'ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ'નું મોશન પોસ્ટર રિલીઝ:સિક્વલમાં વધુ ગંભીર મુદ્દો ઉઠાવ્યો હોવાનો મેકર્સનો દાવો; ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરાઈ

Last Updated: January 31, 2026By

વિપુલ અમૃતલાલ શાહની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ’નું મોશન પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. દરેક ફ્રેમમાં ડર, ગુસ્સો અને સત્યને સમાવતું આ મોશન પોસ્ટર દર્શકોને હચમચાવી દે તેવું લાગી રહ્યું છે. સાથે જ મેકર્સે ફિલ્મના ટીઝરની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી દીધી છે, જે 30 જાન્યુઆરીએ રિલીઝ થશે. ‘ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ’નું મોશન પોસ્ટર રિલીઝ ‘ધ કેરળ સ્ટોરી’ દ્વારા કડવી અને અસ્વસ્થ કરનારી વાસ્તવિકતાને સામે લાવનાર વિપુલ અમૃતલાલ શાહ હવે તેની સિક્વલ સાથે વધુ આગળ વધવાનો દાવો કરી રહ્યા છે. ‘ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ’નું મોશન પોસ્ટર એ વાતની ઝલક આપે છે કે, ફિલ્મ પહેલા ભાગ કરતાં ક્યાંય વધુ ગંભીર, ડરામણી અને બેચેન કરનારી બનવાની છે. ‘ધ કેરળ સ્ટોરી’ 2023ની બ્લોકબસ્ટર ફિલ્મ સાબીત થઈ હતી મોશન પોસ્ટરમાં મહિલાઓના આંસુ, ડર અને ગુસ્સાથી ભરેલા ચહેરા દેખાય છે, જે એ વાતનો સંકેત છે કે, આ ફિલ્મ છેતરપિંડી, નફરત અને માનવતા સાથે જોડાયેલી એ સત્યતાઓને ઉજાગર કરશે, જેને ઘણીવાર અવગણવામાં આવે છે. પોસ્ટરની દરેક ફ્રેમ દર્શકોના રૂંવાડા ઊભા કરી દે તેવી છે અને ફિલ્મમાં સામે આવનારી ભયાનક વાસ્તવિકતાની ઝલક આપે છે. નોંધનીય છે કે, ‘ધ કેરળ સ્ટોરી’ વર્ષ 2023ની મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાં સામેલ રહી હતી, જેણે લવ જેહાદ અને ધર્મ પરિવર્તન જેવા સંવેદનશીલ મુદ્દાઓને નિર્ભયતાથી ઉઠાવ્યા હતા. ફિલ્મે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી હતી અને બાદમાં તેને બે કેટેગરીમાં નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી. ‘ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ’ ને સનશાઇન પિક્ચર્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે. ફિલ્મનું ડિરેક્શન નેશનલ એવોર્ડ વિજેતા કામાખ્યા નારાયણ સિંહે કર્યું છે. વાર્તા અને સ્ક્રીનપ્લે અમરનાથ ઝા અને વિપુલ અમૃતલાલ શાહે લખ્યા છે. ફિલ્મને આશિન એ શાહે કો-પ્રોડ્યુસ કરી છે. મ્યુઝિક મનન શાહનું છે, જ્યારે ગીતોના બોલ મનોજ મુન્તશિરે લખ્યા છે. ફિલ્મ 27 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.