ઉર્વશી રૌતેલાએ તિરંગા ગાઉન પહેર્યો!:'મિસ યુનિવર્સ ઇન્ડિયા'માં પહેરેલા ડ્રેસને લઈને વિવાદ, યુઝર્સે રાષ્ટ્રીય ધ્વજનું અપમાન ગણાવ્યું; એક્ટ્રેસનો ખુલાસો
બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં જયપુરમાં યોજાયેલા ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026’ના ગ્રાન્ડ ફિનાલેમાં પહેરેલા તિરંગા-પ્રેરિત ગાઉન પર ઉઠેલા વિવાદ પર સ્પષ્ટતા કરી. ઉર્વશીએ કહ્યું કે, આ રાષ્ટ્રીય ધ્વજની આબેહૂબ નકલ નહોતી, પરંતુ ત્રિરંગાથી પ્રેરિત કોચર ડિઝાઇન હતી. હકીકતમાં, મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026નો ગ્રાન્ડ ફિનાલે 23 ઓગસ્ટે જયપુરના જી સ્ટુડિયોઝમાં યોજાયો હતો. પૂર્વ ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા’ ઉર્વશી રૌતેલા જજિંગ પેનલનો ભાગ હતી. તેની સાથે ભારતની પ્રથમ ‘મિસ યુનિવર્સ’ સુષ્મિતા સેન, ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024’ રિયા સિંઘા, પર્યાવરણવિદ અને ફિલ્મ પ્રોડ્યુસર પ્રજ્ઞા કપૂર અને પૂર્વ ‘મિસ ઇન્ડિયા યુનિવર્સ’ તથા ‘મિસ યુનિવર્સ’ રનર-અપ સેલિના જેટલી પણ પેનલમાં હતી. કાર્યક્રમ માટે ઉર્વશીએ તિરંગાથી પ્રેરિત ગાઉન પહેર્યો હતો. આ પછી સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે આ અંગે વાંધો ઉઠાવ્યો. એક યુઝરે લખ્યું કે ભારતીય રાષ્ટ્રીય ધ્વજને કપડાં તરીકે પહેરવો અથવા ડ્રેસ મટિરિયલ પર સીધો પ્રિન્ટ કરવો ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા હેઠળ માન્ય નથી. અન્ય યુઝર્સે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી. ‘ગાઉન રાષ્ટ્રીય ધ્વજની હૂબહૂ કોપી નથી’ આ મામલે હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં ઉર્વશીએ કહ્યું કે, ‘હું મારા દેશને માત્ર મારી રાષ્ટ્રીયતા તરીકે જ નહીં, પરંતુ મારી ઓળખના એક ભાગ તરીકે મારી સાથે લઈને ચાલું છું. હું કંઈક એવું પહેરવા માંગતી હતી, જે માત્ર એ ન જણાવે કે હું ક્યાંથી છું, પરંતુ એ પણ જણાવે કે મારા માટે ભારતનો શું અર્થ છે. આ જ વિચારથી આ કોચર ડ્રેસનો આઈડિયા આવ્યો.’ ઉર્વશીએ કહ્યું કે, ‘ગાઉનની સિલુએટ, રંગોની જગ્યા, સજાવટ, ડિટેલિંગ અને પ્રોડક્શનને ફેશન તરીકે તૈયાર કરવામાં આવ્યું હતું.’ તેના મતે, ‘આ ફક્ત ત્રણ રંગોને ડ્રેસ પર લગાવવા વિશે નહોતું, પરંતુ રાષ્ટ્રીય ભાવનાને કલાત્મક અભિવ્યક્તિમાં બદલવા વિશે હતું.’ ‘રાષ્ટ્ર ધ્વજ અને ગાઉનમાં ઘણો તફાવત છે’- ઉર્વશી વિવાદ પર પ્રતિક્રિયા આપતા તેણે કહ્યું કે, ‘ભારતીય રાષ્ટ્રીય ધ્વજ અને આ ગાઉનમાં ઘણા સ્પષ્ટ તફાવત છે. ગાઉન રાષ્ટ્રીય ધ્વજની બરાબર પ્રતિકૃતિ નથી, પરંતુ તિરંગાથી પ્રેરિત તત્વોનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલ કોચર ડિઝાઇન છે.’ તેણે જણાવ્યું કે, ‘તેમાં કલર શેડ્સ, દિશા, પ્રમાણ, મટીરીયલ અને સેન્ટ્રલ સિમ્બોલમાં જાણી જોઈને ફેરફાર કરવામાં આવ્યા હતા. ગાઉનમાં ત્રણ કલર અને સર્કલ જેવા સેન્ટ્રલ મોટિફનો ઉપયોગ કરવામાં આવ્યો છે.’ ઉર્વશી અનુસાર, ‘ગાઉનની હોરિઝોન્ટલ કલર સ્ટ્રાઇપ્સને વર્ટિકલ બનાવવામાં આવી, એમ્બલમને જ્વેલરીમાં બદલવામાં આવ્યું, અને સિક્વિન અને ફ્રિન્જનો ઉપયોગ કરવામાં આવ્યો. ઓરેન્જ અસલી કેસરિયો નથી, લીલો એક અલગ શેડ છે, અને એમ્બલમ ઓફિશિયલ સ્પેશિફિકેશન્સથી અલગ છે.’ આ આઉટફિટ બેલારુસી ડિઝાઇનર ડારિયા ચેર્માશેન્ટસેવાના DASHA ફેશન કોચરે ડિઝાઇન કર્યો હતો. ભારતીય ફ્લેગ કોડ ભારત સરકારનો ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા, 2002 રાષ્ટ્રીય ધ્વજના ઉપયોગ સાથે સંકળાયેલા નિયમો અને જોગવાઈઓ જણાવે છે. પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971 અનુસાર, રાષ્ટ્રીય ધ્વજને કોઈપણ પ્રકારના પોશાક કે યુનિફોર્મનો ભાગ બનાવવો જોઈએ નહીં અને તેને કુશન, રૂમાલ, નેપકિન કે કોઈપણ ડ્રેસ મટિરિયલ પર ભરતકામ કે પ્રિન્ટ કરવો જોઈએ નહીં. કાયદામાં એ પણ કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય ધ્વજને જાણી જોઈને જમીન, ફ્લોર કે પાણીમાં અડવા કે ઘસડવા દેવો જોઈએ નહીં.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

