સેન્સેક્સમાં 200 અંકથી વધુનો ઉછાળો:77,750 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 50 અંક વધ્યો; બેંકિંગ અને IT શેરોમાં વધુ ખરીદી

Last Updated: August 24, 2026By

શેરબજારમાં આજે એટલે કે 24 ઓગસ્ટે તેજી છે. સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 77,750ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ 50થી વધુ પોઈન્ટનો વધારો છે, તે 24,300 પર ટ્રેડ થઈ રહ્યો છે. બેન્કિંગ અને IT શેરોમાં આજે વધુ ખરીદી જોવા મળી રહી છે. આજથી 3 IPO ખુલી રહ્યા છે સિમ્બાયોટેક ફાર્માલેબ, હાઈ-ટેક એન્જિનિયર્સ અને સ્કાયવેઝ એર સર્વિસિસના IPO આજથી ખુલશે. સિમ્બાયોટેક ફાર્માલેબ આ IPO દ્વારા 1,757 કરોડ, હાઈ-ટેક એન્જિનિયર્સ 135.73 કરોડ અને સ્કાયવેઝ એર સર્વિસિસ 582.80 રૂપિયા એકત્ર કરવા માગે છે. આ IPOમાં 26 ઓગસ્ટ સુધી બોલી લગાવી શકાશે. સિમ્બાયોટેક ફાર્માલેબ, હાઈ-ટેક એન્જિનિયર્સ અને સ્કાયવેઝ એર સર્વિસિસના IPO સંબંધિત મહત્ત્વપૂર્ણ તારીખ આજે એશિયન બજારોમાં ઘટાડો 21 ઓગસ્ટના રોજ અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો ઘરેલું રોકાણકારોએ 7 દિવસમાં 12,215 કરોડના શેર ખરીદ્યા

Leave A Comment