'તારક મહેતા' ફેમ 'બાઘા'ના પિતાનું અવસાન:અરવિંદ વેકરિયા ગુજરાતી રંગભૂમિના વરિષ્ઠ કલાકાર હતા; આઠ મહિનામાં એક્ટરે માતા-પિતાની છત્રછાયા ગુમાવી

Last Updated: June 24, 2026By

ગુજરાતી નાટક અને સિનેમા જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ અને વરિષ્ઠ કલાકાર અરવિંદ વેકરિયાએ 78 વર્ષે દુનિયાને અલવિદા કહી દીધું છે. અરવિંદ વેકરિયાએ માત્ર એક ઉત્કૃષ્ટ એક્ટર જ નહોતા, પરંતુ તેઓ લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘બાઘા’નું પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતા થયેલા એક્ટર તન્મય વેકરિયાના પિતા હતા. વેકરિયા પરિવાર માટે આ સમય અત્યંત કપરો છે, કારણ કે થોડા સમય પહેલા જ તન્મય વેકરિયાના માતાનું પણ અવસાન થયું હતું. ટૂંકા ગાળામાં જ માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવતા એક્ટર અને તેમનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. પિતાને સ્ટેજ પર જોઈને જ જાગી હતી અભિનયની ભૂખ તન્મય વેકરિયાના પરિવારમાં તેમના માતા-પિતા ઉપરાંત તેમનો એક નાનો ભાઈ મનવિત વેકરિયા છે, જે હાલ ઓસ્ટ્રેલિયામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) તરીકે સેટલ છે. તન્મયે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, બાળપણથી જ ઘરમાં કળાનું વાતાવરણ હતું. જ્યારે તે નાનો હતો ત્યારે પિતા અરવિંદ વેકરિયાને સ્ટેજ પર લાઇવ અભિનય કરતા જોતો હતો. પિતાની એ જ અદાકારી અને રંગમંચ પ્રત્યેનો આદર જોઈને તન્મયને પણ એક્ટિંગ ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળી હતી.અરવિંદ વેકરિયાએ ગુજરાતી થિયેટર અને ફિલ્મોમાં દાયકાઓ સુધી યોગદાન આપ્યું છે. પિતા જાણીતા ગુજરાતી સિનેમાના જાણીતા એક્ટર તન્મય વેકરિયાના પિતા અમરેલીના વડીયા ગામમાં જન્મેલા અને મુંબઈમાં સ્થાયી થયેલા. અરવિંદ વેકરિયા ગુજરાતી સિનેમા ને થિયેટરના જાણીતા એક્ટર છે. મુંબઈમાં કાંદિવલીમાં મે, 1976માં જન્મેલા તન્મયનો તો હવે અમરેલી સાથે ખાસ સંપર્ક રહ્યો નથી. એક્ટરનો નાનો ભાઈ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે અને 15 વર્ષ દુબઈમાં રહ્યા બાદ છેલ્લાં પાંચેક વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે. અરવિંદ વેકરિયા ‘તારક મહેતા’માં પણ દેખાયા છે અરવિંદ વેકરિયાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જ્વેલર તરીકે મહેમાન ભૂમિકા ભજવી હતી. આત્મારામ ભીડે તેની પત્ની માધવીના દાગીના લેવા માટે જેની મુલાકાત લે છે તે જ્વેલરનું તેણે ચિત્રણ કર્યું. સેટ પર જ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો હતો ‘બાઘા’ હજુ પાંચ જ દિવસ પહેલા તન્મય વેકારિયા માતાને યાદ કરી સેટ પર ધ્રુસકે ધ્રુસકે રહી પડ્યો, જેના પછી શોનું શૂટિંગ થોડા સમય માટે રોકવું પડ્યું હતું. ઓનસ્ક્રીન ગર્લફ્રેન્ડ બનેલી બાવરી સાથે એક લવ સ્ટોરી સંબંધિત સીન કરી રહ્યો હતો. ડિરેક્ટરે જેવું જ એક્શન