નેપાળી PM સંસદમાં બોલ્યા- ભારતનો આભાર:કહ્યું- યોગ્ય સમયે પાડોશી દેશોએ મદદ પહોંચાડી; 7 દિવસમાં 1200 થી વધુ લોકોનાં મોત

Last Updated: September 2, 2026By

નેપાળના વડાપ્રધાન બાલેન શાહે પૂર રાહત અને બચાવ કાર્યોમાં મદદ કરવા બદલ સંસદમાં ભારત અને ચીનનો આભાર માન્યો. બુધવારે સંસદને સંબોધતા તેમણે કહ્યું કે બંને પાડોશી દેશોએ સમયસર રાહત સામગ્રી, ટેકનિકલ ટીમો અને તાત્કાલિક મદદ મોકલી. ભારતે રાહત સામગ્રીનો પાંચમો જથ્થો મોકલ્યો છે. ભારતીય ટીમો સુરંગોમાં સર્ચ ઓપરેશન અને મૃતદેહોની ઓળખમાં મદદ કરી રહી છે. જ્યારે, ચીને ગ્યિરોંગ બોર્ડર સુધી જતો હાઈવે ખોલી દીધો છે, જેનાથી રાહત ટીમો અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચી રહી છે. પૂરને કારણે અત્યાર સુધીમાં કુલ 1,225 લોકોના મોત થયા છે. તેમાં નેપાળમાં 1,204 અને તિબેટમાં 21 લોકોના જીવ ગયા છે. 4700 થી વધુ લોકો ગુમ છે. ઘણા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સના કર્મચારીઓ પણ ગુમ છે. એવી આશંકા છે કે કેટલાક લોકો હજુ પણ સુરંગોમાં ફસાયેલા હોઈ શકે છે. નેપાળ વિનાશની 4 તસવીરો…
કાઠમંડુમાં ગુમ થયેલા સ્વજનોના ફોટા લગાવવામાં લોકોને મદદ કરતું એક બાળક. રહેણાંક વિસ્તારોમાંથી પૂર પછીનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. પૂરમાં મૃત લોકોના મૃતદેહોને દફનાવવામાં આવ્યા છે. ભારતીય ટીમ મૃતદેહોના અવશેષોની DNA તપાસ કરી રહી છે. જેથી મૃતદેહો પરિવારજનોને સોંપી શકાય. પળેપળની અપડેટ્સ માટે બ્લોગ વાંચો…

Leave A Comment