કંગનાની ફિલ્મની જુનિયર આર્ટિસ્ટ આજે 'રામાયણ'ની 'સીતા' બની:સાઈની સાદગી સામે બોલિવૂડનું ગ્લેમર ઝાંખું પડ્યું, મેકઅપ-કિસિંગ સીન વિના સુપરસ્ટાર બની

Last Updated: August 13, 2026By

2017માં ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ ‘રામાયણ’ની જાહેરાત થઈ. દેશભરના જાણીતા લોકો આ પ્રોજેક્ટ સાથે જોડાયા અને 2021માં ફિલ્મના કો-પ્રોડ્યુસર મધુ મંટેનાએ જાહેરાત કરી કે આ ફિલ્મમાં ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોટી સ્ટાર કાસ્ટ હશે. રણબીર કપૂર અને યશને ભગવાન રામ અને રાવણના રોલ માટે પસંદ કરવામાં આવ્યા. દરેક જણ રાહ જોઈ રહ્યું હતું કે, આખરે માતા સીતાના રોલ માટે કઈ એક્ટ્રેસની પસંદગી થશે. આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ જેવા અનેક નામોની ચર્ચાઓ થઈ. મેકર્સને એક એવા ચહેરાની શોધ હતી, જેમાં સાદગી અને સુંદરતા હોય અને તે નામ સાથે કોઈ કૌભાંડ કે વિવાદ ન હોય. અને પછી ઓગસ્ટ 2023માં આ રોલ માટે સાઉથ સ્ટાર સાઈ પલ્લવીના નામની જાહેરાત થઈ. સાઈ પલ્લવી, એક એવી એક્ટ્રેસ, જે થોડા વર્ષો પહેલાં સુધી એક જુનિયર આર્ટિસ્ટ હતી. ફિલ્મમાં તેને નાના-મોટા રોલ આપવામાં આવતા હતા, જેના ડાયલોગ પણ ઓછા જ હતા. જ્યારે ફિલ્મોમાં આવતા પહેલાં સાઈ પલ્લવી એક મેડિકલ સ્ટુડન્ટ હતી અને સાઉથના એક ડાન્સ રિયાલિટી શોની કન્ટેસ્ટન્ટ હતી. તે શોની ફાઇનલિસ્ટ રહી, પરંતુ જીતી શકી નહીં, પરંતુ થોડા વર્ષો પછી આ જ સાઈ પલ્લવીના ગીત ‘રાઉડી બેબી’એ 1 બિલિયન વ્યૂઝ મેળવીને ઇતિહાસ રચ્યો. આજે ‘સક્સેસ સ્ટોરી’ના 3 ચેપ્ટર્સમાં જાણો ક્યારેક જુનિયર આર્ટિસ્ટ રહેલી સાઈ પલ્લવીની ભારતની ટોપ એક્ટ્રેસ બનવાની પ્રેરણાદાયક વાર્તા- 9 મે 1992, તમિલનાડુના કોઈમ્બતૂરમાં એક્સાઈઝ ઓફિસરના ઘરે સાઈ પલ્લવીનો જન્મ થયો હતો. તેનો પરિવાર તમિલનાડુના કોટાગિરીનો છે. તેનો પ્રારંભિક અભ્યાસ અવિકા કોન્વેન્ટ સ્કૂલમાંથી થયો હતો. તે બેડમિન્ટનની પણ ઉત્તમ ખેલાડી રહી છે. લવ લેટર નીકળતા ઘરમાં માર પડ્યો સાઈ પલ્લવી શાળાના દિવસોમાં ખૂબ જ તોફાની હતી અને શાળામાં લોકપ્રિય હતી. તે બીજા બાળકોની ખૂબ મજાક ઉડાવતી હતી. દેખાવમાં ખૂબ જ સુંદર સાઈને ઘણા છોકરાઓ અપ્રોચ કરતા હતા. એકવાર 7મા ધોરણમાં એક છોકરાએ તેના બેગમાં લવ લેટર મૂકી દીધો હતો. સાંજે જ્યારે તેના પિતાએ તેનું બેગ ચેક કર્યું, ત્યારે તેમાંથી