નેપાળથી વહીને ઉત્તર પ્રદેશ પહોંચ્યા 17 મૃતદેહો:ચીને કહ્યું- દુર્ઘટનાના 12 દિવસ પહેલા જ એલર્ટ કર્યા હતા; અત્યાર સુધીમાં 955 મોત
નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા પૂરમાં તણાઈ ગયેલા લોકોના 17 મૃતદેહ ઉત્તર પ્રદેશમાં ગંડક નદીમાંથી મળ્યા છે. તેમાંથી 13 મૃતદેહ કુશીનગરના ખડ્ડા અને તમકુહી રાજ તાલુકામાંથી મળ્યા. જ્યારે, મહારાજગંજમાંથી મળેલા 4 મૃતદેહ સોમવારે નેપાળ પ્રશાસનને સોંપવામાં આવ્યા હતા, જેમાં 3 મહિલાઓ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓળખ ન થવા પર પોસ્ટમોર્ટમ દરમિયાન DNA સેમ્પલ લેવામાં આવ્યા છે. બીજી તરફ, પૂર પહેલાં જરૂરી ડેટા શેર ન કરવાના આરોપો પર ચીને કહ્યું કે તેના વર્લ્ડ મેટ્રોલોજિકલ સેન્ટરે 12 દિવસ પહેલાં જ નેપાળને ઈમેલ મોકલીને ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક પૂરની ચેતવણી આપી હતી. નેપાળ-તિબેટમાં અત્યાર સુધીમાં 955 લોકોના મોત થયા છે. તેમાં નેપાળમાં 939 અને તિબેટમાં 16 મોત થયા છે, જ્યારે 3900થી વધુ લોકો હજુ પણ ગુમ છે. નેપાળ હોનારતની 3 નવી તસવીરો… પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

