સાવધાન! ChatGPT હવે તમારા સર્ચ બિહેવિયર પરથી નક્કી કરશે તમારી ઉંમર, જાણો નવું સેફ્ટી કંટ્રોલ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI ની દુનિયામાં ક્રાંતિ લાવનાર કંપની OpenAI હવે તેના લોકપ્રિય ચેટબોટ ChatGPT ને વધુ સુરક્ષિત બનાવવા જઈ રહી છે. ખાસ કરીને બાળકો અને કિશોરો માટે ડિજિટલ વાતાવરણ સુરક્ષિત રહે તે હેતુથી કંપની એજ પ્રિડિક્શન નામનું નવું ફીચર રોલઆઉટ કરી રહી છે. આ સિસ્ટમ યુઝરની સાચી ઉંમર ઓળખવામાં સક્ષમ હશે અને તે મુજબ જ કન્ટેન્ટ પીરસશે.
તમારી ઉંમર કઈ રીતે ઓળખશે ChatGPT?
ઘણા યુઝર્સ એકાઉન્ટ બનાવતી વખતે ખોટી જન્મતારીખ દાખલ કરતા હોય છે, પરંતુ હવે તે પૂરતું નથી. OpenAI મુજબ, સિસ્ટમ યુઝરના વર્તન પર નજર રાખશે. યુઝર કયા પ્રકારના પ્રશ્નો પૂછે છે, કેવા વિષયો પર રિસર્ચ કરે છે, દિવસના કયા સમયે વધુ એક્ટિવ રહે છે અને એકાઉન્ટ કેટલા સમયથી એક્ટિવ છે. આ તમામ ડેટાના આધારે AI અલ્ગોરિધમ યુઝરની ઉંમરનો સચોટ અંદાજ લગાવશે.
સગીરો માટે કયા કન્ટેન્ટ પર લાગશે પ્રતિબંધ?
જો સિસ્ટમને માલૂમ પડશે કે યુઝર 18 વર્ષથી ઓછી ઉંમરનો છે, તો ‘સેફ્ટી સેટિંગ્સ’ આપમેળે ઓન થઈ જશે. આવા યુઝર્સ નીચે મુજબના કન્ટેન્ટ એક્સેસ કરી શકશે નહીં.
હિંસા અને ક્રૂરતા: ગ્રાફિક હિંસા કે લોહિયાળ દ્રશ્યો સંબંધિત માહિતી.
ખતરનાક વાયરલ ચેલેન્જ: સોશિયલ મીડિયા પર ચાલતા એવા જોખમી પ્રયોગો જે જીવલેણ હોઈ શકે.
એડલ્ટ કન્ટેન્ટ: રોમેન્ટિક, સેક્સ્યુઅલ કે હિંસાત્મક રોલ-પ્લે.
માનસિક સ્વાસ્થ્ય: બોડી શેમિંગ, અનહેલ્ધી ડાયટિંગ કે સુંદરતાના એવા માપદંડો જે કિશોરોમાં લઘુતાગ્રંથિ પેદા કરે.
OpenAI નું માનવું છે કે 18 વર્ષથી વધુ ઉંમરના યુઝર્સને જ જટિલ રિસર્ચ, વીડિયો અને ઈમેજનું સંપૂર્ણ એક્સેસ મળવું જોઈએ. જો કોઈ યુઝર જાણીજોઈને ખોટી ઉંમર જણાવશે, તો સિસ્ટમ તેનું નિરીક્ષણ કરી તેની ઘણી સુવિધાઓ બ્લોક અથવા બેન કરી શકે છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને AI ના દુરુપયોગ અને નુકસાનકારક કન્ટેન્ટથી બચાવીને એક તંદુરસ્ત ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
આ પણ વાંચોઃ Rabies Virus : સાવધાન! જીવલેણ બની શકે છે રેબીઝ વાયરસ, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાયો
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

