દીપિકા પાદુકોણને એરપોર્ટ પર છોડવા પહોંચ્યો પતિ રણવીર:ઓવરસાઇઝ્ડ બ્લુ શર્ટ અને વાઇડ-લેગ જીન્સમાં એક્ટ્રેસનો સ્ટાઇલિશ લુક, જુઓ PHOTOS

Last Updated: August 17, 2026By

દીપિકા પાદુકોણ તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તે બ્લુ આઉટફિટમાં જોવા મળી હતી. દીપિકાને એરપોર્ટ છોડવા રણવીર પણ પહોંચ્યો હતો. આ દરમિયાન રણવીર કારમાં બેઠેલો જોવા મળ્યો. દીપિકા પાદુકોણે પ્રેગ્નેન્સી દરમિયાન કમ્ફર્ટેબલ કપડાં પહેર્યાં હતાં. તેણે ઓવરસાઈઝ્ડ લાઇટ બ્લુ શર્ટ સાથે ઢીલી અને વાઇડ-લેગ બ્લુ જીન્સ પહેરી હતી. બંને આઉટફિટનો ટોન એક સરખો હતો, જેના કારણે તેનો લુક કોઓર્ડિનેટેડ લાગતો હતો. શર્ટમાં ક્લાસિક કોલર, બટન-ડાઉન ફ્રન્ટ અને ફુલ સ્લીવ્સ હતી. તેણે ઢીલા શર્ટ સાથે ફિટેડ બોટમ પહેરવાને બદલે વાઇડ-લેગ ડેનિમ પસંદ કરી, જે પગ પર ઢીલી હતી. દીપિકાએ લુકને વ્હાઇટ સ્નીકર્સ સાથે પૂરો કર્યો. તેણે ડાર્ક લેધર શોલ્ડર બેગ અને બ્રાઉન-ટિન્ટેડ સનગ્લાસ પહેર્યાં હતાં. મેકઅપ સિમ્પલ રાખ્યો અને વાળને સ્લીક બનમાં બાંધ્યા. તેના ગ્રીન મેનીક્યોરે લુકમાં રંગનો ટચ ઉમેર્યો. એપ્રિલમાં કરી હતી બીજી પ્રેગ્નન્સીની જાહેરાત દીપિકા અને રણવીર સિંહ બીજી વાર માતા-પિતા બનવાના છે. કપલે 19 એપ્રિલે બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. દીપિકા અને રણવીરના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની દીકરી દુઆની એક તસવીર શેર કરવામાં આવી હતી, જેમાં દીકરીએ એક પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ પકડી હતી, જે પોઝિટિવ રિઝલ્ટ બતાવી રહી છે. તસવીરમાં રણવીર દીકરીને ખોળામાં લઈને ઊભો છે. જોકે, તેનો ચહેરો દેખાઈ રહ્યો ન હતો. જ્યારે, તસવીરમાં દુઆનો અડધો ચહેરો દેખાઈ રહ્યો હતો. 2024માં દીકરી દુઆનો જન્મ થયો હતો નોંધનીય છે કે, દીપિકા અને રણવીરની દીકરી દુઆનો 8 સપ્ટેમ્બર 2024ના રોજ જન્મ થયો. તે સમયે તેમણે લખ્યું હતું, ‘વેલકમ બેબી ગર્લ. 8-9-2024. દીપિકા અને રણવીર.’ આ પહેલા ફેબ્રુઆરી 2024માં દીપિકાએ પહેલી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. બંનેની લવ સ્ટોરી 2013માં ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’ ના સેટ પરથી શરૂ થઈ હતી. ઘણા વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા પછી બંનેએ 2018માં ઇટાલીમાં લગ્ન કર્યા હતા. કપલના વર્કફ્રન્ટની વાત કરીએ તો, દીપિકા ફિલ્મ ‘કિંગ’ માં શાહરૂખ ખાન સાથે જોવા મળશે. ફિલ્મ 24 ડિસેમ્બર 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. રણવીરની છેલ્લી 2 ફિલ્મો ‘ધુરંધર’ અને ‘ધુરંધર 2’ છે. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ. ‘ધુરંધર’ના પહેલા ભાગે વિશ્વભરમાં 1307 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જ્યારે તેની સિક્વલને પણ દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ‘ધુરંધર 2’ એ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરીને ભારતમાં બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવાનો રેકોર્ડ બનાવ્યો. સેકનિલ્ક અનુસાર, ફિલ્મે ભારતમાં લગભગ ₹1149 કરોડનું નેટ કલેક્શન અને વિશ્વભરમાં લગભગ ₹1813 કરોડની ગ્રોસ કમાણી કરી. ગ્રોસ કલેક્શન એ ટિકિટમાંથી થતી કુલ કમાણી છે અને નેટ કલેક્શન એ ટેક્સ પછીની કમાણી છે.