સાવધાન! શું તમે પણ યુઝ કરો છો આ Dating app ? વેલેન્ટાઈન ડે પહેલા એપ્સનો લિક થયો ડેટા!
વેલેન્ટાઇન ડે નજીક આવી રહ્યો છે ત્યારે પ્રેમના પંથ પર ચાલનારા યૂઝર્સ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. Bumble અને Match Group જેવી દુનિયાની જાણીતી ડેટિંગ એપ્સ પર એક મોટો સાયબર હુમલો થયો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, હેકર્સે આ પ્લેટફોર્મ્સને નિશાન બનાવીને લાખો યૂઝર્સના ડેટા પર જોખમ ઊભું કર્યું છે. આ હુમલા બાદ અમેરિકન સુરક્ષા એજન્સીઓએ સાવચેતીના પગલાં લેવા માટે એલર્ટ જાહેર કર્યું છે.
કઈ રીતે થયો આ સાયબર એટેક?
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, Bumble પરનો હુમલો એક ફિશિંગ એટેક હતો. હેકર્સે કંપનીના એક કોન્ટ્રાક્ટરના અકાઉન્ટમાં ઘૂસણખોરી કરી હતી, જેના કારણે તેમને Bumbleના આંતરિક નેટવર્કનો એક્સેસ મળી ગયો હતો. જોકે, કંપનીએ દાવો કર્યો છે કે આ એક્સેસ મર્યાદિત સમય માટે હતો અને કોઈ યૂઝરના પર્સનલ અકાઉન્ટને નુકસાન થયું નથી.
ખાનગી વાતચીત લીક થયાના પુરાવા મળ્યા નથીઃ પ્રવક્તાની સ્પષ્ટતા
બીજી તરફ, Match Group (જે Tinder અને Hinge જેવી એપ્સ ચલાવે છે) પર 16 જાન્યુઆરીએ હુમલો થયો હતો. આ હુમલાની જવાબદારી કુખ્યાત હેકર ગ્રુપ ‘ShinyHunters’ એ લીધી છે. જોકે કંપનીના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે હજુ સુધી કોઈ નાણાકીય માહિતી કે ખાનગી વાતચીત લીક થયાના પુરાવા મળ્યા નથી. આ ઉપરાંત, Panera Bread અને CrunchBase જેવા પ્લેટફોર્મ્સ પણ આ સાયબર હુમલાની ઝપેટમાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
સોશિયલ એન્જિનિયરિંગ,હેકર્સની નવી ચાલ
એક્સપર્ટ્સનું માનવું છે કે આ માત્ર ડેટા ચોરી નથી, પરંતુ એક મોટું ‘સોશિયલ એન્જિનિયરિંગ’ કેમ્પેઈન હોઈ શકે છે. હેકર્સ તમારી પ્રોફાઈલ, લોકેશન અને પસંદ-નાપસંદની વિગતો મેળવીને ભવિષ્યમાં તમને બ્લેકમેલ કરી શકે છે અથવા નકલી પ્રોફાઈલ બનાવીને છેતરપિંડી કરી શકે છે.
તમારી સુરક્ષા માટે શું કરશો?
જો તમે પણ કોઈ ડેટિંગ એપનો ઉપયોગ કરો છો, તો અત્યારે જ આ ૩ પગલાં ભરો:
પાસવર્ડ બદલો: તરત જ તમારા અકાઉન્ટનો પાસવર્ડ બદલી નાખો. પાસવર્ડમાં આંકડા, સ્પેશિયલ કેરેક્ટર અને કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરો.
Two-Factor Authentication (2FA): તમારા સેટિંગ્સમાં જઈને ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ કરો. આનાથી જો હેકર પાસે તમારો પાસવર્ડ હશે, તો પણ તે તમારા ફોન પર આવતા OTP વગર લોગ-ઈન નહીં કરી શકે.
ખાનગી માહિતી શેર ન કરો: કોઈપણ અજાણી વ્યક્તિ સાથે તમારી બેંક ડિટેલ્સ, ઘરનું એડ્રેસ કે ખૂબ જ અંગત તસવીરો શેર કરવાનું ટાળો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

