ઐશ્વર્યાએ દીકરીને આપી ખાસ સરપ્રાઇઝ, VIDEO:એરપોર્ટ પર મમ્મીને જોઈ આરાધ્યા ભેટી પડી, માથા પર ટોપી-લાંબા વાળ; સ્ટાર કિડનાં આ ટ્રાન્સફોર્મેશને બધાનું ધ્યાન ખેંચ્યું
‘વિશ્વ સુંદરી’ ઐશ્વર્યા રાય બચ્ચન તેના પરિવારને પ્રાધાન્ય આપે છે, તે વાત કોઈનાથી છુપાયેલી નથી. તેવામાં એક્ટ્રેસનો એક સુંદર વીડિયો સામે આવ્યો છે, જેમાં તે દીકરી આરાધ્યાને લેવા માટે મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી. મમ્મીને જોઈને આરાધ્યા પણ સરપ્રાઇઝ થઈ ગઈ હતી. આ દરમિયાન ઐશ્વર્યા દીકરી અને તેના મિત્રો માટે પર્સનલ ફોટોગ્રાફર પણ બની ગઈ હતી. ઐશ્વર્યા દીકરી માટે પાપારાઝી બની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઐશ્વર્યા રાય બચ્ચન મુંબઈ એરપોર્ટ પર અરાઇવલ પાસે ઊભી હોય છે. જેવી આરાધ્યા એરપોર્ટની બહાર નીકળી, ઐશ્વર્યા તેને જોઈને હરખાઈ ગઈ અને પોતાનો ફોન કાઢીને દીકરીના ફોટો અને વીડિયો લેવાનું શરૂ કરી દીધું. આરાધ્યાની ખુશીનો પણ પાર ન રહ્યો અને તે સીધી મમ્મી ઐશ્વર્યાને ગળે વળગી ગઈ. આરાધ્યાએ મિત્રો સાથે પોઝ આપ્યા એટલું જ નહીં, ઐશ્વર્યાએ આરાધ્યા અને તેના મિત્રોના પણ ફોટો અને વીડિયો ક્લિક કર્યાં હતાં. વાસ્તવમાં આરાધ્યા પોતાની સ્કૂલ ટ્રિપ પરથી પરત ફરી હતી, ત્યારે તેને આ સરપ્રાઇઝ મળ્યું હતું. આરાધ્યાના ટ્રાન્સફોર્મેશને ચાહકોના દિલ જીત્યા ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની 14 વર્ષની દીકરી આરાધ્યાનું ભલે પોતાનું કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ ન હોય, પરંતુ તે સતત યુઝર્સ વચ્ચે ચર્ચાનું કારણ રહે છે. આરાધ્યા હંમેશા તેની મમ્મી સાથે જોવા મળે છે. અત્યારસુધી આરાધ્યા મોટાભાગે ફ્રન્ટ બેંગ્સ હેરસ્ટાઇલમાં જોવા મળતી હતી. પરંતુ ગત વર્ષે અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન્સમાં તેનો લુક થોડો બદલાયેલો દેખાયો હતો. જોકે, તાજેતરમાં એરપોર્ટ પર તેનો ઘણો અલગ લુક જોવા મળી રહ્યો હતો. ટીનેજર આરાધ્યાએ વ્હાઇટ ટી-શર્ટ અને બ્લેક ટ્રાઉઝર પહેર્યાં હતાં. આ સાથે જ તેણે લાંબા વાળને ખુલ્લા રાખ્યાં હતાં અને એક કેપ પહેરી હતી. આરાધ્યાનો આ ફિનિશ્ડ અને પરિપક્વ લુક ચાહકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. તેની એનર્જી જોઈને ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. અભિષેકે પણ ઐશ્વર્યાની સ્ટાઈલને વખાણી અભિષેક બચ્ચને પણ અગાઉ એક ઇન્ટરવ્યુમાં ઐશ્વર્યાના ‘હેન્ડ્સ-ઓન મોમ’ હોવાના વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, ઐશ્વર્યાના કારણે જ તેઓ નિશ્ચિંત થઈને બહાર કામ કરી શકે છે. અભિષેક અનુસાર, ‘ઐશ્વર્યાએ આરાધ્યાને ખૂબ જ સામાન્ય બાળપણ આપ્યું છે.’ અભિષેકે આગળ કહ્યું, ‘ઘરમાં આટલા મોટા કલાકારો અને ખ્યાતિ હોવા છતાં, આરાધ્યાને ક્યારેય એવું અનુભવવા દેવામાં આવ્યું નથી કે, તેનો પરિવાર ખૂબ જ ખાસ છે. તે એક સામાન્ય બાળકની જેમ શાળાએ જવાનું અને મિત્રો સાથે રમવાનું પસંદ કરે છે.’ તાજેતરમાં લગ્નની 19મી વર્ષગાંઠ ઉજવી ઐશ્વર્યા અને અભિષેકે તાજેતરમાં 20 એપ્રિલ 2026ના રોજ તેમના લગ્નની 19મી વર્ષગાંઠ ઉજવી છે. આ પ્રસંગે એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર પતિ અને દીકરી સાથે સુંદર સેલ્ફી પણ શેર કરી હતી. નોંધનીય છે કે, ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન વર્ષ 2007માં થયા હતા અને તેમની દીકરી આરાધ્યાનો જન્મ 2011માં થયો હતો. આરાધ્યાના જન્મ પછીથી જ ઐશ્વર્યાએ પોતાની ફિલ્મોની પસંદગીને ખૂબ જ મર્યાદિત કરી દીધી છે, જેથી તે દીકરીના ઉછેર પર પૂરું ધ્યાન આપી શકે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

