સાવધાન! જો તમારા Chrome માં આ એક્સટેન્શન હોય તો અત્યારે જ હટાવો, ખાલી થઈ શકે છે બેંક એકાઉન્ટ!
ગૂગલે તાજેતરમાં તેના કરોડો યુઝર્સ માટે એક ગંભીર સુરક્ષા ચેતવણી જારી કરી છે. ગૂગલ વેબ સ્ટોર પર ઉપલબ્ધ કેટલાક લોકપ્રિય બ્રાઉઝર એક્સટેન્શનમાં ખતરનાક વાયરસ (Malware) મળી આવ્યા છે. રિપોર્ટ અનુસાર, આ એક્સટેન્શનનો ઉપયોગ 1 લાખથી વધુ લોકો કરી રહ્યા છે, જેમના ખાનગી ડેટા અને નાણાકીય માહિતી પર હવે મોટું જોખમ તોળાઈ રહ્યું છે.
કેવી રીતે થાય છે ડેટાની ચોરી?
ગૂગલના સિક્યુરિટી ચેકમાં જાણવા મળ્યું છે કે આ એક્સટેન્શન યુઝર્સના ક્લિપબોર્ડ (Clipboard) ડેટાની ચોરી કરી શકે છે. એટલું જ નહીં, હેકર્સ આ વાયરસ દ્વારા તમારા કમ્પ્યુટર કે લેપટોપને રિમોટલી કંટ્રોલ પણ કરી શકે છે. તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી, પાસવર્ડ અને પ્રાઇવેટ નોટ્સ હવે સુરક્ષિત નથી.
કયા એક્સટેન્શનથી રહેવું સાવધ?
Good Tab: આ એક્સટેન્શન સૌથી વધુ જોખમી સાબિત થયું છે. તે સુરક્ષા ચેતવણી વગર અસુરક્ષિત લિંક્સ ખોલી નાખે છે, જેનાથી હેકર્સ તમારા ક્રિપ્ટો વોલેટ અને બેંકિંગ લૉગ-ઇન વિગતો મેળવી શકે છે.
Child Protection Extension: બાળકોની સુરક્ષાના નામે ચાલતું આ એક્સટેન્શન વાસ્તવમાં વેબસાઇટ કૂકીઝ અને લૉગ-ઇન આઈડી ચોરવાનું કામ કરે છે.
DPS Wensafe અને Stock Informer: આ એક્સટેન્શન તમારા સર્ચ રિઝલ્ટ સાથે છેડછાડ કરે છે અને તમને ખોટી અથવા જોખમી વેબસાઇટ્સ પર મોકલી શકે છે.
તમારે શું કરવું જોઈએ?
જો તમે ઉપર જણાવેલ કોઈપણ એક્સટેન્શન ઇન્સ્ટોલ કરેલું હોય, તો નીચે મુજબના પગલાં તરત જ લો:
એક્સટેન્શન ડિલીટ કરો: સૌ પ્રથમ Chrome બ્રાઉઝરના સેટિંગ્સમાં જઈને ‘Extensions’ મેનૂ ખોલો અને આ જોખમી લિસ્ટમાં રહેલા એક્સટેન્શનને ‘Remove’ કરો.
બ્રાઉઝર અપડેટ કરો: ગૂગલ ક્રોમ હંમેશા લેટેસ્ટ વર્ઝન પર હોવું જોઈએ. આ માટે બ્રાઉઝરમાં જમણી બાજુના ત્રણ ડોટ્સ પર ક્લિક કરો > Settings > About Chrome માં જઈને અપડેટ ચેક કરો.
પાસવર્ડ બદલો: જો તમે આ એક્સટેન્શનનો ઉપયોગ લાંબા સમયથી કરતા હોવ, તો તમારા મહત્વના એકાઉન્ટ્સ (જેમ કે બેંક, ઈમેલ) ના પાસવર્ડ બદલી નાખવા હિતાવહ છે.
ડિજિટલ યુગમાં સુવિધાની સાથે સાવધાની રાખવી પણ જરૂરી છે. કોઈપણ એક્સટેન્શન ડાઉનલોડ કરતા પહેલા તેના રિવ્યુ અને ડેવલપરની વિશ્વસનીયતા તપાસવી જોઈએ. ગૂગલની આ ચેતવણીને હળવાશમાં લેવી ભારે પડી શકે છે.
આ પણ વાંચોઃ ચેટિંગમાં પ્રાઇવસી કે છેતરપિંડી? WhatsAppના દાવાઓ પર અમેરિકામાં ઉઠ્યા ગંભીર સવાલો
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

