સલમાન ખાનની એન્ટ્રીએ સુરતીઓને ગાંડા કર્યા:ભાઈજાનને જોવા એરપોર્ટથી લાલભાઈ સ્ટેડિયમ સુધી ફેન્સની ભીડ, ધક્કામુક્કી થતા અફરાતફરીનો માહોલ
ડાયમંડ સિટી સુરતમાં આજે બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનનું આગમન થતા જ શહેરના માહોલમાં ગરમાવો આવી ગયો હતો. ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લિગ (ISPL)ના પ્રમોશન અને મેચ માટે સલમાન ખાન સુરત આવતા તેમના ચાકહોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સલમાનની એક ઝલક મેળવવા એરપોર્ટથી લઈ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સુરત એરપોર્ટ પર ફેન્સનું ઘોડાપૂર
સલમાન ખાન સુરત એરપોર્ટ પર આવવાના હોવાના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ફેન્સ ત્યાં પહોંચી ગયા હતા. સલમાન એરપોર્ટથી બહાર આવતા જ ‘સલમાન… સલમાન…’, ‘ભાઈજાન… ભાઈજાન…’ના નારાથી પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભીડ એટલી પ્રચંડ હતી કે, સુરક્ષાકર્મીઓએ સલમાનને સુરક્ષિત રીતે ગાડી સુધી પહોંચાડવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ દરમિયાન ફેન્સમાં ધક્કામુક્કી થતા થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પેઇન્ટિંગ લઈ પરિવાર સાથે પહોંચ્યો ફેન્સ
આ દરમિયાન સલમાન ખાન પ્રત્યેની દીવાનગીના અનેક દૃશ્યો જોવા મળ્યા હતા. પરંતુ આ બધામાં એક યુવક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ ફેન્સ પોતાના આખા પરિવાર સાથે સલમાનને મળવા પહોંચ્યો હતો. તે પોતાના હાથે બનાવેલું સલમાન ખાનનું એક સુંદર પેઇન્ટિંગ લઈને આવ્યો હતો. હું સલમાન સરનો ખૂબ મોટો ફેન છું અને મેં ખાસ આ પેઇન્ટિંગ તેમના માટે બનાવ્યું છે. આજે મારા આખા પરિવાર સાથે તેમને જોવા માટે અહીં આવ્યો છું. સલમાનની એન્ટ્રીથી સ્ટેડિયમ હાઉસફૂલ થવાની શક્યતા
સલમાન ખાન ISPL (ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ) સાથે જોડાયેલા હોવાથી સુરતમાં આ લીગને લઇને ઉત્સાહ બમણો થઈ ગયો છે. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આયોજિત મેચોમાં સલમાનની હાજરીથી સ્ટેડિયમ હાઉસફૂલ રહેવાની શક્યતા છે. ખાનગી બાઉન્સર્સ અને સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
સલમાન ખાનની સુરક્ષા માટે ખાનગી બાઉન્સર્સ અને સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે તેની સુરક્ષાને ધ્યાને લઈને બુલેટપ્રૂફ કારમાં સુરત એરપોર્ટ પર સલમાનના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. ટેનિસ બોલ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે સલમાન ખાન સુરતની મુલાકાતે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

