કેટરીનાએ ગુલશન ગ્રોવર સાથે 2 કલાક કિસિંગ સીનની પ્રેક્ટિસ કરી:મહેશ ભટ્ટે ફિલ્મમાંથી કાઢી મૂકી, સલમાને લાફો ઝીંકી દીધો; બી-ગ્રેડ ફિલ્મોથી બોલિવૂડ સુપરસ્ટાર બનવાની સફર

Last Updated: July 15, 2026By

  • Gujarati News
  • Entertainment
  • Katrina Kaif 43rd Birthday; Gulshan Grover Kissing Practice Mahesh Bhatt Rejection Salman Khan Slap Rumor Ranbeer Kapoor Breackup Vicky Kaushal Marriage

2 કલાક પેહલા

  • કૉપી લિંક

વર્ષ 2000ની આસપાસની વાત છે. આશરે 18 વર્ષની કેટરીના કૈફને અનુરાગ બાસુના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘સાયા’ મળી, જેમાં જોન અબ્રાહમ લીડ રોલમાં હતો. લીડ એક્ટ્રેસ તરીકે બોલિવૂડમાં આ તેની પહેલી ફિલ્મ હોત. એક રાત્રે તેને શૂટિંગ પર બોલાવવામાં આવી. ન તો કોઈ ડાયલોગ હતો, ન કોઈ એક્સપ્રેશન, બસ ડમી પાસિંગ શોટ આપવાનો હતો. બીજા દિવસે તેને ફરી બોલાવવામાં આવી, એક સીન શૂટ થયો અને તરત જ પેકઅપ થઈ ગયું. થોડીવાર પછી ત્યાં હાજર પ્રોડ્યુસર મહેશ ભટ્ટે કહ્યું કે, ‘આ છોકરીને ફિલ્મમાંથી કાઢી મૂકો.’ ટીમે જ્યારે આ વાત તેને જણાવી, ત્યારે તે રડી પડી. તે ધ્રુસકે-ધ્રુસકે રડતાં-રડતાં સેટ પરથી બહાર નીકળી અને વિચાર્યું કે, ‘મારું કરિયર અહીં જ પૂરું થઈ ગયું, હું ક્યારેય એક્ટિંગ નહીં કરી શકું.’

કેટરીના માટે આ રિજેક્શન સહન કરવું મુશ્કેલ હતું. હોંગકોંગમાં જન્મેલી કેટરીનાએ માત્ર 14 વર્ષની ઉંમરે મોડેલિંગ શરૂ કર્યું હતું. એક એશિયન મિત્રના કહેવા પર તે ભારત ફરવા આવી હતી, જ્યાં તેને બી-ગ્રેડ ફિલ્મ ‘બૂમ’ (2003)માં કામ મળી ગયું. આ ફિલ્મ પછી તેને ઘણી ઓફરો મળી હતી, જેના આધારે તેણે બોલિવૂડ એક્ટ્રેસ બનવાનું સપનું જોયું હતું.

કેટરીના કૈફે 14 વર્ષની ઉંમરથી મોડેલિંગની શરૂઆત કરી દીધી હતી.

કેટરીના કૈફે 14 વર્ષની ઉંમરથી મોડેલિંગની શરૂઆત કરી દીધી હતી.

સાંજે જ્યારે સલમાન મળ્યો, તો કેટરીના તેની સામે પણ રડી પડી. આ જોઈને સલમાન હસવા લાગ્યો.

કેટરીના ચીઢાઈને બોલી- ‘મને મારી પહેલી ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી છે, મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે અને તું હસી રહ્યો છે.’

સલમાને જોરથી હસતાં હસતાં કહ્યું- ‘આનાથી કંઈ નહીં થાય, હું જાણું છું કે તું બહુ આગળ જવાની છે. આ બધું થશે, મારી પાસે અત્યારે કોઈ જવાબ નથી, પણ તું પોતે જોઈશ કે તું કેટલી આગળ વધીશ.’

તે દિવસે સલમાને કહેલી વાત ખરેખર સાચી સાબિત થઈ. જે ફિલ્મ ‘સાયા’ માંથી કેટરીનાને કાઢી મૂકવામાં આવી હતી, તે ફ્લોપ થઈ ગઈ અને વર્ષ 2005માં કેટરીનાની એક નહીં પણ બે મોટી ફિલ્મો રિલીઝ થઈ. પહેલી ફિલ્મ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન સાથેની ‘સરકાર રાજ’ હતી અને બીજી બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન સાથેની ‘મૈંને પ્યાર ક્યૂં કિયા’. આ ફિલ્મમાં પોતાની સુંદરતા અને ચાર્મથી કેટરીના દેશભરમાં પોપ્યુલર થઈ ગઈ. તેના ગીતો બ્લોકબસ્ટર હિટ રહ્યા અને ટૂંક સમયમાં જ તેનું નામ બોલિવૂડની ટોપ એક્ટ્રેસિસમાં સામેલ થઈ ગયું. સંયોગ એવો પણ રહ્યો કે, જે અનુરાગ બાસુની ફિલ્મમાંથી તેમને કાઢી મૂકવામાં આવી હતી, તે જ અનુરાગે જ્યારે ‘બર્ફી’ જેવી મોટી ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું, ત્યારે સૌથી પહેલા તેમના મનમાં કેટરીનાનો જ વિચાર આવ્યો હતો.

