પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા જીતથી 6 વિકેટ દૂર:શ્રીલંકાને 288 રન જોઈએ, પાંચમા દિવસે કોણ મારશે બાજી?
ભારત અને શ્રીલંકા વચ્ચે ગૉલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે મેચનો પાંચમો અને છેલ્લે દિવસ છે. ભારતીય ટીમની સ્થિતિ મજબૂત છે. તેઓ આ મેચ લગભગ જીતી જશે. કારણ કે ટીમ ઈન્ડિયા જીતથી 6 વિકેટ દૂર છે. જ્યારે શ્રીલંકાને હજુ પણ 288 રનની જરૂર છે. પીચમાં બાઉન્સ અને ટર્નને જોતા શ્રીલંકન બેટર્સ આજે ચમત્કાર કરે તો જીતી શકે એમ છે. આજના દિવસની રમત સવારે 9:45 વાગ્યે શરૂ થશે. આજે મેચના પાંચમા દિવસ શ્રીલંકા માટે કેપ્ટન ધનંજય ડી સિલ્વા 31 અને સોનલ દિનૂષા 25 રન સાથે ગેમને આગળ વધારશે. બંને વચ્ચે 37 રનની ભાગીદારી થઈ ચૂકી છે. ભારત માટે બીજી ઇનિંગમાં માનવ સુથારે 2, જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ 1-1 વિકેટ લીધી. ભારતે પહેલી ઇનિંગ્સમાં 462 રન બનાવ્યા હતા, જ્યારે શ્રીલંકાની પહેલી ઇનિંગ્સ 284 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતને પહેલી ઇનિંગ્સમાં 178 રનની લીડ મળી હતી. બીજી ઇનિંગ્સમાં 193 રન ઉમેર્યા પછી ભારતની કુલ લીડ 371 રનની થઈ. રિષભ પંત ટેસ્ટમાં 100 સિક્સ ફટકારનાર પહેલો ભારતીય રિષભ પંત ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં 100 છગ્ગા લગાવનાર પ્રથમ બેટર બન્યો. પંતે લાહિરુ કુમારાના બોલને લોંગ લેગની ઉપરથી છગ્ગા માટે મોકલ્યો. આ જ છગ્ગા સાથે તેણે ટેસ્ટ કરિયરની 20મી અડધી સદી પણ પૂરી કરી. તેણે 66 રનની ઇનિંગ્સ રમી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

