ફોર્બ્સ લિસ્ટમાં દુનિયાના સૌથી અમીર ઇલોન મસ્કનો જીવ ટુંકો!:અઢળક સંપત્તિ પણ દાન આપવામાં પાછળ, 1% પણ દાન નહીં; ગેટ્સ-બફેટે દાન ન કર્યુ હોત તો બીજા-ત્રીજા સૌથી અમીર હોત
બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે દુનિયાના અમીરોની યાદી એક નવા દૃષ્ટિકોણથી જાહેર કરી છે. અબજોપતિઓની સંપત્તિની ફરીથી ગણતરી કરતી વખતે, તેમાં તેમના દ્વારા કરવામાં આવેલા દાનને પણ ઉમેરવામાં આવ્યું છે. તેમાં જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે જો દુનિયાના સૌથી ઉદાર અબજોપતિઓએ ક્યારેય દાન ન કર્યું હોત, તો આજે તેમની સંપત્તિ અને રેન્કિંગ કેવી હોત? તેનો જવાબ મેળવવા માટે ફોર્બ્સે ‘ટ્રુ નેટ વર્થ’ રેન્કિંગ તૈયાર કરી. તેમાં માનવામાં આવ્યું કે અબજોપતિઓએ જે શેર દાન કર્યા, તે તેમની પાસે જ રહેત અને રોકડ દાન પણ બજારના દરો મુજબ રોકાણ હોત. નવી યાદી: જેફ બેઝોસની પૂર્વ પત્ની મેકિન્ઝી સ્કોટ 26મા સ્થાને હોત ઈલોન મસ્ક ફોર્બ્સની બંને યાદીમાં પ્રથમ સ્થાને છે. જોકે, તેમણે પોતાની સંપત્તિનો ખૂબ જ નાનો હિસ્સો, લગભગ 0.06% જ વાસ્તવિક દાન કર્યું છે. બિલ ગેટ્સે માઇક્રોસોફ્ટના લગભગ 73.1 કરોડ શેર દાન કર્યા છે. જો તેમણે આ શેર પોતાની પાસે રાખ્યા હોત, તો તેમની સંપત્તિ લગભગ 4 ગણી વધારે હોત અને તેઓ 19માને બદલે બીજા સૌથી ધનિક વ્યક્તિ હોત. તેવી જ રીતે, વોરેન બફેટ પણ 9મા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી જાત. 2006થી તેમના દ્વારા દાન કરાયેલા શેરોની કિંમત લગભગ 700% વધી છે. મેકેન્ઝી સ્કોટ 58 સ્થાન ઉપર ચઢીને 26મા નંબરે પહોંચી જાત. તેમના પૂર્વ પતિ જેફ બેઝોસ, ટોપ 5 માંથી બહાર થઈ જાત. ફોર્બ્સની વર્તમાન યાદીના ટોપ 5 અબજોપતિ ફોર્બ્સની ‘ટ્રુ નેટ વર્થ’ રેન્કિંગ (એડજસ્ટ નેટવર્થ સાથે) (એડજસ્ટ કરાયેલી નેટવર્થમાં દાનની રકમ ઉમેરવામાં આવી છે, સ્ત્રોત- ફોર્બ્સ) નેટફ્લિક્સના કો-ફાઉન્ડર રીડ હેસ્ટિંગ્સે પોતાની સંપત્તિનો એક-ચતુર્થાંશ ભાગ દાન કરી દીધો છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