આજે કેટરીના કૈફ 43 વર્ષની થઈ ચૂકી છે. તેના જન્મદિવસના ખાસ અવસર પર જાણો, તેની જિંદગી સાથે જોડાયેલી રસપ્રદ વાતો-

ભારત ફરવા આવી હતી, સુંદરતાને કારણે મળી ગઈ બી-ગ્રેડ ફિલ્મ

16 જુલાઈ 1983ના રોજ હોંગકોંગમાં કેટરીના કૈફનો જન્મ થયો હતો. તે એક ભાઈ અને 6 બહેનોમાં વચલી હતી. તેની માતા સુઝેન વિદેશી હતાં અને પિતા કાશ્મીરી. કેટરીના હજી નાની હતી, ત્યારે જ પિતા તેની માતા અને 7 બાળકોને છોડીને જતા રહ્યા હતા. ગુજરાન ચલાવવા માટે તેની માતા ક્યારેક ચાઈના તો ક્યારેક જાપાન જતાં. ક્યારેક બોટ દ્વારા બાળકોને ફ્રાન્સ લઈ જતા, તો ક્યારેક સ્વિટ્ઝર્લેન્ડ, પોલેન્ડ, બેલ્જિયમ, હવાઈ અને લંડન. વારંવાર શહેરો બદલવાના કારણે તેની સ્કૂલિંગ બરાબર થઈ શકી નહીં. ઘરમાં જ કેટલાક ટ્યુટર આવતા, જે તમામ ભાઈ-બહેનોને સાથે ભણાવતા હતા.

કેટરીના કૈફ સાત ભાઈ-બહેનોમાં વચલી છે.

કેટરીના કૈફ સાત ભાઈ-બહેનોમાં વચલી છે.

કેટરીના માત્ર 14 વર્ષની હતી, જ્યારે તે એક બ્યુટી કોન્ટેસ્ટની વિજેતા બની, ત્યાર પછી તેને સતત જ્વેલરી એડ અને મોડેલિંગની ઓફરો મળવા લાગી. પોતાના હુનરના દમ પર તે ‘લંડન ફેશન વીક’ની મોડેલ બની. અહીં તેની મુલાકાત એક એશિયન છોકરી સાથે થઈ, જે તેની સાથે જ મોડેલિંગ કરતી હતી. તે છોકરીએ એક દિવસ કેટરીનાને કહ્યું કે, તેણે ક્યારેક ભારત ફરવા જવું જોઈએ. કેટરીનાએ સમય મળતાં જ ભારતની ટિકિટ બુક કરાવી લીધી.

એક દિવસ તે પોતાની બહેનપણી સાથે એક ફેશન શો જોવા પહોંચી. અહીં લંડનના ફિલ્મમેકર કૈઝાદ ગુસ્તાદની નજર તેના પર પડી. કૈઝાદે તેને હિન્દી-ઇંગ્લિશ ફિલ્મ ‘બૂમ’ ઓફર કરી દીધી. આ એક બી-ગ્રેડ ફિલ્મ હતી, જેમાં અમિતાભ બચ્ચન, ગુલશન ગ્રોવર, જેકી શ્રોફ જેવા મોટા ચહેરાઓ હતા. આ ફિલ્મના પ્રોડ્યુસર જેકી શ્રોફ અને તેમની પત્ની આયેશા હતા, જેમણે આમાં પોતાની તમામ બચત લગાવી દીધી હતી અને ઘણું દેવું પણ કર્યું હતું.

ગુલશન ગ્રોવર સાથે કિસિંગ સીન માટે 2 કલાક પ્રેક્ટિસ કરી

ફિલ્મમાં કેટરીનાને એક એવી મોડેલનું પાત્ર મળ્યું હતું, જે ડાયમંડ સ્મગલિંગમાં ફસાય છે. ફિલ્મના એક સીન માટે કેટરીના કૈફે ગુલશન ગ્રોવર સાથે બોલ્ડ કિસિંગ સીન આપવાનો હતો, તે પણ અમિતાભ બચ્ચનની હાજરીમાં. ડિરેક્ટર કૈઝાદે ગુલશનને સુઝાવ આપ્યો કે, ફાઇનલ શોટ પહેલા તેણે પ્રેક્ટિસ કરી લેવી જોઈએ. કેટરીના નવી હતી, તેથી ગુલશન ગ્રોવરે બધાની સામે શરમજનક સ્થિતિથી બચવા માટે કેટરીના સાથે એક બંધ રૂમમાં 2 કલાક સુધી કિસિંગ સીનની પ્રેક્ટિસ કરી હતી.