લેટર નીકળ્યો. આ જોઈને તેને પિતાનો ખૂબ માર પડ્યો હતો. સાઈએ પોતે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સના શો ‘માય વિલેજ’માં આ કિસ્સો જણાવ્યો હતો. કંગનાની ફિલ્મમાં બની જુનિયર આર્ટિસ્ટ સાઈનો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નહોતો, તેમ છતાં ઘરમાં ટીવી જોતી વખતે તેનો ઝુકાવ ડાન્સ અને એક્ટિંગ તરફ હતો. તેણે ટીવી શો જોઈને ડાન્સ શીખ્યો. પહેલીવાર તેનો ફિલ્મી દુનિયા સાથે પરિચય 2005ની ફિલ્મ ‘કસ્તૂરી માન’થી થયો. તે ફિલ્મમાં હીરો-હીરોઈન પાછળ ડાન્સ કરનારી બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જોડાઈ, પરંતુ પછી ફિલ્મમાં તેને ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરવાનો મોકો મળ્યો. કેટલાક લોકો સાથેની ઓળખાણની મદદથી, તે ટીનેજમાં ફિલ્મ ‘ધામ ધૂમ’ (2008) માં જુનિયર આર્ટિસ્ટ રહી હતી. તે છઠ્ઠા ધોરણમાં હતી. આ ફિલ્મથી બોલિવૂડમાં નવી-નવી આવેલી કંગના રનૌતે તમિલ સિનેમામાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મોમાં નાના રોલ કર્યા પછી, સાઈ પલ્લવીએ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જોકે, શાળામાં તેણે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું. તે સ્થાનિક ડાન્સ સ્પર્ધાઓમાં પણ ભાગ લેતી હતી. ડાન્સ સ્કૂલના કેટલાક સાથીઓની મદદથી, સાઈ પલ્લવીએ 2008માં સાઉથના તમિલ ડાન્સ રિયાલિટી શો ‘ઉંગલિલ યાર અદુથા પ્રભુ દેવા’ (કોણ બનશે આગામી પ્રભુ દેવા)માં ભાગ લીધો. શોના ફાઇનલિસ્ટ બનવા પર સ્પર્ધકને પ્રભુ દેવાને મળવાની તક આપવામાં આવનાર હતી. સાઈ આ માટે ખૂબ જ ઉત્સાહિત હતી, પરંતુ ફિનાલેના બરાબર પહેલાં તેનું એલિમિનેશન થઈ ગયું. દુર્ભાગ્યે, જે દિવસે તે એલિમિનેટ થઈ, તે દિવસે તેનો જન્મદિવસ હતો. સાઈનું માનવું હતું કે, જો જન્મદિવસના દિવસે રડાય, તો આખું વર્ષ રડવું પડશે. એલિમિનેશનની ઘોષણા પછી સાઈ ભાવુક થઈ ગઈ, પરંતુ તેણે આંસુ રોકી રાખ્યા. ઘર પાછા ફરીને સાઈએ જન્મદિવસ ન ઉજવ્યો અને સીધી પથારીમાં સૂઈ ગઈ. મા તેની ઉદાસી સમજી ગઈ અને કહ્યું- ‘બેટા, જીવનમાં જે કંઈ થાય છે, તે સારા માટે જ થાય છે. તું અત્યારે રડવા માંગતી હોય, તો રડી લે, આજ પછી ક્યારેય રડવું નહીં પડે.’ પહેલા ડાન્સ શોમાંથી બહાર નીકળ્યા પછી, સાઈએ 2009માં ‘ધ અલ્ટીમેટ ડાન્સ શો (D4)’માં ભાગ લીધો અને ફાઇનલિસ્ટ રહી. શોના એક એપિસોડમાં ઠપકો મળવાથી સાઈ પલ્લવી મંચ પર ઊભી રહીને ભાવુક થઈ ગઈ. કેમેરા તેમને રડતા કેપ્ચર ન કરે, તેથી તે ફરી ગઈ અને લાંબા સમય સુધી પાછળ ફરીને રડતી રહી. ‘ફ્રાઈઝ એન્ડ પોટેટો’ને આપેલા ઇન્ટરવ્યુમાં સાઈએ કહ્યું હતું, ‘એક માસ્ટરે મને ઠપકો આપ્યો, તો હું પાછળ ફરીને રડવા લાગી. શોની એન્કર રમ્યા મને ધીમેથી કહી રહી હતી કે, તારે પાછળ ફરવું પડશે. પણ મેં કહ્યું, ના, હું નથી ઈચ્છતી કે લોકો મને રડતી જુએ. હું દુઃખી છોકરી જેવી દેખાવા માંગતી ન હતી.’ શો ન જીતવા છતાં તેની શાનદાર હાઈ-એનર્જી ડાન્સ પરફોર્મન્સની વીડિયો ક્લિપ્સ અવારનવાર ફેસબુક પર વાયરલ થતી હતી. એક એપિસોડમાં સાઉથ સ્ટાર સામંથા રૂથપ્રભુ મહેમાન તરીકે પહોંચી હતી અને સાઈના ખૂબ વખાણ કર્યા હતા. શાનદાર કેમેરા અપિયરન્સને કારણે તેને કેટલીક ટીવી એડ અને શોર્ટ ફિલ્મ ‘કાચી પિઝાઈ’માં કામ મળ્યું. શો પછી સાઈ પલ્લવીની માતાએ તેને મેડિકલ સ્ટડીઝ માટે જ્યોર્જિયા મોકલવાનું મન બનાવી લીધું. સાઈ જવા માંગતી ન હતી, પરંતુ માતાએ કહ્યું કે તેની કઝિન પણ બહાર જઈને ભણી રહી છે, તેને લગ્ન માટે સારા છોકરા મળશે, જો સાઈ નહીં જાય, તો તે કઝિનથી પાછળ રહી જશે. માતાની વાત માનીને સાઈએ જ્યોર્જિયા જવાનો નિર્ણય કર્યો. ડાન્સ રિયાલિટી શોને કારણે ઘણી ફિલ્મો ઓફર થઈ, દરેક રોલ ઠુકરાવ્યો સાઉથ ફિલ્મમેકર શેખર કામ્મુલાએ સાઈના ડાન્સ રિયાલિટી શોની એક ક્લિપ જોઈને તેને ફિલ્મ ‘હેપ્પી ડેઝ’ ઓફર કરી. જોકે, સાઈએ ભણતર માટે ફિલ્મ ઠુકરાવી દીધી. થોડા દિવસો પછી તેને ફિલ્મ ‘મદ્રાસ’ (2014)માં લીડ રોલ ઓફર થયો, પરંતુ સાઈએ એકેડેમિક્સ માટે આ ઓફર પણ ઠુકરાવી દીધી. સાઈ પલ્લવીએ ‘ફ્રાઈઝ એન્ડ પોટેટો’ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘જ્યોર્જિયા જતાં પહેલાં મારા ભાઈ-બહેને મને એક પત્ર આપ્યો હતો. પછી જ્યારે મેં તે વાંચ્યો, ત્યારે તેમાં લખ્યું હતું, સારા માર્ક સાથે પાછા ફરજો. પત્રમાં માર્કનો ઇશારો પરીક્ષાના પરિણામ તરફ નહીં, પરંતુ છોકરા તરફ હતો. હું વાળમાં તેલ લગાવીને કોલેજ જતી હતી. છોકરાઓ મને જોતા પણ નહોતા. બધા છોકરાઓ જ્યોર્જિયાની સુંદર છોકરીઓને જોતા હતા. મને બિલકુલ પણ ધ્યાન મળતું નહોતું.’ મેડિકલ સ્ટડીઝના ફાઇનલ યરમાં સાઈ રજાઓ ગાળવા ભારત આવી હતી. આ સમયે તેને ફેસબુક દ્વારા ફિલ્મોની ઓફર મળતી હતી. એક દિવસ આલ્ફોન્સ નામના એક વ્યક્તિએ તેને મેસેજ કરીને ફિલ્મમાં કામ કરવાની ઓફર આપી. સાઈને લાગ્યું કે, કોઈ મજાક કરી રહ્યું છે, તેથી તેણે મેસેજને અવગણ્યો. થોડા દિવસો પછી સાઈના ઘરે ફોન આવ્યો. ફોન કરનારે કહ્યું કે તે અલ્ફોન્સ છે. ફિલ્મો બનાવે છે અને સાઈને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરવા માંગે છે. સાઈને લાગ્યું કે આ કોઈ સ્કેમરનો ફોન છે. તેની માતા નજીકમાં જ ઊભાં હતાં. સાઈની માતાએ જેવો તેના હાથમાંથી ફોન લીધો, સાઈએ ધીમેથી કહ્યું – ‘મા, આ એક સ્કેમર છે, તેની વાતો પર ધ્યાન ન આપતી.’ તેની વાત કોલર સાંભળી ગયો અને માતાને કહ્યું, ‘હું ફિલ્મમેકર છું, તમે ગૂગલમાં મારા વિશે શોધી શકો છો. જો તમે ઈચ્છો તો હું મારો ફોટો મોકલવા પણ તૈયાર છું.’ ફોન કરનાર વ્યક્તિ ખરેખર સાઉથના જાણીતા ફિલ્મમેકર અલ્ફોન્સ હતા. ગેરસમજ દૂર થયા પછી સાઈએ તેની સાથે વાત કરી. તેણે જણાવ્યું કે, 6 વર્ષ પહેલા સાઈના ડાન્સ રિયાલિટી શોની ક્લિપ જોયા પછી તેનો સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યારે સાઈએ ભણતરનું કારણ આપીને ના પાડી દીધી હતી. સાઈએ આ વખતે ઓફરમાં રસ દાખવ્યો તો અલ્ફોન્સની ટીમ ખાસ કરીને સાઈનું ઓડિશન લેવા કોઈમ્બતુર પહોંચી. સ્ક્રીનટેસ્ટ સફળ રહ્યો અને આ રીતે સાઈને પહેલી ફિલ્મ ‘પ્રેમમ’ મળી. સાઈની આ પહેલી ફિલ્મ હતી, તેમ છતાં તેણે પોતાની 3 ખાસ શરતો રાખી. પહેલી શરત- જ્યાં સુધી કોલેજની રજાઓ છે, ત્યાં સુધી જ ફિલ્મનું શૂટિંગ કરીશ. બીજી શરત- ટૂંકા કપડાં નહીં પહેરું, જે કપડાં આરામદાયક લાગે, તે જ પહેરાવવામાં આવે. ત્રીજી શરત- મેકઅપ નહીં કરું. ત્યારે લગભગ 22 વર્ષની સાઈ પલ્લવીના ચહેરા પર ઘણા ખીલ હતા. કોઈ પણ છોકરી તેને ફિલ્મમાં છુપાવવા માંગતી, પરંતુ સાઈએ મેકઅપ ન કરવાનો નિર્ણય કર્યો. રજાઓમાં જ સાઈએ આખી ફિલ્મ શૂટ કરી અને પછી જ્યોર્જિયા જઈને પરીક્ષા આપી. સાઈ પલ્લવી ફિલ્મ ‘પ્રેમમ’નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માટે જ્યોર્જિયાથી ભારત આવી હતી. જેવી થિયેટરમાં ફિલ્મ પૂરી થઈ, આખું થિયેટર તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. તેને વિવેચકો અને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો. આ ફિલ્મ માટે નવોદિત સાઈ પલ્લવીને 1-2 નહીં પણ પૂરા 6 એવોર્ડ મળ્યા હતા. તેના મેકઅપ વગર કામ કરવાની પણ ઘણી ચર્ચા રહી હતી. પહેલી ફિલ્મ ‘પ્રેમમ’ને લીધે સાઈ પલ્લવીને ઘણી ફિલ્મોની ઓફર મળવા લાગી, પરંતુ માતાએ કહ્યું કે, તેણે અભ્યાસ પૂરો કરવો પડશે. આગળના એક વર્ષ સુધી સાઈ જ્યોર્જિયામાં જ રહી. ત્યાં સાઉથના ઘણા અન્ય વિદ્યાર્થીઓ હતા, જેમણે ‘પ્રેમમ’ જોઈ હતી. આવી સ્થિતિમાં જ્યારે સાઈ સામાન્ય કપડાં પહેરીને કોલેજ જતી, ત્યારે લોકો તેના પહેરવેશ પર પ્રશ્ન ઉઠાવતા હતા. ભારત આવીને 2016માં સાઈએ દુલકર સલમાન સાથે મલયાલમ ફિલ્મ ‘કાલી’ કરી. આ ફિલ્મ પણ હિટ રહી અને સાઈ પલ્લવીને બેસ્ટ એક્ટ્રેસનું નોમિનેશન મળ્યું. મલયાલમ ફિલ્મોમાં સ્ટારડમ હાંસલ કર્યા પછી સાઈએ 2017માં તેલુગુ ફિલ્મ ‘ફિદા’ કરી, જે બ્લોકબસ્ટર રહી. આ ફિલ્મમાં સાઈ પલ્લવીના પર્ફોર્મન્સને 100 ગ્રેટેસ્ટ પર્ફોર્મન્સ ઓફ ધ ડીકેડ્સમાં સામેલ કરવામાં આવ્યું છે. આગળ તેણે ‘મિડલ ક્લાસ અબ્બાઈ’, ‘મારી 2’, ‘એથિરન’, ‘લવ સ્ટોરી’ જેવી શાનદાર ફિલ્મો કરતા પોતાને સાઉથની ટોપ એક્ટ્રેસિસમાં સામેલ કરી. સાઈ પલ્લવી બેક-ટુ-બેક ઘણી ફિલ્મોનું શૂટિંગ કરે છે, જેના માટે તેને ઘણીવાર નાઈટ શિફ્ટમાં કામ કરવું પડે છે. મોડી રાત સુધી કામ કરવાથી ઊંઘ ન આવે તે માટે, સાઈ હંમેશા પોતાની પાસે એક ડ્રોઈંગ બુક અને ક્રેયોન્સ રાખે છે. તે સેટ પર ફ્રી સમયમાં ઊંઘ ટાળવા માટે ડ્રોઈંગ બનાવે છે. કિસિંગ સીન, તો ક્યારેક ઊંડાણ ન હોવાને કારણે ઘણી ફિલ્મો ઠુકરાવી આમિરે કહ્યું હતું- ‘સાઈ પલ્લવી ભારતની બેસ્ટ એક્ટ્રેસ’ સાઈ પલ્લવીએ 2026માં આમિર ખાન પ્રોડક્શનની ફિલ્મ ‘એક દિન’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે. ફિલ્મમાં આમિરના દીકરા જુનૈદને સાઈની વિરુદ્ધ કાસ્ટ કરવામાં આવી હતી. ફિલ્મના એક પ્રમોશનલ ઇવેન્ટમાં આમિર ખાને કહ્યું હતું- ‘જો હું આજે મારા દિલ પર હાથ રાખીને કહું, તો મારા માટે સાઈ આ દેશની બેસ્ટ એક્ટ્રેસ છે.’ રામાયણમાં સીતા બની છે સાઈ પલ્લવી સાઈ પલ્લવી, નિતેશ તિવારીના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘રામાયણ’માં માતા સીતાનો કિરદાર નિભાવી રહી છે. ફિલ્મમાં રણબીર કપૂર, ભગવાન રામ, KGF સ્ટાર યશ, રાવણ અને સની દેઓલ હનુમાનના રોલમાં છે. આ પૌરાણિક ફિલ્મ ભારતની સૌથી મોટી ફિલ્મ છે, જેને 4,000 કરોડથી મોટા બજેટમાં બનાવવામાં આવી છે. આ ભારતની સૌથી મોટા બજેટની ફિલ્મ છે. ફિલ્મને દિવાળીના અવસરે 6 નવેમ્બરના રોજ આ જ વર્ષે રિલીઝ કરવામાં આવશે. જુઓ રામાયણમાંથી સાઈ પલ્લવીનો લુક-