બોલ્યું, તન્મય સીન કરવાને બદલે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. આવી સ્થિતિમાં શૂટિંગ પણ રોકવું પડ્યું હતું. ‘ત્રીજા ધોરણથી નાટક-સિરિયલ કરી’ તન્મય વેકરિયાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘જ્યારથી સમજણ પડવા લાગી ત્યારથી જ એક્ટિંગ કરવાનું નક્કી કર્યું. મેં નાનપણથી પપ્પાને એક્ટિંગ ને ડિરેક્શન કરતા જોયા. પપ્પા સાથે રિહર્સલ, નાટકના શોમાં, સિરિયલના શૂટિંગમાં જતો ને મને એ માહોલમાં રહેવું ગમતું. ત્રીજા ધોરણથી નાટકો-સિરિયલમાં કામ કરવાની શરૂઆત કરી.’ ‘અલગ-અલગ થિયેટર ડિરેક્ટર્સ સાથે કામ કર્યું’ ‘1999માં ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ ફુલ ટાઇમ નાટકો જ કરવા તેમ નક્કી કર્યું. ગ્રેજ્યુએશન બાદનું મારું પહેલું નાટક પપ્પાના ડિરેક્શનમાં ‘સુખને એક ચાન્સ આપો’ હતું, જેમાં અમૃત પટેલ, મહેશ્વરીબેન લીડ રોલમાં ને મારા હિસ્સે બે કેમિયો રોલ હતા, જેમાં હું નાટકના ફર્સ્ટ ને સેકન્ડ હાફમાં આવતો. પછી અનેક નાટકો કર્યાં. પપ્પા ઉપરાંત સિદ્ધાર્થ રાંદેરિયા, ફિરોઝ ભગત, દિનયાર કોન્ટ્રાક્ટર, દિલીપ જોશી, દિનેશ શુક્લ સાથે અનેક નાટકો કર્યાં. નાટકોની સાથે સાથે સિરિયલમાં નાના રોલ કરતો. ‘2009માં ટીવી-નાટકમાં સાથે કામ કર્યું’ ‘2009માં ટીવી સિરિયલ ‘મણીબેન.કોમ’ મળી. સિરિયલમાં સ્મૃતિ ઇરાની લીડ રોલમાં અને હું તેમના ભાઈના રોલમાં હતો. શરૂઆતમાં મને એવું કહેવામાં આવ્યું કે તમારે મહિનાના માંડ ચાર-પાંચ દિવસ કામ રહેશે, પરંતુ સિરિયલ ઑન એર થતાં જ મારું કામ વખણાયું ને મહિનામાં 27 દિવસ કામ કરવું પડતું. મેં ઉમેશ શુક્લાનું નાટક ‘જય હો જમનાદાસ’ સિરિયલના શૂટિંગ પહેલાં સાઇન કર્યું હતું. આ જ કારણે શરૂઆતના છએક મહિના તો સવારે શૂટિંગ પૂરું કરું ને સાંજે નાટકના શો માટે ગુજરાતનાં વિવિધ શહેરોમાં જતો. પછી નક્કી કર્યું કે હવે નાટક અથવા તો ટીવી બેમાંથી એકમાં જ આગળ વધીશ ને મેં ટીવીમાં જ કામ કરવાનું નક્કી કર્યું. આ નિર્ણય તો લઈ લીધો, પરંતુ શરૂઆતમાં સિરિયલમાં ખાસ કામ મળતું નહોતું. મને યાદ છે ત્યાં સુધી પાંચેક મહિના સુધી મને કામને લગતા કોઈ ફોન આવ્યા નહોતા ને મારી પાસે કોઈ કામ નહોતું.’ ‘આ રીતે થઈ બાઘાની એન્ટ્રી…’ સિરિયલમાં બાઘાનો રોલ કેવી રીતે મળ્યો તે અંગે તન્મય કહે છે, ‘2010માં નટુકાકા એટલે કે ઘનશ્યામભાઈ નાયકને બાયપાસ કરાવવાની હતી ને સિરિયલના ટ્રેક પ્રમાણે નટુકાકાની હાજરી જરૂરી હતી, પરંતુ તે કરી શકે તેમ નહોતા. આ દરમિયાન મને જાણ થઈ કે નટુકાકાના ભત્રીજાનું કાસ્ટિંગ થઈ રહ્યું છે તો ફરી પાછો સેટ પર મળવા આવ્યો. ત્યારે પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણીએ કહ્યું કે ભત્રીજાનો રોલ છે અને ચાર-પાંચ દિવસનું શૂટિંગ છે તો તમે કરો, તમને મજા આવશે. આ રીતે મને બાઘાનો રોલ મળ્યો ને બાકી તો ઈતિહાસ છે.’ તન્મય વેકારિયા વિશે- તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો વિશે-