'બૂમ' ફિલ્મમાં ગુલશન ગ્રોવર અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા.

‘બૂમ’ ફિલ્મમાં ગુલશન ગ્રોવર અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા.

આ ફિલ્મ 19 સપ્ટેમ્બર 2003ના રોજ રિલીઝ થઈ અને બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી. જેકી શ્રોફે લગાવેલા તમામ પૈસા ડૂબી ગયા. લેણદારોના પૈસા ચૂકવવા માટે જેકી શ્રોફે પહેલા ફર્નિચર અને કાર વેચવી પડી અને આખરે તેમનું ઘર પણ વેચાઈ ગયું.

ફિલ્મ ફ્લોપ રહી અને કેટરીનાના બ્રિટિશ એક્સેન્ટ (ઉચ્ચારણ)ની પણ જોરદાર ટીકા થઈ, તેમ છતાં તેને ઘણી ફિલ્મોની ઓફરો મળવા લાગી.

આ જ ગાળામાં તેણે ડિઝાઇનર રોહિત બહલ માટે ‘ઇન્ડિયા ફેશન વીક’માં રેમ્પ વૉક કર્યું. આગળ જતાં કેટરીના કિંગફિશર કેલેન્ડર ઉપરાંત કોકાકોલા, એલજી, ફેવિકોલ અને સેમસંગ જેવી મોટી બ્રાન્ડ્સની જાહેરાતોમાં જોવા મળી.

સલમાનની બહેન સાથે થઈ મિત્રતા, જેના લીધે ખાન પરિવારની નજીક આવી

કેટરીનાએ પોતાનો અભિનય સુધારવા માટે હિન્દી અને ડાન્સ ક્લાસીસ લેવાનું શરૂ કર્યું. આ દરમિયાન એક ક્લાસમાં તેમની મુલાકાત અલવીરા (સલમાન ખાનની બહેન) સાથે થઈ. સમય જતાં બંનેની મિત્રતા ગાઢ બની ગઈ. એક દિવસ અલવીરાએ કેટરીનાને કહ્યું કે, તે તેના ભાઈ સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં સાથે ચાલે. આ પાર્ટીમાં માત્ર થોડા જ લોકો આવવાના હતા. કેટરીના માની ગઈ અને સાંજે ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચી. જેવો કેટરીનાએ ઘરમાં પગ મૂક્યો, સલમાન તેની સામે શર્ટ વગર ઊભો હતો. કેટરીનાને જોતાં જ તે અચાનક મૂંઝાઈ ગયો અને સંતાતા સંતાતા રૂમમાં પાછો ભાગવા લાગ્યો, આ જોઈને કેટરીના હસી પડી.

સલમાન ખાનની બહેન અલવીરા કેટરીનાની ખાસ મિત્ર છે.

સલમાન ખાનની બહેન અલવીરા કેટરીનાની ખાસ મિત્ર છે.

નિતિન કક્કડને આપેલા ઇન્ટરવ્યુમાં સલમાને જણાવ્યું હતું કે, તે દિવસે મહેમાનોના આવ્યા પહેલા તેણે વર્કઆઉટ કર્યું હતું અને પછી નહાવા ગયો હતો. તેને લાગ્યું કે મહેમાનો આવવામાં હજી વાર છે, એટલે તે શર્ટ વગર જ લિવિંગ રૂમમાં આવી ગયો હતો. તે એ વાતથી અજાણ હતો કે અલવીરા પોતાની બહેનપણીને ઘરે લાવી રહી છે.

આ અણધારી પહેલી મુલાકાત પછી કેટરીના અવારનવાર અલવીરા સાથે તેના ઘરે જતી હતી, જ્યાં તેની સલમાન સાથે ગાઢ મિત્રતા થઈ ગઈ.

આ જ સમયે મહેશ ભટ્ટે ફિલ્મ ‘સાયા’ માટે કેટરીનાનું ઓડિશન લીધું હતું, ત્યારે તેને કેટરીના પસંદ આવી હતી. જોકે, પાછળથી કેટરીનાને તે ફિલ્મમાંથી બહાર કરી દેવાય હતી.

'સાયા' ફિલ્મમાં જોન અબ્રાહમ, તારા શર્મા અને મહિમા ચૌધરી મુખ્ય ભૂમિકામાં હતાં.

