એશિયન ગેમ્સમાં ભારતને પહેલો ગોલ્ડ:ભારતીય મેન્સ ટીમ 4X100 સ્વિમિંગની ફાઇનલમાં, મહિલા બેડમિન્ટન ટીમ ક્વાર્ટરફાઇનલમાં બહાર

Last Updated: September 22, 2026By

એશિયન ગેમ્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ મળી ગયો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ગોલ્ડ જીત્યો. આ સાથે ભારતના 7 મેડલ થઈ ગયા છે. તેમાં 1 ગોલ્ડ, 5 સિલ્વર અને 1 બ્રોન્ઝ સામેલ છે. બીજી તરફ, ભારતીય મહિલા બેડમિન્ટન ટીમ મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ. મંગળવારે ક્વાર્ટર ફાઇનલમાં યજમાન જાપાને ભારતને 3-1થી હરાવ્યું. ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ, ઉન્નતિ હુડ્ડા અને તન્વી શર્મા પોતાની-પોતાની મેચ હારી ગઈ. ત્રિસા-ગાયત્રીની જોડીએ જીત નોંધાવી. જોકે, સેમિફાઇનલમાં પહોંચવા માટે આ જીત પૂરતી નહોતી. 10 મીટર એર રાઇફલ શૂટિંગની મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં એલાવેનિલ વાલારિવાન અને પાર્થ માનેની ભારતીય જોડી ચોથા સ્થાને રહી અને મેડલ ચૂકી ગઈ. કરાટેની પુરુષોની કુમિતે 84 કિલો વજન વર્ગમાં ચેતન ભટ્ટ બ્રોન્ઝ મેડલની મેચ હારી ગયા. સ્વિમિંગમાં ભારતીય ટીમ મેન્સ 4×100 મીટર મેડલે રિલેની ફાઇનલમાં પહોંચી. કબડ્ડીમાં ભારતીય પુરુષ કબડ્ડી ટીમે સતત બીજી જીત નોંધાવી. મહિલા ટેબલ ટેનિસ ટીમ પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે.

Leave A Comment