જામનગરમાં ધોનીનો મસ્તીખોર મિજાજ, VIDEO:અંબાણી પરિવારના ગરબામાં સાક્ષી સાથે ટીખળ કરી, અનંત-રાધિકા સાથે ખતરનાક રાઈડ, નાસ્તાની મજા માણી
જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં એમએસ ધોની ગરબાના રંગે રંગાતા જોવા મળ્યા હતા. જામનગર સ્થિત રિલાયન્સ ગ્રીન્સ ટાઉનશીપમાં યોજાયેલા આ સેલિબ્રેશનમાં ધોનીનો એક સાવ અલગ, મનમોજી અને મસ્તીખોર અંદાજ સામે આવ્યો હતો. આ પ્રસંગે તેમની સાથે પત્ની સાક્ષી પણ ઉપસ્થિત રહી હતી. હાલમાં આ ઇવેન્ટના ધોનીના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યા છે. જમતી વખતે ધોનીએ સાક્ષી સાથે મજાક કરી આ સેલિબ્રેશનમાં ધોની પોતાની પત્ની સાક્ષી સાથે મજાકિયા અંદાજમાં રમૂજી પળો માણતા જોવા મળ્યા હતા. વાઇરલ ક્લિપમાં ભારતીય ક્રિકેટના આ દિગ્ગજ ખેલાડી સાક્ષીને ચમચીથી ખવડાવવાનો ડોળ કરીને છેલ્લી ક્ષણે ચમચી પાછી ખેંચી લેતા જોવા મળે છે. સૌથી મજેદાર વાત એ રહી કે તેમણે આ જ રીતે બીજી વખત પણ સાક્ષી સાથે આવી જ મજાક કરી હતી. જાયન્ટ સ્વિંગ રાઈડમાં પણ ‘કૂલ એન્ડ કમ્પોઝ્ડ’ જાયન્ટ સ્વિંગ અત્યંત રોમાંચક રાઈડ માનવામાં આવે છે, જેમાં લોકોને ખૂબ ઊંચાઈએ લઈ જઈને અચાનક મુક્ત કરવામાં આવે છે. લોલકની જેમ ઝૂલતી આ રાઈડમાં ફ્રી-ફોલ અને બેકાબૂ રોમાંચના મિશ્રણને કારણે સામાન્ય રીતે લોકોની ચીસો નીકળી જતી હોય છે. ધોની આ સ્વિંગની છેલ્લી સીટોમાંથી એક પર બેઠા હતા. રાઈડ પૂરપાટ ઝડપે ઊંચે જઈને નીચે આવી રહી હતી છતાં ધોનીના ચહેરા પર ડર કે ગભરાટનું નામોનિશાન નહોતું. તેમની સાથે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને તેમની પત્ની રાધિકા સહિત અન્ય સભ્યો પણ જોડાયા હતા. અન્ય એક વાઇરલ વીડિયોમાં અનંત અને રાધિકા સ્પિનિંગ કાર રાઈડની મજા માણી રહ્યા હતા, ત્યારે ધોની અન્ય લોકો સાથે ઊભા રહીને તેમને ઉત્સાહપૂર્વક જોઈ રહ્યા હતા. નાસ્તો માણ્યો અને વીડિયો બનાવતા ચાહકો સામે હાથ હલાવ્યો વેન્યૂ પર મોટી સંખ્યામાં ચાહકો ઉપસ્થિત હતા. જ્યારે ધોની નાસ્તાનો સ્વાદ માણી રહ્યા હતા, ત્યારે ચાહકો તેમને જોઈને હાથ હલાવી રહ્યા હતા. ધોનીએ પણ સ્મિત સાથે ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યાં ઉપસ્થિત અન્ય મહેમાનો સાથે હળવાશથી વાતચીત કરતા ધોની ખૂબ જ ઉત્સાહિત અને ખુશખુશાલ જોવા મળ્યા હતા. ત્યારબાદ તેઓ પત્ની સાક્ષી અને અંબાણી પરિવાર સાથે ગોલ્ફ-કાર્ટ જેવા વાહનમાં સવારી કરતા જોવા મળ્યા હતા. IPL ભવિષ્યને લઈને અનિશ્ચિતતા યથાવત બીજી તરફ, આઈપીએલમાં ધોનીના ભવિષ્યને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. ઇજાઓને કારણે સીએસકેના આ સ્ટાર ખેલાડી આઈપીએલ 2025માં એક પણ મેચ રમી શક્યા નહોતા. એક ખેલાડી તરીકે ધોની કદાચ છેલ્લી વાર રમ્યા હોય તેવી અટકળો પણ ચાલી રહી છે, જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. બીજી તરફ, CSKના CEO કાશી વિશ્વનાથને સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભવિષ્યમાં પણ ધોનીને પોતાની ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા જોવા માંગે છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