‘સાયા’ ફિલ્મમાં જોન અબ્રાહમ, તારા શર્મા અને મહિમા ચૌધરી મુખ્ય ભૂમિકામાં હતાં.

બોલિવૂડ કરિયર બરાબર ન ચાલવા વચ્ચે જ કેટરીનાને સાઉથની ફિલ્મ ‘મલ્લીશ્વરી’ (2004)માં વેંકટેશ સાથે કામ મળી ગયું. આ ફિલ્મ માટે કેટરીનાને 75 લાખ રૂપિયા ફી મળી હતી. તે સમયની સાઉથની એક્ટ્રેસિસની સરખામણીમાં આ સૌથી વધુ ફી હતી. આ ફિલ્મ હિટ રહી અને કેટરીનાને સાઉથમાંથી સતત મોટી ઓફરો મળવા લાગી. કેટરીનાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેને સાઉથના ટોપ એક્ટર્સ જેટલી જ ફી ઓફર થતી હતી, પરંતુ તેનું મુખ્ય ફોકસ બોલિવૂડ પર હતું.

શૂટિંગ દરમિયાન કોરિયોગ્રાફરે અપમાન કર્યું

આ સાઉથ ફિલ્મના એક ગીતનું શૂટિંગ આઉટડોર લોકેશન પર થઈ રહ્યું હતું. કેટરીના તે સમયે નવી હતી અને ઇન્ડિયન ક્લાસિકલ કે ફિલ્મ ડાન્સથી બિલકુલ અજાણ હતી. ડાન્સ ન આવડવાના કારણે તેણે વારંવાર રીટેક આપવા પડતા હતા. આ વાતથી કોરિયોગ્રાફર ગુસ્સે થઈ ગઈ. તેણે માઈક પર મોટેથી કહ્યું- ‘આ છોકરી સાવ ઝીરો છે. આને ડાન્સ કરતા પણ નથી આવડતું.’

સાઉથ એક્ટર વેંકટેશ સાથેની ફિલ્મ 'મલ્લીશ્વરી' માટે કેટરીનાને 75 લાખ રૂપિયા મળ્યા હતા.

સાઉથ એક્ટર વેંકટેશ સાથેની ફિલ્મ ‘મલ્લીશ્વરી’ માટે કેટરીનાને 75 લાખ રૂપિયા મળ્યા હતા.

કેટરીના ખૂબ નિરાશ થઈ અને મનમાં વિચાર્યું- ‘તે આટલા મોટા અવાજે બોલી રહી છે, જેથી હું સાંભળી શકું, એનો મતલબ એ જ છે કે, તે ઈચ્છે છે કે હું અપમાનિત અનુભવું.’

કેટરીનાએ તે કોરિયોગ્રાફરને સામે કંઈ ન કહ્યું, પરંતુ પોતાના ડાન્સિંગ સ્કીલ્સ પર તનતોડ મહેનત કરવાનું શરૂ કરી દીધું. આજે કેટરીના ‘શીલા કી જવાની’, ‘ચીકની ચમેલી’, ‘અફઘાન જલેબી’ અને ‘ઈશ્ક પરચમ’ જેવા સુપરહિટ ગીતો આપીને બોલિવૂડની શ્રેષ્ઠ ડાન્સર્સમાં ગણાય છે.

સલમાનના કારણે મળ્યો મોટો બ્રેક

સાઉથ ડેબ્યૂ પછી સલમાને કેટરીનાના કેટલાક ઓડિશન ક્લિપ્સ અને પ્રોજેક્ટ્સ જોયા હતા. થોડા સમય પછી સલમાન ખાનને સુષ્મિતા સેન સાથે ડેવિડ ધવનની ફિલ્મ ‘મૈંને પ્યાર ક્યૂં કિયા’ મળી. આ ફિલ્મ માટે ડેવિડ ધવન એક આત્મહત્યા કરવા મથતી મોડેલના રોલ માટે નવા ચહેરાની શોધમાં હતા, ત્યારે સલમાને તેમને કેટરીનાનું નામ સૂચવ્યું. ડેવિડ ધવને કેટરીનાનો સ્ક્રીન ટેસ્ટ લીધો અને કામ ગમતાં તેને કાસ્ટ કરી લીધી.

'મૈંને પ્યાર ક્યૂં કિયા'માં સુષ્મિતા સેન, સલમાન ખાન અને કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં હતાં.

‘મૈંને પ્યાર ક્યૂં કિયા’માં સુષ્મિતા સેન, સલમાન ખાન અને કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં હતાં.

