કોટક બેંક પર ₹160 કરોડની છેતરપિંડીનો આરોપ:પંચકુલા નગર નિગમની ફિક્સ્ડ ડિપોઝિટમાં ગેરરીતિ, બેંકે પોલીસ ફરિયાદ નોંધાવી

Last Updated: March 25, 2026By

હરિયાણાની પંચકુલા નગર નિગમના કરોડો રૂપિયાના ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ને લઈને કોટક મહિન્દ્રા બેંક વિવાદોમાં છે. બેંક પર લગભગ ₹160 કરોડની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. મામલો સામે આવ્યા બાદ બેંકે પંચકુલા પોલીસમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે અને નગર નિગમ સાથે મળીને ખાતાઓની તપાસ શરૂ કરી દીધી છે. મેચ્યોરિટી પર પૈસા ટ્રાન્સફર કરતી વખતે થયો ખુલાસો પંચકુલા નગર નિગમના કમિશનર વિનય કુમારે જણાવ્યું કે નગર નિગમની કેટલીક FD લાંબા સમયથી કોટક મહિન્દ્રા બેંકની પંચકુલા શાખામાં હતી. જ્યારે નિગમે એક FD મેચ્યોર થવા પર ફંડ ટ્રાન્સફર કરવા માટે બેંકને કહ્યું, ત્યારે રેકોર્ડમાં ગડબડ જોવા મળી. આ પછી નિગમે બેંક પાસેથી તમામ જમા રકમનો હિસાબ માંગ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ગડબડ ₹160 કરોડ સુધીની હોઈ શકે છે. બેંકનો પક્ષ – KYC અને દસ્તાવેજો સંપૂર્ણપણે સાચા કોટક મહિન્દ્રા બેંકના પ્રવક્તાએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે બેંકે નગર નિગમના નિર્દેશો બાદ ફિક્સ્ડ ડિપોઝિટ અને તેનાથી સંબંધિત બેંક ખાતાઓની વિસ્તૃત તપાસ શરૂ કરી દીધી છે. બેંકનું કહેવું છે કે અત્યાર સુધીની તપાસમાં એકાઉન્ટ ઓપનિંગ પ્રોસેસ, KYC દસ્તાવેજો, ઓથોરાઈઝ્ડ સિગ્નેચર અને નિગમ પાસેથી મળેલા નિર્દેશો સંપૂર્ણપણે સાચા જણાયા છે. બેંકે દાવો કર્યો છે કે તમામ ટ્રાન્ઝેક્શન બેંકિંગ નિયમો હેઠળ જ કરવામાં આવ્યા હતા. બેંકે પોતે પંચકુલા પોલીસમાં ફરિયાદ નોંધાવી બેંકે જણાવ્યું કે દસ્તાવેજોનો એક મોટો ભાગ પહેલાથી જ નગર નિગમ સાથે મળીને તપાસવામાં આવ્યો છે અને બાકીની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે ચાલી રહી છે. પારદર્શિતા જાળવી રાખવા માટે બેંકે પોતે પંચકુલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બેંક મેનેજમેન્ટનું કહેવું છે કે તેઓ આ મામલે નગર નિગમ, સરકાર અને કાયદા અમલીકરણ એજન્સીઓનો સંપૂર્ણ સહયોગ કરી રહ્યા છે. IDFC ફર્સ્ટ બેંકમાં પણ આવો જ મામલો સામે આવ્યો હતો સરકારી ખાતાઓમાં હેરાફેરીનો આ કોઈ પહેલો કિસ્સો નથી. તાજેતરમાં IDFC ફર્સ્ટ બેંકની ચંદીગઢ શાખામાં પણ ₹590 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો. તે મામલો પણ હરિયાણા સરકારના કેટલાક પસંદગીના ખાતાઓ સાથે સંકળાયેલો હતો. બેંકે ત્યારે જણાવ્યું હતું કે કેટલાક કર્મચારીઓ અને બહારના લોકોએ મળીને આ ફ્રોડને અંજામ આપ્યો હતો. ———————————————– આ સમાચાર પણ વાંચો… તમારા-ઘરની નજીક ગેસની લાઈન હશે તો કનેક્શન લેવું જ પડશે:કંપની 3 મહિનાની નોટિસ આપશે, જો કનેક્શન નહીં લો તો ગેસનો સિલિન્ડર મળવાનું પણ બંધ થશે જો તમારા ઘરની નજીક ગેસ પાઇપલાઇન આવી ગઈ છે અને તમે PNG કનેક્શન લીધું નથી, તો આગામી 3 મહિનામાં તમારા ઘરે આવતો LPG સિલિન્ડર બંધ કરી દેવામાં આવશે. મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ગેસની અછતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ‘નેચરલ ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુશન ઓર્ડર 2026’ લાગુ કર્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર…