ગંગા ઘાટે સુનીલ ગ્રોવર ગોદડી પાથરીને સૂતો:ઋષિકેશમાં સાધુઓ અને શ્રદ્ધાળુઓ સાથે ઘાટ પર રાત વિતાવી, ચાહકોએ કોમેડિયનની સાદગીની પ્રશંસા કરી
કોમેડી, એક્ટર્સની મિમિક્રી અને રમુજી અંદાજથી લોકોને પેટ પકડીને હસવા મજબૂર કરતા કોમેડિયન સુનીલ ગ્રોવર તાજેતરમાં યોગ નગરી ઋષિકેશમાં ગંગાના ઘાટ પર સૂતેલો દેખાયો. સાધુ-સંતો અને સામાન્ય શ્રદ્ધાળુઓ વચ્ચે કરોડોની નેટવર્થ ધરાવતો સુનીલ ગોદડી પાથરીને જમીન પર સૂઈ ગયો. હાલમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ‘તારે જમીન પર’ સુનીલ ગ્રોવરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો, સાથે તેણે કેપ્શન લખ્યું, ‘તારે જમીન પર’. વીડિયોમાં સુનીલ ઓલિવ ગ્રીન કલરના ટીશર્ટ-શોર્ટ્સમાં ગંગા કિનારે સૂતેલો જોવા મળી રહ્યો છે. કોઈપણ પ્રકારની લક્ઝરી કે સુરક્ષા વિના સુનિલ નાનકડી ગોદડી પર હાથને જ ઓશીકું બનાવીને સૂતો છે. તેની આસપાસ ઘણા બધા સાધુ-સંતો અને અન્ય શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યા છે. આ દ્રશ્ય ઋષિકેશના ત્રિવેણી ઘાટનો છે. ઋષિકેશને મોક્ષનું સ્થાન પણ માનવામાં આવે છે. ચાહકોએ કોમેડિયનની સાદગીના વખાણ કર્યા હિટ ફિલ્મોમાં ભૂમિકા ભજવી
તાજેતરમાં સુનીલ ગ્રોવરે અમિતાભ બચ્ચન, જાવેદ અખ્તર અને આમિર ખાનની મિમિક્રી કરીને પ્રશંસા મેળવી હતી. એક કાર્યક્રમમાં જ્યારે સુનીલે જાવેદ અખ્તરની સામે જ તેમની મિમિક્રી કરી ત્યારે પ્રખ્યાત ગીતકાર પણ પોતાનું હાસ્ય રોકી શક્યા નહીં. સુનીલ ગ્રોવર અત્યાર સુધી ‘ભારત’, ‘જવાન’, ‘ગબ્બર ઇઝ બેક’, ‘બાગી’, ‘ગજની’ અને ‘ધ લેજેન્ડ ઓફ ભગત સિંહ’ જેવી હિટ ફિલ્મોમાં પોતાની ભૂમિકા ભજવી ચૂક્યો છે. કરોડોની નેટવર્થના માલિક
‘ગુત્થી’ તરીકે પોતાની ઓળખ બનાવનાર સુનીલ ગ્રોવર પોતાના મૂળિયાં સાથે જોડાયેલા છે. સુનીલની લોકપ્રિયતા છેલ્લા એક દાયકામાં ખૂબ જ વધી છે. આ જ કારણ છે કે, તેમની નેટવર્થ પણ આ જ દાયકામાં સૌથી વધુ વધી છે. ફિલ્મમાં કામ કરવા માટે સુનીલને 50 થી 60 લાખ રૂપિયા મળે છે, જ્યારે ટીવી પર એક એપિસોડના શૂટિંગ માટે તેઓ 10 થી 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે. સુનીલ ગ્રોવરને 2022માં હાર્ટ એટેક આવ્યો હતો
સુનીલની પત્ની આરતી વ્યવસાયે ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને બંનેને એક દીકરો છે. વર્ષ 2022માં સુનીલને હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી તેની ચાર બાયપાસ સર્જરી થઈ હતી. ડોકટરોએ તેને એક મહિનાનો આરામ આપ્યો હતો, પરંતુ તે ફક્ત 25 દિવસમાં જ કામ પર પાછો ફર્યો હતો.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