બરાબર આ જ સમયે કેટરીનાને અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે ફિલ્મ ‘સરકાર’ માં કામ મળ્યું. કેટરીનાએ એકસાથે બંને ફિલ્મોનું શૂટિંગ કર્યું. બંને ફિલ્મો જુલાઈ 2005માં રિલીઝ થઈ. ‘સરકાર’માં ઓછો સ્ક્રીન ટાઈમ હોવા છતાં કેટરીનાને ઝી સિને એવોર્ડ્સમાં ‘મોસ્ટ પ્રોમિસિંગ ડેબ્યૂ’નું નોમિનેશન મળ્યું, જ્યારે ‘મૈંને પ્યાર ક્યૂં કિયા’ માટે તેને ‘બેસ્ટ બ્રેકથ્રુ પરફોર્મન્સ’નો સ્ટારડસ્ટ એવોર્ડ મળ્યો.

અક્ષયની ફિલ્મનો સેટ છોડીને ભાગી, ખૂબ રડી

ત્યારબાદ કેટરીના કૈફને અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘હમકો દીવાના કર ગયે’ માં સાઇન કરવામાં આવી. લીડ એક્ટ્રેસ તરીકે કેટરીનાની આ પહેલી મોટી ફિલ્મ બનવાની હતી, કારણ કે આ પહેલા તેની તમામ ફિલ્મોમાં નાના-મોટા રોલ જ હતા. આ ફિલ્મનું શૂટિંગ ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં ચાલી રહ્યું હતું. શિફ્ટ ખૂબ લાંબી ચાલવાની હતી, પરંતુ પહેલા જ દિવસે 3 કલાક શૂટિંગ કર્યા પછી કેટરીના કૈફ રડી પડી. થોડીવાર પછી કેટરીના કંઈ પણ બોલ્યા વગર સેટ પરથી નીકળી ગઈ.

કેટરીના અને અક્ષયે 'સિંગ ઇઝ કિંગ', 'વેલકમ' સહિત અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

કેટરીના અને અક્ષયે ‘સિંગ ઇઝ કિંગ’, ‘વેલકમ’ સહિત અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

તેણે ડિઝાઈનરને ફોન કરીને પૂછ્યું, ‘શું અહીં આ રીતે કામ થાય છે? આટલા બધા કલાકો સુધી કામ કરાવવામાં આવે છે? હું ખૂબ થાકી ગઈ છું. હું આ રીતે કામ નહીં કરી શકું. શું તમે મારા માટે બીજું કોઈ કામ શોધી શકો છો?’ ડિઝાઇનરે ના પાડી દીધી. સાંજે કેટરીનાએ મિત્રોને પણ કહ્યું- ‘મને અક્ષયથી ડર લાગે છે, હું આવી રીતે કામ નહીં કરી શકું.’ જોકે મિત્રોના સમજાવ્યા પછી કેટરીના માની ગઈ અને ફિલ્મ પૂરી કરી. આ ફિલ્મ હિટ રહી અને કેટરીના સાથે અક્ષયની જોડી દર્શકોને ખૂબ પસંદ પડી.

ફ્લોપ થવાના ડરથી ભારત છોડીને જવા માંગતી હતી કેટરીના

‘હમકો દીવાના કર ગયે’ પછી કેટરીનાને અક્ષય કુમાર સાથે ‘નમસ્તે લંડન’ માં કાસ્ટ કરવામાં આવી. ફિલ્મ બનીને તૈયાર થઈ ત્યારે બોલિવૂડના વર્તુળોમાં એવી ચર્ચા થવા લાગી કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ જશે. આ દરમિયાન ડિરેક્ટર વિપુલ શાહે કેટરીનાને ફિલ્મ જોવા માટે બોલાવી. ફિલ્મ બતાવ્યા પછી વિપુલ શાહે તેને પૂછ્યું કે, ‘ફિલ્મ કેવી લાગી?’ કેટરીના, જે અગાઉથી જ અફવાઓથી પરેશાન હતી, કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી તરત જ નીકળી ગઈ.

કેટરીનાને ફિલ્મ બિલકુલ પસંદ ન આવી. તેણે માની લીધું કે, આ ફિલ્મ ફ્લોપ જશે. તેણે ભારત છોડવા માટે પોતાનો સામાન પેક કરવાનું પણ શરૂ કરી દીધું હતું.

કેટરીના કૈફ અને અક્ષય કુમારની 'નમસ્તે લંડન' સુપરહિટ સાબિત થઈ હતી.

કેટરીના કૈફ અને અક્ષય કુમારની ‘નમસ્તે લંડન’ સુપરહિટ સાબિત થઈ હતી.

સાંજે તેની પાસે વિપુલ શાહના આસિસ્ટન્ટનો ફોન આવ્યો, જેણે કહ્યું- ‘તમે કંઈ પણ કહ્યા વગર ચાલ્યા ગયા, વિપુલજી તમારાથી નારાજ છે.’

