અંબાણી પરિવારે રિહાનાને ₹2.2 કરોડનું બ્રેસલેટ ભેટમાં આપ્યું:ગ્લોબલ પૉપ સ્ટારે ડાયમંડ ટેનિસ બ્રેસલેટ ફ્લોન્ટ કર્યું; એપ્રિલમાં 'એન્ટિલિયા'ની મહેમાન બની હતી
પૉપ સ્ટાર રિહાનાને મુકેશ અંબાણી પરિવારે એક ડાયમંડ ટેનિસ બ્રેસલેટ ભેટ આપ્યું છે. તેની કિંમત આશરે 2.2 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. રિહાનાએ સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં આ બ્રેસલેટ બતાવ્યું અને સ્પષ્ટ કર્યું કે, આ તેને ભારતમાં અંબાણી પરિવાર તરફથી મળ્યું છે. રિહાના એપ્રિલમાં પોતાની બ્યુટી બ્રાન્ડના સંબંધમાં મુંબઈ આવી હતી, જ્યાં તેણે એન્ટિલિયામાં અંબાણી પરિવાર સાથે મુલાકાત કરી હતી. ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં ડાયમંડ બ્રેસલેટ બતાવ્યું
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ‘ધ પીપલ ગેલેરી’ નામના પેજે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રિહાના પોતાના રોજિંદા પહેરવેશ અને ફેશન વિશે વાત કરી રહી છે. તેણે ડબલ ડેનિમ આઉટફિટ પહેર્યો છે અને હાથમાં સેલિન બ્રાન્ડનું બેગ લીધું છે. વીડિયોમાં રિહાનાએ પોતાના હાથને કેમેરા સામે આગળ વધારતા કાંડા પર પહેરેલું ડાયમંડ ટેનિસ બ્રેસલેટ બતાવ્યું. તેણે બ્રેસલેટ તરફ ઇશારો કરતા કહ્યું, ‘આ ભારતમાં અંબાણી પરિવાર તરફથી મળ્યું છે.’ જ્વેલરી એક્સપર્ટે બ્રેસલેટની કિંમત જણાવી
રિહાનાના આ વીડિયો સામે આવ્યા બાદ જાણીતા જ્વેલરી એક્સપર્ટ પ્રિયાંશુ ગોયલે આ બ્રેસલેટની વિગતો શેર કરી. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર જણાવ્યું કે, આ ડાયમંડ જ્વેલરીની કિંમત લગભગ 2.2 કરોડ રૂપિયા છે. ગોયલના મતે, આ બ્રેસલેટ ટેનિસ બ્રેસલેટ ડિઝાઇનનું એક ઉત્તમ ઉદાહરણ છે, જે તેની સાદગી અને સુંદરતા માટે જાણીતું છે. ગ્લેમ ટીમ વિના જાતે જ મેકઅપ કર્યો
આ વીડિયોમાં રિહાનાનો વધુ એક અંદાજ લોકોને પસંદ આવી રહ્યો છે. તેણે જણાવ્યું કે વીડિયોમાં દેખાતી તેની હેર સ્ટાઈલ અને મેકઅપ કોઈ નિષ્ણાત ટીમે કર્યો નથી. રિહાનાએ પોતાની બ્રાન્ડ ‘ફેન્ટી બ્યુટી’ના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને આ મેકઅપ જાતે જ કર્યો છે. આ માટે તેણે કોઈ ગ્લેમ ટીમની મદદ લીધી ન હતી. ચાહકો તેમની આ સાદી અને શાંત શૈલીને પસંદ કરી રહ્યા છે. અંબાણીના ઘરે પણ પહોંચી હતી રિહાના
રિહાના તાજેતરમાં પોતાની બ્યુટી બ્રાન્ડના એક પ્રમોશનલ ઇવેન્ટના સંબંધમાં મુંબઈ આવી હતી. અહીં તેણે એક પોપ-અપ સ્ટોર લોન્ચ અને એક પ્રાઈવેટ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. રિહાના પ્રાઈવેટ જેટથી મુંબઈ પહોંચી હતી. આ દરમિયાન તે મુકેશ અંબાણીના ઘરે ‘એન્ટિલિયા’ પણ ગઈ હતી. અંબાણી પરિવારે રિહાનાનું સ્વાગત બિલકુલ દેશી અંદાજમાં કર્યું હતું. રિહાનાએ પરિવાર સાથે ખાસ લંચ કર્યું અને ઘરના સભ્યો સાથે ડાન્સ કરતી પણ જોવા મળી હતી. 2024માં પહેલીવાર ભારત આવી હતી આ રિહાનાનો ભારતનો બીજો પ્રવાસ હતો. આ પહેલા તે 2024માં તે અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં પરફોર્મ કરવા માટે જામનગર આવી હતી. તે સમયે તેણે તેના પહેલા ભારતીય પરફોર્મન્સથી ઘણી હેડલાઇન્સ બનાવી હતી. તે દરમિયાન રિહાનાએ વચન આપ્યું હતું કે, તે જલ્દી જ ફરીથી ભારત આવશે અને તેણે પોતાનું આ વચન પૂરું પણ કર્યું. જામનગર પ્રી-વેડિંગમાં પરફોર્મન્સ આપ્યું હતું
રિહાનાનો અંબાણી પરિવાર સાથે જૂનો સંબંધ રહ્યો છે. આ પહેલા વર્ષ 2024માં તે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન્સમાં હાજરી આપવા ગુજરાતના જામનગર આવી હતી. તે સમયે તેના લાઇવ પરફોર્મન્સે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. જામનગરના સ્ટેજ પર તેણે તેના પ્રખ્યાત ગીતો ‘વર્ક’, ‘વાઇલ્ડ થૉટ્સ’ અને ‘પોર ઇટ અપ’ ગાયા હતા. પરફોર્મન્સ પછી અંબાણી પરિવારે સ્ટેજ પર આવીને રિહાનાને ગળે લગાડી હતી અને ફોટો પડાવ્યા હતા.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

