'સિકંદર'ની નિષ્ફળતા પર રશ્મિકા મંદાનાએ મૌન તૌડ્યું:એક્ટ્રેસે કહ્યું, 'મુરુગદાસ સરે સંભળાવેલી સ્ક્રિપ્ટ અલગ હતી, ફિલ્મ કંઈક અલગ બની'
સલમાન ખાન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘સિકંદર’ વર્ષ 2025ની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ હતી. ‘સિકંદર’એ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું અને ફિલ્મનો ખર્ચ પણ નીકળી શક્યો નહીં. હવે ફિલ્મની હિરોઈન રશ્મિકા મંદાનાએ ફિલ્મના ફ્લોપ થવા પર વાત કરી છે. ‘મને અલગ સ્ક્રિપ્ટ સંભળાવી હતી’ રશ્મિકાએ તાજેતરમાં તેલુગુ પત્રકાર પ્રેમા સાથે સિકંદર વિશે વાત કરી. તેણે ફિલ્મ વિશે વાત કરતા કહ્યું- ‘જ્યારે મુરુગદાસ સરે મને સ્ક્રિપ્ટ સંભળાવી હતી, ત્યારે તે ખરેખર ઘણી અલગ હતી. ચોક્કસ, પછી જે થયું તે ખૂબ જ અલગ હતું.’ ‘સામાન્ય રીતે ફિલ્મો સાથે આવું થાય છે. જ્યારે તમે કંઈક સાંભળો છો, ત્યારે તે એક વાર્તા હોય છે. પરંતુ ફિલ્મ બનાવતી વખતે, પર્ફોર્મન્સ, એડિટિંગ અને રિલીઝના સમયે વસ્તુઓ બદલાઈ જાય છે. ફિલ્મ બનવાની પ્રક્રિયામાં ફેરફાર ખૂબ જ સામાન્ય બાબત છે. સિકંદર સાથે પણ આવું જ થયું.’ નોંધનીય છે કે, સિકંદર ફ્લોપ થયા પછી ફિલ્મના ડિરેક્ટર એ આર મુરુગદાસે ભાષા અને સલમાન ખાનને આ માટે જવાબદાર ઠેરવ્યો હતો. તેમણે પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘મોટા સ્ટાર સાથે કામ કરવું સરળ નથી હોતું. દિવસના સીન માટે પણ રાત્રે શૂટ કરવું પડતું હતું, કારણ કે સલમાન રાત્રે 8 વાગ્યે સેટ પર આવતા હતા. અમને સવારે શૂટ કરવાની આદત છે, પરંતુ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવું થતું નથી.’ ભાષા પર વાત કરતા તેમણે કહ્યું હતું- ‘મારી માતૃભાષા તમિલમાં કામ કરવું એ મારી સૌથી મોટી તાકાત છે કારણ કે મને ખબર છે કે અહીં શું કામ કરે છે. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ કેપ્શન અને ડાયલોગનો ઉપયોગ કરીને યુવા પ્રેક્ષકોને આકર્ષી શકાય છે. પરંતુ કમનનસીબે, હું તેને અન્ય ભાષાઓમાં, ખાસ કરીને હિન્દીમાં કરી શકતો નથી. ત્યાં ફિલ્મની સફળતા માટે હું ફક્ત સ્ક્રીનપ્લે પર જ નિર્ભર રહી શકું છું.’ મુરુગદાસના આ આરોપો પર સલમાને ‘બિગ બોસ 19’માં પ્રતિક્રિયા આપતા તેમના પર કટાક્ષ કર્યો હતો. સલમાને કહ્યું હતું કે, તે મોડો આવતો હતો કારણ કે તેની પાંસળી તૂટી ગઈ હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી, જેના કારણે તેને સુરક્ષાની જરૂર હતી. પછી એક્ટરે મુરુગદાસની તે સમયે રિલીઝ થયેલી ફિલ્મ ‘મદ્રાસી’ પર કટાક્ષ કરતા કહ્યું કે ‘સિકંદર’ કરતાં મોટી બ્લોકબસ્ટર હતી અને તેમાં એક્ટર સવારે 6 વાગ્યે આવતો હતો, તેમ છતાં ફિલ્મ નિષ્ફળ રહી, જ્યારે ‘સિકંદર’નો પ્લોટ સારો હતો. નોંધનીય છે કે, એઆર મુરુગદાસ દ્વારા નિર્દેશિત તમિલ ફિલ્મ ‘મદ્રાસી’ 5 સપ્ટેમ્બર 2025 ના રોજ રિલીઝ થઈ હતી. લગભગ 200 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મમાં શિવકાર્તિકેયન મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ પણ ફ્લોપ રહી હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