કેટરીનાએ તરત જ વિપુલ શાહને ફોન કરીને ફિલ્મના જૂઠા વખાણ કરવાનું શરૂ કરી દીધું. તેણે ફિલ્મ રિલીઝ થાય, ત્યાં સુધી ભારતમાં રોકાવાનો નિર્ણય કર્યો, પરંતુ રિલીઝ પછી ફિલ્મ સુપરહિટ સાબિત થઈ અને કેટરીનાને વધુ મોટી ફિલ્મોની ઓફરો મળવા લાગી.

સલમાન જેલમાં ગયો, તો કેટરીના કૈફ દરગાહ પહોંચી ગઈ

ફિલ્મ ‘મૈંને પ્યાર ક્યૂં કિયા’ પછી સલમાન અને કેટરીનાના અફેરની ચર્ચાઓ સામાન્ય બની ગઈ હતી. દરેક લોકો માનતા હતા કે, સલમાન તેના ગોડફાધર છે. કેટરીનાએ ‘પાર્ટનર’ અને ‘યુવરાજ’ જેવી ફિલ્મોમાં સલમાન સાથે સ્ક્રીન પણ શેર કરી હતી. જ્યારે વર્ષ 2007માં સલમાન ખાનને કાળા હરણના શિકારના કેસમાં જેલ થઈ, ત્યારે કેટરીના અજમેર શરીફ દરગાહ પર દુઆ કરવા પહોંચી ગઈ હતી. એવી અફવાઓ પણ હતી કે, સલમાન કેટરીના માટે ખૂબ જ પઝેસિવ છે.

‘એક થા ટાઈગર’ના સેટ પર સલમાને લાફો માર્યો

પર્સનલ લાઈફની ચર્ચાઓ વચ્ચે કેટરીનાએ ‘વેલકમ’, ‘સિંગ ઈઝ કિંગ’, ‘ન્યૂયોર્ક’, ‘દે દના દન’ જેવી શાનદાર ફિલ્મો આપીને ટોપ એક્ટ્રેસિસમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું હતું. આ દરમિયાન તેને રણબીર કપૂર સાથે ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’ મળી. સાથે કામ કરતી વખતે કેટરીના અને રણબીરના લિંક-અપના સમાચારો આવવા લાગ્યા. આ જ સમયે કેટરીનાએ સલમાન ખાન સાથે ‘એક થા ટાઈગર’નું શૂટિંગ કર્યું. શૂટિંગ દરમિયાન સિનેબ્લિટ્ઝ મેગેઝિનના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ‘એક થા ટાઈગર’ ના સેટ પર કેટરીનાને ટૂંકા કપડાંમાં જોઈને સલમાન એટલો ગુસ્સે થઈ ગયો કે તેણે જાહેરમાં કેટરીના પર હાથ ઉઠાવી દીધો. આ સમાચાર ખૂબ ચર્ચામાં રહ્યા. થોડા સમય પછી સલમાને આ અંગે સ્પષ્ટતા પણ કરી હતી. ‘આપ કી અદાલત’ શોમાં સલમાને કહ્યું હતું કે, ‘કેટરીનાએ ટૂંકા કપડાં નહોતા પહેર્યા, પરંતુ કપડાંનું ફિટિંગ બરાબર નહોતું. તેથી મેં તેને કપડાં બદલવા માટે કહ્યું હતું. અમે ફિલ્મનું છેલ્લું ગીત ‘માશાઅલ્લાહ’ શૂટ કરી રહ્યા હતા અને તેમાં ટૂંકા કપડાં પહેરવાની કોઈ જરૂર પણ નહોતી.’

'એક થા ટાઇગર'ના ગીત 'માશાઅલ્લાહ'નો એક સીન.

‘એક થા ટાઇગર’ના ગીત ‘માશાઅલ્લાહ’નો એક સીન.

સલમાને હાથ ઉઠાવવાના દાવાને સીધો નકાર્યો ન હતો, પરંતુ એવું કહ્યું હતું કે, ક્યારેક પીઆર ટીમ પબ્લિસિટી મેળવવા માટે આવા ખોટા સમાચાર ફેલાવતી હોય છે.

જ્યારે વર્ષ 2013માં ફિલ્મ ‘ધૂમ 3’ રિલીઝ થઈ, ત્યારે આમિર ખાને પોતાની કો-સ્ટાર કેટરીના માટે કહ્યું હતું કે, તે સલમાન અને કેટરીનાના લગ્ન થતા જોવા માંગે છે. બીજી તરફ, કેટરીના અને રણબીરના સંબંધોની ચર્ચા સતત વધી રહી હતી. બંનેએ ક્યારેય આ સંબંધો વિશે હા કે ના કહી નહોતી.

