બર્થ-ડે ઉજવવા ગયા હતા, હોસ્પિટલ પહોંચી ગયા!:ટીવી એક્ટ્રેસ જાસ્મિન બોયફ્રેન્ડ સાથે દુબઈ સેલિબ્રેશન કરવા ગઈ હતી, ગંભીર ઇન્ફેક્શનને કારણે તબિયત બગડી
ટીવી એક્ટ્રેસ જાસ્મિન ભસીનની દુબઈમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન અચાનક તબિયત બગડી ગઈ, જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. જાસ્મિન તેના બોયફ્રેન્ડ અલી ગોની સાથે જન્મદિવસ ઉજવવા દુબઈ ગઈ હતી. અલી ગોનીએ સોશિયલ મીડિયા પર હોસ્પિટલમાંથી તસવીરો અને વીડિયો શેર કરીને જણાવ્યું કે જાસ્મિનને ગંભીર ઇન્ફેક્શન થયું છે અને તે હાલ ડોકટરોની દેખરેખ હેઠળ સ્વસ્થ થઈ રહી છે. અલીએ ચાહકોને જાસ્મિન જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. બર્થડે ઉજવવા ગયા હતા, હોસ્પિટલ પહોંચી ગયા
અલી ગોનીએ ઇન્સ્ટાગ્રામ પર હોસ્પિટલના રૂમમાંથી ઘણી તસવીરો શેર કરી છે. એક તસવીરમાં તે હોસ્પિટલના બેડ પર આરામ કરી રહેલી જાસ્મિનને ગળે લગાવતા દેખાઈ રહ્યા છે. જ્યારે બીજી તસવીરમાં જાસ્મિન વ્હીલચેર પર બેઠેલી જોવા મળી રહી છે. અલીએ એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં જાસ્મિન હોસ્પિટલના રૂમની અંદર જ પોતાનો બર્થ-ડે કેક કાપી રહી છે. આ તસવીરો સાથે અલીએ એક ભાવુક નોટ લખીને જાસ્મિનના બીમાર હોવાની જાણકારી આપી. ‘દર્દમાં જોવું સૌથી મુશ્કેલ કામ’ અલી ગોનીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે અમે અહીં તારો જન્મદિવસ ઉજવવા આવ્યા હતા, પરંતુ જિંદગીની કંઈક બીજી જ યોજના હતી. જન્મદિવસની સારી યાદો બનાવવાને બદલે અમે આ સમયે હોસ્પિટલના રૂમમાં છીએ. તને આ રીતે દર્દમાં જોવું આ આખી ટ્રિપનો સૌથી મુશ્કેલ ભાગ રહ્યો છે. અલીએ આગળ લખ્યું કે તેઓ જાસ્મિનને ફરીથી સ્વસ્થ અને હસતી જોવા માટે કોઈપણ પ્રકારનું સેલિબ્રેશન છોડવા તૈયાર છે. ‘જાસ્મિન ગંભીર ઇન્ફેક્શનથી પીડાઈ રહી છે’
સતત આવી રહેલા ફોન અને મેસેજ પછી અલી ગોનીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર હેલ્થ અપડેટ શેર કર્યું. તેમણે લખ્યું કે મેસેજ અને કોલ કરવા બદલ સૌનો આભાર. જાસ્મિન અચાનક ખૂબ બીમાર પડી ગઈ અને ગંભીર ઇન્ફેક્શનને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. છેલ્લા કેટલાક દિવસો અમારા માટે ખૂબ મુશ્કેલ અને ભાવુક રહ્યા છે. અલીએ માફી માંગતા કહ્યું કે તેઓ અત્યારે કોઈનો ફોન ઉઠાવી શકતા નથી, કારણ કે તેનું સંપૂર્ણ ધ્યાન જાસ્મિનની સંભાળ પર છે. આર્જેન્ટિનામાં થઈ હતી બંનેની પહેલી મુલાકાત જાસ્મિન ભસીન અને અલી ગોનીની લવ સ્ટોરીની શરૂઆત વર્ષ 2018માં થઈ હતી. બંને પહેલીવાર આર્જેન્ટિનામાં રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી’ના સેટ પર મળ્યા હતા. શરૂઆતમાં બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ. ત્યારબાદ વર્ષ 2020માં જ્યારે બંને રિયાલિટી શો ‘બિગ બોસ 14’માં સામેલ થયા, ત્યારે તેનો આ સંબંધ પ્રેમમાં બદલાયો. આ શોમાંથી બહાર આવ્યા પછી બંનેએ પોતાના રિલેશનશિપને ઓફિશિયલ કર્યો હતો અને ત્યારથી તે સાથે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

