ડીઝલ પર વિન્ડફોલ-ટેક્સ ₹5 ઘટ્યો, નવા દરો આજથી લાગુ:એક લિટર પર ₹24ને બદલે ₹19 ટેક્સ લાગશે, એક્સપોર્ટ લેવી પણ ₹3થી ઘટીને ₹1 થઈ
કેન્દ્ર સરકારે ડીઝલની નિકાસ પર લાગતા વિન્ડફોલ ટેક્સમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવા દરો આજથી લાગુ થઈ ગયા છે. તેલ કંપનીઓને એક લિટર ડીઝલની નિકાસ કરવા માટે હવે 24 રૂપિયાને બદલે 19 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે, નિકાસ લેવી એટલે કે વિશેષ શુલ્કમાં પણ 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ હવે 3 રૂપિયાને બદલે 1 રૂપિયો જ લાગશે. નોલેજ બોક્સ: ‘વિન્ડફોલ ટેક્સ’ શું હોય છે? જ્યારે કોઈ કંપની કે સેક્ટરને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ અથવા અચાનક આવેલા ફેરફારોને કારણે કોઈ વધારાના પ્રયાસ વિના અણધાર્યો (વિન્ડફોલ) ભારે નફો થાય છે, ત્યારે સરકાર તે વધારાના નફા પર એક વિશેષ ટેક્સ લગાવે છે. આને જ ‘વિન્ડફોલ ટેક્સ’ કહેવામાં આવે છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

