સોના-ચાંદીમાં અચાનક કડાકો:જો આજે ખરીદશો તો ચાંદી પર 15 અને સોના પર 3 હજાર બચી જશે, જાણો શું છે ભાવ
આજે એટલે કે ગુરુવાર, 22 જાન્યુઆરીએ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન અનુસાર, ચાંદી 5% અથવા લગભગ ₹15 હજાર પ્રતિ કિલો ઘટી ગઈ. ચાંદી સવારે 3,03,584 રૂપિયા પર ખૂલી છે. ગઈકાલે એ 3,19,097 લાખ રૂપિયા પર બંધ થઈ હતી અને કારોબાર દરમિયાન તેણે 3,20,075 રૂપિયાનો ઓલટાઈમ હાઈ બનાવ્યો હતો. સોનું પણ 2,728 રૂપિયા ઘટીને 1,51,499 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. એક દિવસ પહેલાં સોનાએ 1,55,204 રૂપિયાનો હાઈ બનાવ્યો હતો. પછી 1,54,277 રૂપિયા પર બંધ થયું. સોના-ચાંદી સસ્તાં થવાનાં ત્રણ કારણો રોકાણકારોને થોડી રાહ જોવાની સલાહ જો તમે નવી ખરીદી કે રોકાણનું આયોજન કરી રહ્યા છો તો નિષ્ણાતોનું માનવું છે કે થોડી વધુ રાહ જોવી યોગ્ય રહેશે. હાલમાં નફાખોરીનો દોર ચાલી રહ્યો છે, જેના કારણે કિંમતોમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. જ્યારે જે લોકોએ ઊંચા ભાવે ચાંદી ખરીદી છે તેમને ગભરાવાને બદલે લાંબા ગાળા માટે હોલ્ડ કરવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે ફંડામેન્ટલ્સ હજુ પણ મજબૂત છે. 2025માં સોનું 75% અને ચાંદી 167% મોંઘી થઈ સોના-ચાંદીમાં રોકાણની 2 રીતો
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

