'ચાહકોએ હાથ અને છાતી પર ઓટોગ્રાફ માગ્યા!':રમણીકે શૂટિંગનો ફની કિસ્સો શેર કર્યો, પ્રવિષ્ટ મિશ્રાએ 'બરેલી કે બચ્ચન'ને દરેકના ઘરની વાર્તા ગણાવી

Last Updated: June 20, 2026By

કલર્સના નવા શો ‘બરેલી કે બચ્ચન’માં સંબંધો, સપનાઓ અને રોજિંદી મૂંઝવણો સાથે જોડાયેલા એક પરિવારની વાર્તા બતાવવામાં આવી રહી છે. શોના મુખ્ય કલાકારો પ્રવિષ્ટ મિશ્રા અને રમણીક કટારિયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમના પાત્રોની તૈયારી, શોની વિશેષતા, શૂટિંગના મજેદાર કિસ્સાઓ અને ફેમિલી ડ્રામાના બદલાતા ટ્રેન્ડ પર વાત કરી. તેમણે કહ્યું કે આ શો દર્શકોને કોઈ સામાન્ય પરિવારની વાર્તા જેવો લાગશે. પ્રશ્ન: કૃષ્ણ અને રિયલ લાઈફના પ્રવિષ્ટમાં સૌથી મોટી સમાનતા શું છે? પ્રવિષ્ટ: કૃષ્ણ અને મારા વચ્ચે સૌથી મોટી સમાનતા એ છે કે, અમને બંનેને ઉપરવાળા પર અતૂટ વિશ્વાસ છે. પ્રશ્ન: રમણીક, સંગમને એક લીટીમાં કેવી રીતે વર્ણવશો? રમણીક: મહત્વાકાંક્ષી, સ્વતંત્ર અને બિલકુલ વાસ્તવિક. પ્રશ્ન: પ્રવિષ્ટ, ‘બરેલી કે બચ્ચન’માં એવું શું હતું, જેણે તમને તરત હા કહેવા મજબૂર કર્યા? પ્રવિષ્ટ: કૃષ્ણનું પાત્ર અને યુપીના છોકરાનું પાત્ર ભજવવાની તક. પ્રશ્ન: રમણીક, સંગમ પાત્ર માટે તમે કોઈ ખાસ તૈયારી કરી હતી? રમણીક: હા. હું દિલ્હીથી છું અને અમારા ઘરમાં ઘણા વર્ષોથી કામ કરતા દીદીનો પરિવાર ‘બરેલી કે બચ્ચન’ના ઘર જેવો જ છે. મેં તેમના પરિવારની વાર્તાઓ સાંભળી, ઘરનું વાતાવરણ સમજ્યું અને તે જ અનુભવોમાંથી સંગમનું પાત્ર બનાવ્યું. પ્રશ્ન: આજકાલ ફેમિલી ડ્રામા ઓછા જોવા મળે છે. તમને શું લાગે છે, આ શો દર્શકો સાથે કેવી રીતે જોડાઈ શકશે? પ્રવિષ્ટ: મને લાગે છે કે આ શોની સૌથી મોટી તાકાત તેની વાસ્તવિકતા છે. દરેકને બીજા ઘરની વાર્તા જાણવામાં રસ હોય છે અને આ શો પણ તેવો જ અનુભવ કરાવશે. તેમાં દેખાડાવાળો ડ્રામા નથી, પરંતુ રોજિંદી એ જ વાતો અને સમસ્યાઓ છે, જે સાચા ઘરોમાં હોય છે. દર્શકોને લાગશે કે જાણે કોઈ પાડોશીના ઘરમાં કેમેરો લગાવ્યો હોય. પ્રશ્ન: રમણીક, તમારા હિસાબે પરિવારમાં પ્રેમ વધુ જરૂરી છે કે જુગાડ? રમણીક: પ્રેમ. જોકે સંગમની ફેમિલીમાં ઇજ્જત અને બાકીની વસ્તુઓને પણ અગત્યતા આપવામાં આવે છે. પ્રશ્ન: સેટ પર સૌથી વધુ મસ્તી અને પ્રૅન્ક કોણ કરે છે? પ્રવિષ્ટ: હું તો નથી કરતો. પ્રશ્ન: શૂટિંગ દરમિયાન સૌથી મજેદાર ઘટના કઈ હતી? રમણીક: બરેલીમાં શૂટિંગ દરમિયાન ઘણા બધા ફેન્સ આવી ગયા હતા. કેટલાક લોકોએ મને કહ્યું કે, તેમના હાથ અને છાતી પર ઓટોગ્રાફ કરી દઉં. તે ખૂબ જ ફની મોમેન્ટ હતી. પ્રશ્ન: જો કૃષ્ણને એક દિવસ માટે બચ્ચન પરિવારમાંથી રજા મળે, તો તે સૌથી પહેલા શું કરશે? પ્રવિષ્ટ: તે સૌથી પહેલા સંગમની પાછળ જશે. પ્રશ્ન: દર્શકો સંગમ પાસેથી શું શીખી શકે છે? રમણીક: પોતાના સપના અને મહત્વાકાંક્ષાઓનો પીછો કરવાનું ક્યારેય છોડવું ન જોઈએ. રસ્તામાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે કે કોઈ રોકે, હાર માનવી ન જોઈએ.