આજે બીજી ઇનિંગ સાથે જીત તરફ કદમ વધારશે ટીમ ઈન્ડિયા:શ્રીલંકા સામે 178 રનની લીડ, ગૉલ ટેસ્ટમાં ભારતની મજબૂત પકડ; ચોથા દિવસની રમત 9:45 વાગ્યાથી શરૂ થશે
ભારત અને શ્રીલંકા વચ્ચે ગૉલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે મેચનો ચોથો દિવસ છે. ટીમ ઈન્ડિયા તેની બીજી ઇનિંગની શરૂઆત કરશે. જેમાં યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ ઓપનિંગમાં ઉતરશે. મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમ પહેલી ઇનિંગ 462 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં શ્રીલંકાની ઇનિંહ 284 રનમાં સમેટાઈ ગઈ હતી. આમ, ભારતને 178 રનની ટોટલ લીડ મળી હતી. ત્રીજા દિવસે ભારતની બીજી ઇનિંગ શરૂ થાય, તેની પહેલાં તેજ પવન અને અંધારું થઈ જતા વહેલા સ્ટમ્પ્સ ડિક્લેર કર્યા હતા. આજે મેચ 9:45 વાગ્યે શરૂ થશે. રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટમાં 350 વિકેટ પૂરી કરી ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં માઇલસ્ટોન પાર કર્યો છે. તેણે શ્રીલંકાના કેશરા નુવંથાને આઉટ કરતા જ પોતાની ટેસ્ટ ક્રિકેટમાં 350મી વિકેટ પૂરી કરી. આવું પરાક્રમ કરનાર તે પાંચમો ભારતીય ખેલાડી બન્યો. જ્યારે 4000+ રન અને 350+ વિકેટ લેવાના મામલે તે આ લિસ્ટમાં કપિલ દેવ પછી બીજો ભારતીય બન્યો. ભારત તરફથી માનવ સુથારે 4 વિકેટ લીધી. રવીન્દ્ર જાડેજાને 3 વિકેટ મળી. તો કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ 1-1 વિકેટ લીધી. સોનલ દિનુષાએ કરિયરની પહેલી સદી ફટકારી શ્રીલંકા તરફથી સોનલ દિનૂષાએ 100 રનની ઇનિંગ્સ રમી. તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. આ તેના કરિયરની પહેલી સેન્ચુરી હતી. તો બીજી તરફ, નિરોશન ડિકવેલાએ 80 રન બનાવ્યા. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 146 રનની ભાગીદારી કરી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

