ટ્રમ્પે ફિફા અધ્યક્ષને ફોન કરી ખખડાવ્યા!:અમેરિકી ખેલાડીનું રેડ-કાર્ડ રદ કરાવ્યું, ઇતિહાસનો પહેલો કિસ્સો; ટીમ બેલ્જિયમ સામે હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર

Last Updated: July 7, 2026By

ફિફા વર્લ્ડ કપમાં અમેરિકન ફૂટબોલર ફોલારિન બાલોગુનનું રેડ કાર્ડ રદ થવા પર વિવાદ થયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફિફા અધ્યક્ષ જિયાની ઇન્ફન્ટિનોને ફોન કર્યા બાદ રેડ કાર્ડ રદ કરવામાં આવ્યું. આ પછી બાલોગુનને બેલ્જિયમ સામે પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ રમવાની પરવાનગી મળી ગઈ. જોકે, બાલોગુન રમ્યા પછી પણ અમેરિકી ટીમ બેલ્જિયમ સામે 1-4થી હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. ફૂટબોલ વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પહેલો કિસ્સો છે, જ્યારે કોઈ રાષ્ટ્રાધ્યક્ષે રેડ કાર્ડ રદ કરવાની હિમાયત કરી હોય અને ફિફાએ તેને સ્વીકારી પણ લીધું હોય. ફિફાના આ નિર્ણયનો બેલ્જિયમ ફૂટબોલ સંઘ અને યુરોપિયન ફૂટબોલ યુનિયને વિરોધ કર્યો છે. 2018 વર્લ્ડ કપ દરમિયાન પણ કેટલાક દેશોના નેતાઓએ રેફરીના નિર્ણયો પર સાર્વજનિક ટિપ્પણી કરી હતી, પરંતુ તે કિસ્સાઓમાં ફિફાએ પોતાના નિર્ણયોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. 2002 વર્લ્ડ કપમાં સાઉથ કોરિયાના પક્ષમાં કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો પર રાજકીય અને રાજદ્વારી ચર્ચા થઈ હતી, પરંતુ ત્યારે પણ કોઈ સજા કે નિર્ણય બદલવામાં આવ્યો ન હતો. બાલોગુનને બોસ્નિયા સામે રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું 25 વર્ષના બાલોગુનને ગત નોકઆઉટ મુકાબલામાં રેડ કાર્ડ મળ્યું હતું. નિયમો અનુસાર તેમને એક મેચનો પ્રતિબંધ ભોગવવો જોઈતો હતો. તેમ છતાં, ફીફાએ તેમને બેલ્જિયમ સામે રાઉન્ડ ઓફ-16 મુકાબલામાં રમવાની મંજૂરી આપી દીધી. બેલ્જિયમ ફૂટબોલ મહાસંઘે ફીફાના આ નિર્ણય વિરુદ્ધ અપીલ દાખલ કરી, જે નામંજૂર થઈ ગઈ. બાલોગુને ટુર્નામેન્ટમાં ત્રણ ગોલ કર્યા. ટ્રમ્પે દખલગીરી કરવાની વાત સ્વીકારી પ્રી-ક્વાર્ટર ફાઇનલ પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બલોગુન રેડ કાર્ડ મામલે દખલગીરી કરવાની વાત સ્વીકારી. તેમણે સોમવારે વ્હાઇટ હાઉસમાં કહ્યું, ‘મેં જ ફિફાને કહ્યું હતું કે તે અમેરિકાના સ્ટ્રાઈકર ફોલારિન બલોગુન પર લગાવવામાં આવેલા એક મેચના પ્રતિબંધની સમીક્ષા કરે. ટ્રમ્પે કહ્યું- ‘મેં ફિફા અધ્યક્ષ ઇન્ફન્ટિનો સાથે વાત કરી. તેમણે કહ્યું, મને નથી લાગતું કે આ ફાઉલ હતો.’ આ પછી ફિફાએ બાલોગુનને બેલ્જિયમ સામે મેચ રમવાની મંજૂરી આપી દીધી. આના પર ટ્રમ્પે કહ્યું- ફિફાએ સાચો નિર્ણય લીધો. જો પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હોત તો ટુર્નામેન્ટ પર મોટો ડાઘ લાગી જાત. ફિફા કહ્યું- નિયમોના આધારે નિર્ણય લેવાયો ફિફા પ્રેસિડેન્ટ ઇન્ફન્ટિનોએ સોશિયલ મીડિયા પર કહ્યું કે અનુશાસન સમિતિએ સંપૂર્ણ સ્વતંત્રતા સાથે નિર્ણય લીધો. દરેક કેસનું મૂલ્યાંકન સંબંધિત નિયમો અને ઉપલબ્ધ તથ્યોના આધારે કરવામાં આવે છે. જોકે, આ નિર્ણયે વિશ્વ કપ દરમિયાન ફિફાની પારદર્શિતા અને નિર્ણય પ્રક્રિયાને લઈને નવી ચર્ચા જગાવી છે. ફિફા હંમેશા એવો દાવો કરતું રહ્યું છે કે તેના નિર્ણયો રાજકીય પ્રભાવથી સંપૂર્ણપણે સ્વતંત્ર હોય છે. આવા સંજોગોમાં વિશ્વ કપ દરમિયાન કોઈ દેશના રાષ્ટ્રપતિની સાર્વજનિક દખલગીરી અને તે પછી ખેલાડીને મળેલી રાહતે રમતગમત પ્રશાસનની નિષ્પક્ષતા પર સવાલો ઉભા કર્યા છે. 1962માં ગારિંચાનું રેડ કાર્ડ રદ થયું હતું આ વર્લ્ડ કપના ઇતિહાસમાં રેડ કાર્ડ રદ થવાનો બીજો કિસ્સો છે. પ્રથમ કિસ્સો 1962માં સામે આવ્યો હતો. ત્યારે બ્રાઝિલના ગારિંચાને સેમિફાઇનલમાં ચિલી સામે રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. જોકે, ગારિંચાએ ફાઇનલમાં ભાગ લીધો અને ચેકોસ્લોવાકિયા પર જીત મેળવી. તે સમયે રેડ કાર્ડ પછી ખેલાડી પર પ્રતિબંધ લાગતો ન હતો, પરંતુ અધિકારીઓ પુરાવાના આધારે સજા નક્કી કરતા હતા. 1962માં ફિફાની અનુશાસનાત્મક સમિતિનો નિર્ણય રાજકીય હસ્તક્ષેપના આરોપોથી ઘેરાયેલો હતો.