સૂર્યાએ કોહલીનો રેકોર્ડ તોડ્યો:સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ એવોર્ડ જીત્યો, USAએ 3 કેચ છોડ્યા; મોમેન્ટ્સ-રેકોર્ડ્સ
ભારતે T20 વર્લ્ડ કપમાં જીત સાથે શરૂઆત કરી છે. કેપ્ટન સૂર્યાએ માત્ર મેચ વિનિંગ ઇનિંગ્સ જ નહીં રમી, પરંતુ વિરાટ કોહલીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. તેઓ T20માં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર ભારતીય બન્યા. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી શનિવારની છેલ્લી મેચમાં ભારતે USAને 29 રનથી હરાવ્યું. USAએ ટૉસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી, પરંતુ તેમની ફિલ્ડિંગે મેચનો પાસો પલટી નાખ્યો. અમેરિકી ખેલાડીઓએ ત્રણ મહત્વના કેચ છોડી દીધા. ભારતે 20 ઓવરમાં 9 વિકેટે 161 રન બનાવ્યા, જેમાં સૂર્યકુમાર યાદવે 49 બોલમાં અણનમ 84 રન બનાવ્યા. 162 રનના ટાર્ગેટને ચેઝ કરતા USAની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 132 રન જ બનાવી શકી. સૂર્યાએ કેપ્ટન તરીકે પોતાની આઠમી T20I અડધી સદી ફટકારી અને આ સાથે કેપ્ટન તરીકે T20 ઇન્ટરનેશનલમાં 1000 રન પણ પૂરા કર્યા. IND Vs USA મેચના ટૉપ રેકોર્ડ્સ અને મોમેન્ટ્સ… 1. સૂર્યાએ 17મી વખત પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો T-20 ક્રિકેટમાં પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડના મામલે સૂર્યકુમાર યાદવ હવે ભારત માટે સૌથી આગળ નીકળી ગયો છે. તેણે 17મી વખત આ એવોર્ડ જીતીને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો, જેમના નામે 16 એવોર્ડ નોંધાયેલા હતા. આ યાદીમાં રોહિત શર્મા 14 સાથે ત્રીજા, અક્ષર પટેલ 8 સાથે ચોથા અને જસપ્રીત બુમરાહ 7 એવોર્ડ સાથે પાંચમા સ્થાને છે. રોહિત શર્મા પછી સૂર્યા બીજા ભારતીય કેપ્ટન બન્યા, જેને T-20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો. 2. ભારતે T-20 વર્લ્ડ કપમાં સતત 9 મેચ જીતી T20 વર્લ્ડ કપમાં ભારતની જીતનો સિલસિલો યથાવત છે. ટીમ સતત 9 મેચ જીતીને આ મામલે ટોપ પર પહોંચી ગઈ છે. આ પહેલા સાઉથ આફ્રિકા (2024) અને ઓસ્ટ્રેલિયા (2022-2024) પણ સતત 8 મેચ જીતી ચૂક્યા છે. 3. સૂર્યાએ સાતમી વખત એક ઓવરમાં 20+ રન બનાવ્યા T-20માં સૂર્યકુમાર યાદવે સાતમી વખત એક ઓવરમાં 20 કે તેથી વધુ રન બનાવ્યા અને આ મામલે ભારત માટે સૌથી આગળ પહોંચી ગયો. સૂર્યકુમારે રોહિત શર્મા (6 વખત)ને પાછળ છોડીને આ સિદ્ધિ હાંસલ કરી. હવે મોમેન્ટ્સ… 1. રોહિત શર્મા અને જય શાહ ટ્રોફી લઈને આવ્યા મેચ પહેલાં પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ICC અધ્યક્ષ જય શાહ T20 વર્લ્ડ કપ ટ્રોફી લઈને મેદાનમાં પહોંચ્યા. રોહિત શર્મા આ વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. તેણે 2024માં ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. રોહિતે કહ્યું- એમ્બેસેડર બનવું મારા માટે મોટું સન્માન છે. ટ્રોફીને ફરી હાથમાં પકડવી એક શાનદાર અનુભવ આપે છે. 2. બાદશાહ-નોરાએ પરફોર્મ કર્યું ઓપનિંગ સેરેમનીની શરૂઆતમાં સિંગર ઋષભ શર્માએ પરફોર્મ કર્યું. ત્યારબાદ વર્લ્ડ કપ ટ્રોફીની એન્ટ્રી જેટપેક પરફોર્મર દ્વારા થઈ. ચાહકો માટે સૌથી યાદગાર ક્ષણ ત્યારે આવી જ્યારે રેપર બાદશાહ અને એન્ટરટેનર નોરા ફતેહીએ સ્ટેજ સંભાળ્યું. બંનેના ધમાકેદાર પરફોર્મન્સ સાથે ગ્રાન્ડ ઓપનિંગ થઈ. 3. સૂર્યાને જીવનદાન, રિટર્ન કેચ છૂટ્યો 10મી ઓવરમાં શુભમ રંજનની છેલ્લી બોલ પર સૂર્યકુમાર યાદવને જીવનદાન મળ્યું. ધીમા બોલ પર ફ્લિક રમવાના પ્રયાસમાં બેટની લીડિંગ એડ્જ લાગી અને બોલ સીધો બોલર તરફ પાછો ફર્યો. શુભમે શરૂઆતમાં કેચ પકડી લીધો હતો, પરંતુ ફોલો-થ્રુમાં સંતુલન બગડતાં હાથ બંધ રાખી શક્યો નહીં અને બોલ છૂટી ગયો. 4. તિલક વર્માનો શાલ્કવિકથી કેચ છૂટ્યો 3.6 ઓવરમાં વેન શાલ્કવિકની બોલ પર તિલક વર્માએ સામેની તરફ શોટ માર્યો. બોલ ઝડપથી બોલર તરફ ગઈ. વેન શાલ્કવિક પાસે પ્રતિક્રિયા આપવા માટે ખૂબ જ ઓછો સમય હતો. તેણે ડાબી બાજુ હાથ ચોક્કસ લગાવ્યો, પરંતુ કેચ પકડી શક્યો નહીં. 5. વાનખેડે સ્ટેડિયમમાં સૂર્યા…સૂર્યાના નારા ગુંજ્યા 17.1 ઓવરમાં સૂર્યકુમાર યાદવે શુભમ રંજનની બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી. ઓફ સ્ટમ્પની બહાર ફુલ ટોસ બોલ પર સૂર્યકુમાર ઘૂંટણિયે બેઠા અને ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ ઉપરથી સ્કૂપ શોટ રમ્યો. વાનખેડે સ્ટેડિયમ સૂર્યા…સૂર્યા…’ના નારાઓથી ગુંજી ઉઠ્યું. 6. સૂર્યાએ પડીને સિક્સર ફટકારી 19.2 ઓવરમાં સૂર્યાએ પડતા પડતા સિક્સર ફટકારી. સૌરભ નેત્રવલકરની ધીમા બોલ પર સૂર્યકુમાર ક્રિઝની બહાર નીકળ્યો, ઘૂંટણિયે બેસીને ફાઇન લેગ ઉપરથી સ્કૂપ શોટ રમ્યો. શોટ મારતી વખતે તેનું સંતુલન બગડી ગયું અને બોલ બાઉન્ડરી પાર મોકલ્યા પછી તેઓ જમીન પર પડી ગયો. 7. રિવ્યુ લઈને શુભમ બચ્યો 14.2માં વરુણ ચક્રવર્તીની ગૂગલી બોલ પર શુભમ રંજનને LBW આઉટ આપી દેવાયો હતો. ઓફ સ્ટમ્પ પર ફુલ લેન્થ ટોસ-અપ બોલ પર તેણે સ્લોગ સ્વીપ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ પેડ પર લાગતો દેખાયો અને અમ્પાયર રોડ ટકરે આંગળી ઉઠાવી દીધી. શુભમે તરત રિવ્યુ લીધો, અલ્ટ્રાએજમાં સ્પાઇક દેખાયો, જેનાથી જાણવા મળ્યું કે બોલ પહેલા એડ્જ વાગી હતી. થર્ડ અમ્પાયરે નિર્ણય પલટી દીધો અને આ રીતે શુભમ રિવ્યુ લઈને બચી ગયો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

