાદીમાં સૌથી આગળ નીકળી ગયો છે. તેણે અત્યાર સુધી 4 વાર આ કારનામું કર્યું છે, જ્યારે રોહિત શર્મા અને સંજુ સેમસન 3-3 ઇનિંગ્સ સાથે તેની પાછળ છે. અભિષેક શર્માએ ટી-20 ક્રિકેટ (ઇન્ટરનેશનલ અને લીગ ક્રિકેટ સહિત)માં પોતાના 5000 રન પણ પૂરા કર્યા છે. હવે મોમેન્ટ્સ… 1. 805 દિવસ પછી વાપસી પર ઈશાનનો ચોગ્ગો ઈશાન કિશને આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં 805 દિવસ પછી વાપસી કરતાની સાથે જ ચોગ્ગો ફટકાર્યો. તેણે કાઈલ જેમિસનની ફુલ લેન્થ ડિલિવરીને લોંગ ઓફ ઉપરથી શાનદાર ચોગ્ગા માટે મોકલી. જોકે, ઈશાન 8 રન બનાવીને આઉટ થઈ ગયો. તેને જેકબ ડફીએ માર્ક ચેપમેનના હાથે કેચ આઉટ કરાવીને પેવેલિયન મોકલ્યો. આ પહેલા ઈશાને નવેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે તેની છેલ્લી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. 2. સૂર્યા, હાર્દિક અને ઈશાને પોતાની પહેલી બોલ પર ચોગ્ગો ફટકાર્યો ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ પોત-પોતાની પહેલી જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો. ઈશાને જેમિસનની ફુલ લેન્થ બોલ પર સીધો શોટ રમ્યો. બોલ ઇનફિલ્ડ ઉપરથી નીકળીને બાઉન્ડ્રી સુધી પહોંચી ગયો. ત્યારબાદ સૂર્યકુમાર યાદવે ક્રીઝ પર આવતા જ આગળ વધીને જેકબ ડફીના શોર્ટ ઓફ લેન્થ બોલ પર કવર દ્વારા ક્લાસિક બેકફૂટ ડ્રાઇવ લગાવ્યો. જ્યારે હાર્દિક પંડ્યાએ સ્પિનર મિચેલ સેન્ટનર પર પહેલી જ બોલ પર આગળ વધીને સીધો શોટ રમ્યો અને ચોગ્ગો મળ્યો. 3. સંજુએ એક હાથે કેચ પકડ્યો ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની બીજી જ બોલ પર અર્શદીપ સિંહે ડેવોન કોનવેને પેવેલિયન ભેગો કરી દીધો. ફુલ લેન્થ બોલ પર કોનવેએ કવર ડ્રાઇવ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના બેટની કિનારી લઈને વિકેટકીપર તરફ ગયો. સંજુ સેમસને ડાબી બાજુ ડાઇવ લગાવી અને એક હાથે જમીનની ખૂબ નજીક શાનદાર કેચ પકડ્યો. આ સાથે જ અર્શદીપે ટી-20 ઇન્ટરનેશનલમાં કોનવેને ચોથી વખત આઉટ કર્યો. કોનવે ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો. 4. રિંકુએ ચેપમેનનો કેચ છોડ્યો 11મી ઓવરમાં માર્ક ચેપમેનને જીવનદાન મળ્યું. જસપ્રીત બુમરાહના બોલ પર રિંકુ સિંહથી ચેપમેનનો કેચ છૂટી ગયો. કીવી બેટર મોટો શોર્ટ રમવા માગતા હતા, પરંતુ બોલ સ્ક્વેર લેગની ઉપર ઊંચો ઉછળ્યો, પરંતુ રિંકુ સિંહ ઊંચો કેચ પકડી શક્યો નહીં. 5. અક્ષર પટેલની આંગળી પર બોલ વાગ્યો 16મી ઓવરમાં અક્ષર પટેલની આંગળી પર બોલ વાગ્યો. આથી તેને મેદાનની બહાર જવું પડ્યું. અભિષેક શર્માએ તેની ઓવર પૂરી કરી. ડેરિલ મિચેલે બોલની દિશામાં ઝડપી શોટ રમ્યો હતો. અક્ષરે તેને રોકવાનો પ્રયાસ કર્યો અને બોલ તે જ આંગળી પર વાગ્યો, જેનાથી તે બોલ સ્પિન કરાવે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

