'હું મારી જિંદગી થાળે પાડી રહી છું':ચહલ સાથે મિત્રતા તૂટ્યા પછી આરજે મહવશની ક્રિપ્ટિક પોસ્ટ- 'તમારા જીવનમાં શાંતિની પ્રાર્થના કરું છું'

Last Updated: January 24, 2026By

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથેના સંબંધોને લઈને અવારનવાર ચર્ચામાં રહેતી આરજે અને કન્ટેન્ટ ક્રિએટર મહવશની તાજેતરની સોશિયલ મીડિયા પ્રવૃત્તિએ ફરી એકવાર તેમના સંબંધોને લઈને ચર્ચાઓને વેગ આપ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યાના થોડા દિવસો પછી, મહવશે એક રહસ્યમય પોસ્ટ શેર કરી, જેણે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. ‘મારી લાઇફને સરખી કરી રહી હોઉં છું’ શુક્રવારે, મહવશે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની એક નાની વીડિયો ક્લિપ શેર કરી, જેમાં તે કારમાં બેસીને વાળ સરખા કરતી જોવા મળી રહી છે. વીડિયો સાથે તેણે લખ્યું, ‘90% સમય તમે મને મારા વાળ સરખા કરતા જોશો. બાકીના સમયમાં હું મારી લાઈફને સરખી કરી રહી હોઉં છું.’ આ સાથે તેણે હસતો ઇમોજી પણ લગાવ્યો. મહવશ અને યુઝવેન્દ્રે એકબીજાને અનફોલો કર્યાં આ પછી, બીજી સ્ટોરીમાં મહવશે પોતાનો ફોટો શેર કરતા લખ્યું, ‘હું તમારા જીવનમાં શાંતિની દુઆ કરું છું.’ સોશિયલ મીડિયા યુઝર્સ આ પોસ્ટ્સને તેના અંગત જીવન સાથે જોડાયેલી ચાલી રહેલી ચર્ચાઓ સાથે જોડીને જોઈ રહ્યા છે. મહવશની આ પોસ્ટ્સ એવા સમયે સામે આવી છે, જ્યારે તાજેતરમાં જ તેણે અને યુઝવેન્દ્ર ચહલે ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યા છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ આ અનફોલો પાછળના કારણ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. ધનશ્રી સાથે છૂટાછેડા લીધા બાદથી બંનેના ડેટિંગની ચર્ચા નોંધનીય છે કે ચહલ અને મહવશના સંબંધોને લઈને લાંબા સમયથી અટકળો ચાલી રહી છે, ખાસ કરીને 2025માં ચહલના કોરિયોગ્રાફર ધનશ્રી વર્માથી છૂટાછેડા પછી. બંને અનેક પ્રસંગોએ સાથે જોવામાં મળ્યાં હતાં, જેના પછી ડેટિંગના સમાચાર તેજ બન્યા હતા. જોકે, ચહલે આ અફવાઓને પહેલા જ નકારી કાઢી છે. રાજ શમાનીના પોડકાસ્ટમાં તેણે સ્પષ્ટ કહ્યું હતું કે, તેના અને મહવશ વચ્ચે માત્ર મિત્રતા છે. તેણે એ પણ જણાવ્યું હતું કે, આ અફવાઓને કારણે મહવશને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો, જેનાથી તેને ખૂબ જ ખરાબ લાગ્યું હતું. હાલમાં, મહવશ અને ચહલે તાજેતરની અટકળો પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, અને ચાહકો સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા જ અનુમાન લગાવી રહ્યા છે.