રણબીર સાથેની પ્રાઈવેટ તસવીરો લીક થઈ

ઓગસ્ટ 2013માં કેટરીના અને રણબીરના સિક્રેટ હોલિડેની કેટલીક ખાનગી તસવીરો ‘સ્ટારડસ્ટ’ મેગેઝિનમાં છપાઈ ગઈ. આ તસવીરો બીચ પરથી ચોરીછૂપીથી લેવામાં આવી હતી. તસવીરો પબ્લિશ થવા પર કેટરીના ખૂબ ગુસ્સે ભરાઈ અને તેણે તેને અંગત જીવન પર તરાપ (બ્રીચ ઓફ પ્રાઇવસી) ગણાવી. જોકે, આ તસવીરો સામે આવ્યા પછી તેના સિક્રેટ રિલેશનશિપ પર મહોર લાગી ગઈ હતી.

ટૂંક સમયમાં જ કેટરીના અને રણબીર લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા. બંનેના લગ્નની ચર્ચાઓ ત્યારે વધુ જોર પકડી ગઈ, જ્યારે રણબીર સાથે ‘કોફી વિથ કરણ’ માં પહોંચેલી કરીના કપૂરે કેટરીનાને ‘ભાભી’ કહીને સંબોધી હતી.

કેટરીના અને રણબીરના આ ફોટો વાયરલ થયા હતા.

કેટરીના અને રણબીરના આ ફોટો વાયરલ થયા હતા.

લગ્નની ચર્ચાઓ વચ્ચે જ વર્ષ 2016માં કેટરીના અને રણબીરનું બ્રેકઅપ થઈ ગયું. પૂર્વ જર્નાલિસ્ટ પૂજા સામંતે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘બ્રેકઅપ પછી કેટરીના અંદરથી સાવ તૂટી ગઈ હતી. તે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ રણબીર હજી તૈયાર નહોતો.’ બ્રેકઅપના થોડા દિવસો પછી પૂજા જ્યારે કેટરીનાનો ઇન્ટરવ્યુ લેવા યશરાજ સ્ટુડિયો પહોંચી, ત્યારે કેટરીના ત્યાં ખૂબ રડી રહી હતી. તે રડતાં રડતાં કહી રહી હતી- ‘મેં ભૂલ કરી, હું તેને ખૂબ પ્રેમ કરતી હતી, તેના ચક્કરમાં મેં મારું આખું કરિયર બગાડી નાખ્યું.’

બ્રેકઅપના ગાળા વચ્ચે જ કેટરીનાએ રણબીર સાથે ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’માં કામ કર્યું, જે ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી.

રણબીરની માતા નીતુ સિંહે કટાક્ષ કર્યો હતો

કેટરીના સાથે બ્રેકઅપના થોડા સમય પછી રણબીરની માતા નીતુ સિંહની એક સોશિયલ મીડિયા પોસ્ટ પર ભારે વિવાદ થયો હતો. તેમણે શેર કરેલી પોસ્ટમાં લખ્યું હતું- ‘માત્ર એટલા માટે કે તેણે તમને 7 વર્ષ ડેટ કર્યા છે, તેનો અર્થ એ નથી કે તે તમારી સાથે લગ્ન કરશે. મારા અંકલે 6 વર્ષ મેડિસિનનો અભ્યાસ કર્યો હતો, પણ હવે તેઓ ડીજે છે.’

નીતુ સિંહની પોસ્ટ.

નીતુ સિંહની પોસ્ટ.

આના જવાબમાં કેટરીનાની માતાએ પણ એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું- ‘મને બાળપણથી જ એવું શીખવવામાં આવ્યું છે કે, સફાઇકર્મી સાથે પણ એટલા જ સન્માનથી વર્તન કરો, જેટલું સન્માન કોઈ કંપનીના સીઈઓને આપવામાં આવે છે.’

કેટરીના કૈફની માતાની પોસ્ટ.

કેટરીના કૈફની માતાની પોસ્ટ.

વિકી કૌશલમાં મળ્યો સાચો હમસફર, જાણો કેવી રીતે શરૂ થઈ લવ સ્ટોરી

વિકી અને કેટરીનાની જોડી બનાવવામાં કરણ જોહરની ભૂમિકા ઘણી મહત્વની રહી છે. જ્યારે કરણે પોતાના ચેટ શો ‘કોફી વિથ કરણ’ માં કેટરીનાને પૂછ્યું હતું કે, તે ભવિષ્યમાં કોની સાથે કામ કરવા ઈચ્છશે? ત્યારે કેટરીનાએ વિકી કૌશલનું નામ લીધું હતું. આ વાત જ્યારે કરણે વિકીને જણાવી, ત્યારે વિકી આ સાંભળીને ખુશીથી દિલ પર હાથ મૂકીને સોફા પર ‘બેભાન’ થવાની એક્ટિંગ કરવા લાગ્યો હતો.

