અમિતાભ બચ્ચને ₹21.88 કરોડમાં 3-ફ્લોર ભાડે આપ્યા:દર મહિને ₹33 લાખનું તોતિંગ ભાડું મળશે, ન્યુટ્રિશન બ્રાન્ડ સાથે 5 વર્ષ માટે ડીલ સાઇન
બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચને મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં વધુ એક મોટી ડીલ કરી છે. તેમણે મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં આવેલી ‘સિગ્નેચર’ બિલ્ડિંગમાં પોતાના 3 ફ્લોર 5 વર્ષ માટે ભાડે આપ્યા છે. આ પ્રોપર્ટીમાંથી અમિતાભ બચ્ચનને દર મહિને 33 લાખ રૂપિયા મળશે. 5 વર્ષની સંપૂર્ણ લીઝ અવધિ દરમિયાન તેમને કુલ ₹21.88 કરોડની કમાણી થશે. 8,428 ચોરસ ફૂટ કાર્પેટ એરિયા અને 9 ગાડીઓની પાર્કિંગ પ્રોપર્ટી ડોક્યુમેન્ટ્સ અનુસાર, અમિતાભ બચ્ચને આ જગ્યા ‘ટ્રુનેટિવ’ નામની એક ન્યુટ્રિશન કંપનીને ભાડે આપી છે. આ કંપનીને ઉપયોગ માટે આશરે 8428 ચોરસ ફૂટ જગ્યા મળી છે. આ સાથે જ, કંપનીના લોકો માટે બિલ્ડિંગમાં 9 ગાડીઓ પાર્ક કરવા માટે ખાસ પાર્કિંગ પણ અલગથી આપવામાં આવ્યું છે. નિયમો અને શરતો: આ રેન્ટ એગ્રીમેન્ટ પર સરકારી મહોર 7 ઓગસ્ટે લાગી હતી, પરંતુ કંપનીનું ભાડું 15 ઓગસ્ટ 2026થી શરૂ થયેલું માનવામાં આવ્યું છે. એગ્રીમેન્ટમાં આ શરત પણ રાખવામાં આવી છે કે, દર વર્ષે આ જગ્યાનું ભાડું 5% વધશે. એટલે કે, જેમ જેમ વર્ષો વીતશે, અમિતાભ બચ્ચનને મળતું માસિક ભાડું વધુ થતું જશે. ગયા વર્ષે વોર્નર મ્યુઝિકને 4 ઓફિસો આપી હતી અમિતાભ બચ્ચન માટે પ્રોપર્ટી ભાડે આપીને મોટી કમાણી કરવી કોઈ નવી વાત નથી. આ પહેલા વર્ષ 2023માં પણ તેમણે મુંબઈની લોટસ સિગ્નેચર બિલ્ડિંગમાં પોતાની 4 ઓફિસો વોર્નર મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપનીને ભાડે આપી હતી. આ ડીલ માર્ચ 2024માં થઈ હતી. આ ડીલથી અમિતાભ બચ્ચનને દર મહિને ₹17.30 લાખનું ભાડું મળી રહ્યું છે. આ સોદા હેઠળ તે કંપનીને વાહનો પાર્ક કરવા માટે 12 પાર્કિંગ સ્પેસ પણ આપવામાં આવી હતી. અયોધ્યામાં પણ ₹35 કરોડની જમીન ખરીદી મુંબઈ ઉપરાંત અમિતાભ બચ્ચને યુપીના અયોધ્યામાં પણ પ્રોપર્ટી ખરીદી છે. આ જ વર્ષે માર્ચમાં તેમણે 2.67 એકર જમીન 35 કરોડ રૂપિયામાં લીધી છે. જે કંપની (અભિનંદન લોઢા ગ્રુપ) પાસેથી તેમણે આ જમીન ખરીદી છે, તેમનું કહેવું છે કે અયોધ્યામાં બિગ-બીનું આ ત્રીજું મોટું રોકાણ છે. કંપનીના જણાવ્યા અનુસાર, જમીન 75 એકરમાં બની રહેલા લક્ઝરી પ્રોજેક્ટ ‘ધ સરયૂ’ની નજીક અને રામ મંદિરથી માત્ર 15-20 મિનિટના અંતરે છે. ક્યારે-ક્યારે જમીનો ખરીદી વર્ક ફ્રન્ટ: ‘કૌન બનેગા કરોડપતિ’ની 18મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે ફિલ્મો અને બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ્સની સાથે-સાથે બિગ બી TV સ્ક્રીન પર પણ એક્ટિવ છે. 80 વર્ષથી વધુની ઉંમરે પણ તેમની વર્ક કમિટમેન્ટ ચાલુ છે. આ દિવસોમાં તેઓ લોકપ્રિય ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ની 18મી સીઝનને હોસ્ટ કરી રહ્યા છે. નોલેજ પાર્ટ: કાર્પેટ એરિયા અને લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ શું છે?
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