ત્યારબાદ વિકી કૌશલે વર્ષ 2019માં ‘સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સ’ દરમિયાન સ્ટેજ પર જાહેરમાં કેટરીનાને લગ્નનો પ્રસ્તાવ આપ્યો હતો. વિકીએ મજાકમાં કહ્યું હતું- ‘હું તમારો બહુ મોટો ફેન છું. આજકાલ લગ્નની મોસમ ચાલી રહી છે, તો તમે પણ કોઈ વિકી કૌશલને શોધીને તેની સાથે લગ્ન કેમ નથી કરી લેતા?’ ત્યારબાદ વિકીએ સીધું જ પૂછી લીધું- ‘મુજસે શાદી કરોગી?’ આ સાંભળીને કેટરીનાએ હસીને જવાબ આપ્યો હતો- ‘હિંમત નથી.’

વિકી કૌશલે સ્ટેજ પરથી કેટરીના સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.

વિકી કૌશલે સ્ટેજ પરથી કેટરીના સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.

સૌથી રસપ્રદ વાત એ હતી કે, આ બધું સલમાન ખાનની હાજરીમાં થઈ રહ્યું હતું અને તે સમયે સલમાનના એક્સપ્રેશન્સ જોવા જેવા હતા. તે સમયે તો બધાએ આને એવોર્ડ નાઈટની સામાન્ય મસ્તી સમજીને અવગણી દીધું હતું, પરંતુ ટૂંક સમયમાં જ બંને ઘણી જગ્યાએ સાથે જોવા મળવા લાગ્યા.

વર્ષ 2019ના ‘આઈફા એવોર્ડ્સ’ અને ‘ઝી સિને એવોર્ડ્સ’માં પણ બંને સાથે પહોંચ્યા હતા અને બાજુ-બાજુમાં જ બેઠા હતા. ઘણી વખત વિકીને કેટરીનાના ઘરની બહાર પણ સ્પોટ કરવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં જ એક સરખી હૂડી પહેરેલી અને એક જ સરખા બેકગ્રાઉન્ડ વાળી તસવીરો પોસ્ટ થવાને કારણે તેમના અફેરની અટકળો તેજ થઈ ગઈ હતી.

એક ફોટોગ્રાફથી ખુલ્યો સંબંધોનો ભેદ

કેટરીનાએ સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે પીળી ટી-શર્ટ પહેરેલા એક વ્યક્તિને ગળે લગાવેલી જોવા મળી હતી. તસવીર એટલી ક્રોપ હતી કે માત્ર ટી-શર્ટનું ગજવું જ દેખાતું હતું. થોડા સમય પછી વિકીએ પણ તે જ પીળી ટી-શર્ટ પહેરેલો ફોટો પોસ્ટ કર્યો, જેના પછી કેટરીનાએ પોતાની તે ક્રોપ કરેલી તસવીર ડીલીટ કરી નાખી હતી.

પરંતુ ત્યાં સુધીમાં આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી અને બંનેનો સંબંધ જગજાહેર થઈ ગયો હતો. ત્યાર પછી અહેવાલો આવ્યા કે કપલે ડિરેક્ટર કબીર ખાનના ઘરે ચોરી-છૂપે રોકા (સગાઈ) વિધિ કરી લીધી છે.

કેટરિના-વિકીએ 9 ડિસેમ્બર 2021ના રોજ લગ્ન કર્યાં હતાં.

કેટરિના-વિકીએ 9 ડિસેમ્બર 2021ના રોજ લગ્ન કર્યાં હતાં.

ઘણી અટકળો વચ્ચે, આખરે વિકી અને કેટરીનાએ 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનના સવાઈ માધૌપુરના સુપ્રસિદ્ધ ‘સિક્સ સેન્સ રિસોર્ટ’માં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા, જેમાં માત્ર નજીકના પરિવારજનો અને મિત્રો જ સામેલ થયા હતા. લગ્નના 3 વર્ષ પછી, 7 નવેમ્બર 2025ના રોજ કેટરીનાએ એક દીકરાને જન્મ આપ્યો છે, જેનું નામ ‘વિહાન’ રાખવામાં આવ્યું છે.

કેટરિના અને વિકીના ઘરે 7 નવેમ્બર 2025ના રોજ દીકરા વિહાનનો જન્મ થયો.

કેટરિના અને વિકીના ઘરે 7 નવેમ્બર 2025ના રોજ દીકરા વિહાનનો જન્મ થયો.

હાલમાં કેટરીના અને વિકીએ તેમના દીકરાની તસવીરો મીડિયા કે સોશિયલ મીડિયા પર જાહેર કરી નથી.

Leave A Comment